મોરબીની મેડિકલ કોલેજ મુદે અણીદાર સવાલોની લિસ્ટ તૈયાર: જવાબ કોણ આપશે તે પ્રશ્ન
SHARE
![News Image](https://morbitoday.com/assets/blog/1649679885.jpg)
![](https://morbitoday.com/assets/images/advertisement/1732078089.jpg)
![](https://morbitoday.com/assets/images/advertisement/1731358188.jpg)
![](https://morbitoday.com/assets/images/advertisement/1726036900.jpg)
![](https://morbitoday.com/assets/images/advertisement/1735991009.jpg)
![](https://morbitoday.com/assets/images/advertisement/1736172568.jpg)
![](https://morbitoday.com/assets/images/advertisement/1738168550.png)
મોરબીની મેડિકલ કોલેજ મુદે અણીદાર સવાલોની લિસ્ટ તૈયાર: જવાબ કોણ આપશે તે પ્રશ્ન
મોરબીમાં મેડિકલ કોલેજને લઈને રાજકારણ છેલ્લા થોડા દિવસોથી ગરમાયું છે ત્યારે ઇન્ટરનેશનલ હ્યુમન રાઈટ્સ એસોશીએશનના જનરલ સેક્રેટરીએ મંત્રી અને સરકારને કેટલાક અણીદાર સવાલો કર્યા છે જેમાં સેલ્ફ ફાઈનાન્સ કોલેજ કરનાર એજન્સી કોન? અને કોની ? છે તે સહિતની માહિતી માંગવામાં આવી છે
મોરબીમાં રહેતા ઇન્ટરનેશનલ હ્યુમન રાઈટ્સ એસોશીએશનના જનરલ સેક્રેટરી કાંતિલાલ ડી. બાવરવાએ હાલમાં મેડિકલ કોલેજને લઈને કેટલાક સવાલો મંત્રી અને સરકારને કરેલા છે જેમાં મોરબી જીલ્લાને સરકારી મેડીકલ કોલેજના બદલે સેલ્ફ ફાઈનાન્સ કોલેજ શા માટે?, સરકારી મેડીકલ કોલેજ નહોતી બનાવવાની તો શનાળા પાસે ની જમીન ની મેડીકલ કોલેજ માટે ફાળવણી શા માટે?, સેલ્ફ ફાઈનાન્સ કોલેજ કરનાર એજન્સી કોન? અને કોની ?, તાપી જીલ્લાના આગેવાનોને સરકારી કોલેજ કરાવી શકતા હોય તો મોરબીના આગેવાનો કેમ નહિ? કે પછી સેલ્ફ ફાઈનાન્સ કોઈની ભાગીદારી વાડી થશે?, જો સેલ્ફ ફાઈનાન્સ કોલેજ થશે તો હોસ્પિટલ પણ પ્રાઇવેટ જ થશે તો ગરીબ લોકોનું શું?, સેલ્ફ ફાઈનાન્સ ની ફી ભરીને કોના બાળકો ડોક્ટર થશે? પૈસાદાર ના કે ગરીબ ના?, સરકાર આવા નિર્ણય લઇ રહી છે તો પણ સ્થાનિક સત્તાધારી પક્ષના નેતાઓ ચુપ કેમ?, મોરબીને અન્યાય થઇ રહ્યો હોવા છતાં જનતા મુક પ્રેક્ષક બની રહી છે કેમ?, કોલેજ ક્યારે શરુ થશે તે જણાવશે કોણ? અને ખાતમુર્હત સ્પેશીયાલીસ્ટ નેતાને ખુલાસો કરવાની જરૂર શા માટે પડી છે? શું તેમનું કોઈ હિત આમાં સમાયેલું છે? તથા મેડીકલ કોલેજ માટે ફાળવેલ જમીન હવે સેલ્ફ ફાઈનાન્સ માટે સસ્તામાં આપવામાં આવશે કે બજાર ભાવે આપવામાં આવશે? તેવા અણીદાર સવાલો કરેલ છે જેના જવાબ આપવામાં આવશે કે કેમ તે સૌથી મોટો સવાલ છે
મોરબીમાં મેડીકલ કોલેજ રદ નથી થઈ: બ્રિજેશ મરેજા
મોરબી ખાતે ગુજરાત સરકાર અને કેંદ્ર સરકારના પુખ્ત વિચારણાના અંતે જી.એમ.ઈ. આર.એસ. હેઠળ ગ્રીન ફિલ્ડ પ્રકારની મેડિકલ કોલેજ મંજુર કરવામાં હતી તેમા ફેરફાર કરી બ્રાઉન ફિલ્ડમાં મેડીકલ કોલેજ ફેરવવામા આવી છે. મોરબીને અધ્યતન સુવિધા સાથે મેડિકલ કોલેજ મળી રહે તે માટે કેન્દ્ર સરકારના મેડિકલ કાઉન્સિલના ધારા ધોરણ મુજબ મોરબીને બ્રાઉન ફિલ્ડ હેઠળ મેડીકલ કોલેજ મળનાર છે. અને તે અંગેની જાહેરાત પણ આવી ગઈ છે. એટલું જ નહી મોરબીને મળનાર મેડીકલ કોલેજ અધ્યતન હશે તેમજ મોરબીમા પણ અન્ય જિલ્લાની જેમ બ્રાઉન ફિલ્ડ હેઠળની મેડિકલ કોલેજ ટૂંક સમયમાં કાર્યરત પણ થશે. મોરબીની પ્રજાના હીતમા આટલી સ્પષ્ટતા મોરબી માળીયાના ધારાસભ્ય અને રાજ્ય મંત્રી બ્રિજેશ મેરજાએ કરી હતી.
![](https://morbitoday.com/assets/images/advertisement/1735652558.jpg)
![](https://morbitoday.com/assets/images/advertisement/1722835068.jpg)
![](https://morbitoday.com/assets/images/advertisement/1737124052.jpg)