મોરબી પાલિકામાં સેનિટેશન વિભાગના ચેરમેન સીતાબા અનોપસિંહ જાડેજાએ ચાર્જ સાંભળ્યો
મોરબી જિલ્લા પેટ્રોલિયમ ડીલર્સ એસો.ના પ્રમુખ પદે સુભાષભાઈ પડસુંબીયાની વરણી
SHARE
મોરબી જિલ્લા પેટ્રોલિયમ ડીલર્સ એસો.ના પ્રમુખ પદે સુભાષભાઈ પડસુંબીયાની વરણી
મોરબી જિલ્લા પેટ્રોલિયમ ડીલર્સ એસોસિયેશનની તાજેતરમાં મિટિંગ મળી હતી જેમાં બહોળી સંખ્યા મા પેટ્રોલિયમ ડીલર્સ ભાઈઓ હાજર રહ્યા હતા ત્યારે મોરબી જિલ્લા પેટ્રોલિયમ ડીલર્સ એસોસિયેશનના નવા પ્રમુખ તરીકે સુભાષભાઈ પડસુંબીયાની વરણી કરવામાં આવી છે
મોરબી નજીકના મહેન્દ્રનગર પાસે આવેલ રામધન આશ્રમ સામે હોટેલ રાધિકામાં તાજેતરમાં મોરબી જિલ્લા પેટ્રોલિયમ ડીલર્સ એસોસિયેશનની જનરલ મીટીંગનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં બહોળી સંખ્યામા પેટ્રોલિયમ ડીલર્સ ભાઈઓ હાજર રહ્યા હતા અને આ મિટિંગમાં વર્તમાન પ્રમુખ હર્ષદભાઈ કડીવાર, ઉપપ્રમુખ વિનોદભાઈ ડાભી તથા સેક્રેટરી અનિલભાઈ બુધદેવની મુદત પૂરી થતી હોવાથી તેમણે સ્વૈચ્છિક રાજીનામાં આપ્યા હતા ત્યાર બાદ સર્વાનુમતે નવા હોદ્દેદારોની વરણી કરવામાં આવી હતી જેમાં નવા પ્રમુખ તરીકે સુભાષભાઈ પડસુંબીયા, ઉપપ્રમુખ તરીકે પ્રદિપભાઈ હુંબલ, સેક્રેટરી તરીકે અનિલભાઈ બુધદેવની સર્વ સંમતી સાથે વરણી કરવામાં આવેલ છે અને મોરબી જિલ્લા પેટ્રોલિયમ ડીલર્સ એસોસિયેશનના પ્રમુખ સુભાષભાઈ પડસુંબીયાએ જણાવ્યુ હતું કે, પેટ્રોલિયમ ડિલરોના ગંભીર પ્રશ્નોને મહત્વ આપીને તેને ઉકેલવા માટેનો પ્રયાસ કરવામાં આવશે અને ખાસ કરીને સંગઠનને મજબૂત કરવા તથા પેટ્રોલિયમ ડીલરોનો ઘણા સમયથી કમિશન વધારવાનો પ્રશ્ન છે તે પડતર પ્રશ્નને ઉકેલવા માટે પ્રાથમિકતા આપવામાં આવશે.
“મોરબી ટુડે” માં પ્રસિદ્ધ થતા સમાચાર વધુમાં વધુ વાંચકો સુધી પહોચે તેવા અમારા પ્રયાસો છે અને અમારા સમાચારની વિશ્વાસનીયતા વધુ હોવાથી જાણીતી વેબ પોર્ટલો તેમાંથી સમાચાર લઈને તેના વાંચકોને પીરસે છે જે મોરબીના હિતમાં છે “બી- પોઝીટીવ”