મોરબીમાં 13 વર્ષ પહેલાં તુલસીપાર્કમાં જમીન કબ્જા બાબતે નોંધાયેલ બે ફરિયાદમાં આરોપીની ધરપકડ, વૃદ્ધાને આપઘાત માટે દુષ્પ્રેરણાના ગુનામાં ત્રણ સામે કાર્યવાહી મોરબીમાં સોમવારથી ઓપન ગુજરાત અંડર-૧૪ જુનિયર ગર્લ્સ ફૂટબોલ ટુર્નામેન્ટનો પ્રારંભ, ૧૨ જિલ્લાની ટીમો વચ્ચે જામશે ટક્કર માળીયા (મી)માં પોલીસનું મેગા કોમ્બિંગ: 70 ધારદાર હથિયાર, 1 કટ્ટો, 3 એરગન અને મોટા પ્રમાણમાં ડુપ્લીકેટ સોનાના બિસ્કીટ કબજે: 1 પેરોલ જમ્પ અને 2 વોન્ટેડ આરોપી ઝડપાયા સરકારના પરિપત્રની સોશિયલ મીડિયામાંથી કોપી મળી, અભ્યાસ કરવાનો બાકી: જેતપર આંદોલન સમિતિ મોરબીના પીપળી ગામ નજીક ટ્રેક્ટરની હાઇડ્રોલિકની લારી માથે પડતા યુવાનનું મોત: જાંબુડીયા તળાવમાં ડૂબી જવાથી અજાણ્યા યુવાનનુ મોત સાવધાન: મોરબીમાં ખાનગી શાળાનું વાલીઓનું વ્હોટ્સએપ ગ્રુપ હેક કરીને મહિલાના સબંધીઓ પાસેથી 30 હજાર મેળવી લીધા, 10 લાખની ખંડણી માંગીને ભડાકે દેવાની ધમકી મોરબીની રવાપર ચોકડીએ પગપાળા જતા યુવાનને ટ્રક ચાલકે હડફેટે લેતા બંને પગના પંજામાં ટાંકા આવ્યા ટંકારાના ભૂતકોટડાથી ચોટીલા પૂનમ ભરવા માટે જતા બે યુવાનોના બાઈકને કાર ચાલકે હડફેટે લેતા અકસ્માત: બંને ઇજાગ્રસ્ત સારવારમાં
Breaking news
Morbi Today

ગાય અને ધરતીને બચાવવા માટે પ્રાકૃતિક ખેતી અનિવાર્ય: મોરબીની રામકથામાં ભુપેન્દ્રભાઈ પટેલની ટકોર 


SHARE









ગાય અને ધરતીને બચાવવા માટે પ્રાકૃતિક ખેતી અનિવાર્ય: મોરબીની રામકથામાં ભુપેન્દ્રભાઈ પટેલની ટકોર 

મોરબીના બેલા ગામ પાસે આવેલ ખોખરા હનુમાન હરિહર ધામ ખાતે રામકથા ચાલી રહી છે જેમાં રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ ગઇકાલે હાજર રહ્યા હતા અને તેમણે ૧૦૮ ફૂટની હનુમાનજીની મૂર્તિના દર્શન કરીને ધન્યતા અનુભવી હતી અને ખાસ કરીને તેઓએ લોકોને સંબોધન કરતા કહ્યું હતું કે ધરતી અને ગાય બંનેને બચાવવા માટે પ્રાકૃતિક ખેતી અનિવાર્ય છે અને જો પ્રાકૃતિક ખેતી આપવામાં આવશે તો લોકોના આરોગ્યમાં પણ ઘણો સુધારો થશે તેવી લાગણી વ્યક્ત કરી હતી

