મોરબીમાં સર્વે હિન્દુ સંગઠન દ્વારા આયોજિત જન્માષ્ટમીની શોભાયાત્રામાં રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયા સહિત હજારો લોકો જોડાયા વાંકાનેરમાં સોની વેપારીની દુકાનમાંથી 1.85 લાખની સોનાનીબાલીઓની ચોરીના ગુનામાં બે મહિલાની ધરપકડ મોરબી નજીક સિરામિક કારખાનામાં નિયમિત કામે આવવા બાબતે યુવાનને લોખંડના પાઇપ અને ધોકા વડે માર માર્યો મોરબીના પ્રેમજીનગર પાસે રોડ ક્રોસ કરતી બાળકીને આઇસર ચાલકે હડફેટે લેતા ઘટના સ્થળે જ મોત હળવદના દેવીપુર ગામે મકાનના પ્લોટ બાબતે અગાઉ થયેલ બોલાચાલીનો ખાર રાખીને સામસામે મારામારી ટંકારાના વાછકપર ગામે ઝેરી દવા પી ગયેલ બાળકનું મોત: વાંકાનેરના સરધારકા ગામે ઇલેક્ટ્રીક શોર્ટ લાગતા યુવાનનું મોત મોરબીમાં ગૌરક્ષક દળ તેમજ રાજનગર યુવા ગ્રુપ દ્વારા જન્માષ્ટમી મહોત્સવની ભવ્ય ઉજવણી મોરબીમાં મિશન ન્યૂ ઇન્ડિયાની ટીમ દ્વારા સફાઈ કર્મચારીઓનું કરાયું સન્માન
Breaking news
Morbi Today

મોરબીના વીરપરડા પાસેથી કતલખાને લઈ જવાતા બે ગૌ વંશ ભરેલ બોલેરો સાથે બે શખ્સ પકડાયા


SHARE





મોરબીના વીરપરડા પાસેથી કતલખાને લઈ જવાતા બે ગૌ વંશ ભરેલ બોલેરો સાથે બે શખ્સ પકડાયા

જામનગર બાજુથી અબોલજીવને કતલખાને લઈ જવા માટે વાહનમાં ભરીને મોકલવામાં આવી રહ્યા છે તેવી વિહિપના આગેવાનને હકકીત મળી હતી જેના આધારે મોરબી તાલુકાનાં વીરપરડા ગામના પાટિયા પાસેથી પસાર થતી બોલેરોને રોકીને તલાશી લેવામાં આવતા તેમાથી બે ગૌ વંશ મળી આવ્યા હતા જેથી કરીને વિહિપના આગેવાને મોરબી તાલુકા પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધીને બે શખ્સોની ધરપકડ કરીને આગળની કાર્યવાહી કરેલ છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ ગઇકાલે જામનગર તરફથી આવતી બોલેરો પીકપ  નંબર જીજે ૧૦ ટીવી ૩૧૭૧ માં ગૌ વંશને ભરીને કતલખાને લઈ જવામાં આવી રહ્યા છે તેવી હક્કિત મળી હતી જેના આધારે વિહિપના આગેવાન સહિતના યુવાનો દ્વારા આમરણ પાસે વોચ ગોઠવવામાં આવી હતી ત્યારે બાતમી વાળી બોલેરો પીકપ જામનગર બાજુ થી આવતા રોડ ઉપરી નીકળી હતી જેને રોકીને ચેક કરતા તેમાથી બે ગૌ વંશ આખલા મળી આવ્યા હતા અને અબોલજીવ માટે વાહનમાં પાણી કે ઘાસચારાની કોઈ વ્યવસ્થા હતી નહીં અને દોરડાથી બંનેને બાંધીને રાખવામા આવ્યા હતા માટે મોરબી પોલીસ કંટ્રોલ રૂમને જાણ કરી હતી જેથી કરીને પોલીસે આવી હતી અને મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં હાલમાં મોરબીના બોરિચાવાસમાં રહેતા કે. બી. બોરીચાએ ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધીને રઘુભા રણુભા ચુડાસમા (૪૨) રહે, ગોકુળનગર જામનગર અને રૂડાભાઇ ઉર્ફે વિજયભાઈ ટાપુભાઇ પરમાર (૩૦) રહે, નુરી પાર્ક પાસે આવાસમાં જામનગર વાળાની ધરપકડ કરેલ છે આ કામગીરી મોરબી વિશ્વ હિન્દુ પરિષદ અધ્યક્ષ અને ગૌરક્ષક કમાન્ડો ફોર્સ વાળા કે. બી. બોરીચા, ચેતનભાઈ પાટડીયા, વૈભવભાઈ પટેલ, જયરાજસિંહ, વિજયભાઈ  કુંભારવાડીયા, રઘુભાઈ ભરવાડ, મનોજભાઈ બારૈયા, હરેશભાઈ ચૌહાણ, હિરેનભાઈ વ્યાસ, દીપકભાઈ વાંકાનેર, પાર્થભાઈ પટેલ, પંકજ નકુમ, દલસુખભાઈ, હીતરાજસિંહ સાહિતના દ્વારા કરવાં આવેલ છે.

મોરબી ટુડેમાં પ્રસિદ્ધ થતા સમાચાર વધુમાં વધુ વાંચકો સુધી પહોચે તેવા અમારા પ્રયાસો છે અને અમારા સમાચારની વિશ્વાસનીયતા વધુ હોવાથી જાણીતી વેબ પોર્ટલો તેમાંથી સમાચાર લઈને તેના વાંચકોને પીરસે છે જે મોરબીના હિતમાં છેબી- પોઝીટીવ




Latest News