મોરબીના વીરપરડા પાસેથી કતલખાને લઈ જવાતા બે ગૌ વંશ ભરેલ બોલેરો સાથે બે શખ્સ પકડાયા
ફિલ્મ સ્ટાર દિલીપ કુમારનું ૯૮ વર્ષની ઉંમરે અવસાન
SHARE
ફિલ્મ સ્ટાર દિલીપ કુમારનું ૯૮ વર્ષની ઉંમરે અવસાન
છેલ્લા ઘણા સ્મથી દિલીપ કુમાર સારવાર હેઠળ હતા અને આજે બુધવાર તા ૭/૭ ના રોજ સવારે ૭:૩૦ કલાકે મુંબઈના ખાર ખાતે આવેલી હિંદુજા હોસ્પિટલમાં તેઓએ અંતિમ શ્વાસ લીધા હતો અને હિંદી સિનેમાના દિગ્ગજ કલાકાર દિલીપ કુમારનું આજે અવસાન થયું છે. દિલીપ કુમાર ઘણા લાંબા સમયથી બીમાર રહેતા હતા અને અનેક વખત તેમને મુંબઈ ખાતેની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.
ટ્રેજેડી કિંગ દિલીપ કુમારના અવસાનથી બોલિવુડ સહિત દેશભરમાં શોકની લાગણી વ્યાપી છે અને અનેક દિગ્ગજોએ તેમને નમન પાઠવ્યા હતા. દિલીપ કુમારે બુધવારે સવારે ૭:૩૦ કલાકે મુંબઈના ખાર ખાતે આવેલી હિંદુજા હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતા. અને હોસ્પિટલના ડૉ. પાર્કર જે તેમની સારવાર કરી રહ્યા હતા તેમણે દિલીપ કુમારના અવસાનની પૃષ્ટિ કરી હતી અત્રે ઉલેખનીય છે કે, દિલીપ કુમારને છેલ્લા એક મહિનામાં બે વખત હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યા હતા.....
દિલીપ કુમાર....
દિલીપ કુમાર તરીકે જાણીતા ભારતીય ફિલ્મ કલાકારનું સાચું નામ મહંમદ યુસુફ ખાન હતું અને તેનો જન્મ ૧૧ ડિસેમ્બર ૧૯૨૨ થયો હતો અને અવસાન ૭ જુલાઈ ૨૦૨૧ ના રોજ થયું છે જેઓ "ટ્રેજેડી કિંગ" તરીકે પણ ખ્યાતનામ છે અને સત્યજીત રાયે તેમને "the ultimate method actor" તરીકે ઓળખાવ્યા છે તેમણે પોતાની કારકિર્દીની શરુઆત 'જ્વાર ભાટા' નામની ફિલ્મથી ૧૯૪૪માં કરી હતી. તેમની કારકિર્દી ૬ દાયકામાં ૬૦ ફિલ્મો કરી છે અને તેમણે વિવિધ પ્રકારની ફિલ્મો જેવી કે પ્રણય આધારિત 'અંદાજ' (૧૯૪૯), 'આન' (૧૯૫૨) તેમજ નાટકીય 'દેવદાસ' (૧૯૫૫), રમુજી ફિલ્મ 'આઝાદ' (૧૯૫૫), ઐતહાસિક 'મુગલ-એ-આઝમ' (૧૯૬૦) તેમજ સામાજીક 'ગંગા જમુના' (૧૯૬૧)માં અભિનય કર્યો છે.