મોરબીના બેલા ગામ પાસે આવેલ ખોખરા હનુમાન હરિધામ ખાતે ૧૦૦૮ મહામંડલેશ્વર કનકેશ્વરી માતાજીની રામકથાનું આયોજન કરવામાં આવ્યું છે અને તા. ૮ થી આ રામકથાનો પ્રારંભ કરવામાં આવ્યો છે જેનો લાભ લેવા માટે દરરોજ હજારોની સંખ્યામાં ભક્તો આવી રહ્યા છે દરમિયાન આજે તા. ૧૧ ના રોજ ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ, ભાજપના રાષ્ટ્રીય સચિવ કૈલાસ વિજયવર્ગીય, સાંસદ મોહનભાઇ કુંડારિયા, સાંસદ વિનોદભાઇ ચાવડા, જયંતિભાઈ કવાડીયા, જિલ્લા ભાજપના પ્રમુખ દુર્લભજીભાઈ દેથરિયા, માજી પ્રમુખ રાઘવજીભાઇ ગડારા, માજી ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા, માજી ધારાસભ્ય બાવનજીભાઈ મેતલિયા, કોંગ્રેસનાં ધારાસભ્ય લલિતભાઈ કગથરા, શહેર ભાજપ પ્રમુખ લાખાભાઇ જારીયા, તાલુકા ભાજપ પ્રમુખ અરવિંદભાઇ વસાદડીયા, જિલ્લા ભાજપ મહામંત્રી જયુભા જાડેજા, રણછોડભાઈ દલવાડી, જેસંગભાઈ હુંબલ સહિતના રામકથામાં હાજર રહ્યા હતા

 

ગુજરાતની અંદર બનાવવામાં આવેલ પ્રથમ ૧૦૮ ફૂટની હનુમાનજીની મૂર્તિ તેમજ ખોખરા હનુમાનના દર્શન કરીને મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે ધન્યતા અનુભવી હતી અને તેમણે ખાસ કરીને આ તકે લોકોને સંબોધન કરતા કહ્યું હતું કે, કેશવાનંદ બાપુના પાવન પગની રજ જ્યાં પડેલી છે તે તીર્થભૂમિમાં આવીને તેઓએ ધન્યતા અનુભવી છે અને દરેક વ્યક્તિની અંદર તેમજ કણે કણમાં રામ વસેલા છે તેને જન જન સુધી પહોંચાડવાનું કામ સંતો મહંતો કરી રહ્યા છે અને હાલમાં ગૌમહિમાનું પણ આયોજન કરવામાં આવ્યું છે ત્યારે આગામી સમયમાં ગાયને બચાવવા માટે જ સરકારે પ્રકૃતિક ખેતી ઉપર ભાર મૂક્યો છે અને ગાયની સાથોસાથ ધરતીને બચાવવા માટે પ્રાકૃતિક ખેતી અનિવાર્ય છે અને પ્રકૃતિક ખેતી કરવામાં આવે તો લોકોના આરોગ્યમાં પણ તેની ખૂબ સારી અસર જોવા મળશે તેવી લાગણી વ્યક્ત કરી હતી

કથાકાર કનકેશ્વરી માતાજીએ કથા દરમ્યાન કહ્યું હતું કે, જો ભારત દેશની અંદર ગાય ન હોત તો આ ભારતીય સંસ્કૃતિના ગ્રંથો અને પુરાણો ન હોત આટલું જ નહીં રામ કૃષ્ણ સહિતના અવતારો જે થઈ ગયા છે તેના પ્રાગટ્યમાં પણ ગાય છે માટે જો ગાય દેશની અંદર પ્રસન્ન હશે તો દેશ પ્રસન્ન રહેશે અને ગાય સમ્રુદ્ધ હશે તો દેશ સમ્રુદ્ધ રહેશે અને ગાયોની હત્યા કરનારના હાડકાં ખોખરા કરવાનું કામ ખોખરા હનુમાન કરશે તેવી લાગણી વ્યક્ત કરી હતી અને વધુમાં તેમણે કથા દરમ્યાન કહ્યું હતું કે, સંતાનના જન્મ પહેલા દીકરાને જન્મ આપવો છે કે પછી ભગવાનને જન્મ આપવો છે તેના માટે દંપતીએ ચિંતન કરવાની જરૂર છે અને દીકરો ખોળામાં આવે તે પહેલા તેને ભગવાન બનાવી દેવો તે માતા પિતાના હાથની વાત છે અને આ કથામાં આયોજક તરફથી દેશની રક્ષા માટે શાહિદ થયેલ જવાનોના પરિવારજનોને આર્થિક સહાયના ચેક મુખ્યમંત્રીના હસ્તે આપવામાં આવ્યા હતા






Latest News