મોરબી જીલ્લા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ દ્વારા ખેડૂતોના હિતમાં કૃષિ મંત્રીને કરાઇ રજૂઆત મોરબીમાં રાજકીય-સામાજિક આગેવાનોની હાજરીમાં જિલ્લા રાજપૂત સમાજ દ્વારા યોજાશે સરસ્વતી સન્માન સમરોહ મોરબીમાં કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાંની માંગ સાથે વિદ્યાર્થીઓ અને કોંગ્રેસ-આપનું વિરોધ પ્રદર્શન વાંકાનેરમાં ધોળા દિવસે વૃદ્ધ પાસેથી રોકડા રૂપિયા-ડૉક્યુમેન્ટ ભરેલ થેલાની લૂંટના ગુનામાં 3 બાળ કિશોર ઝડપાયા વાંકાનેરના ગઢિયા ડુંગર વિસ્તારમાં આવેલ ગૌશાળામાં દીપડાએ વાછરડીનું કર્યું મારણ: ફોરેસ્ટ વિભાગ દોડતો મોરબીમાં શુક્રવારે જગન્નાથજીની પાંચમી ભવ્ય રથયાત્ર નીકળશે બેટી બચાવો, બેટી પઢાવો: મોરબીમાં વિદ્યાર્થિનીઓ સાથે મંગળવારે યોજાશે કોફી વિથ કલેક્ટર કાર્યક્રમ મોરબી એ ડિવિઝન પોલીસે રહેણાંક મકાનમાં રેડ કરી ૧૦ બોટલ દારૂ પકડ્યો, દંપતીની શોધખોળ
Breaking news
Morbi Today

ટંકારા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાથી સગીરનું અપહરણ


SHARE







ટંકારા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાથી સગીરનું અપહરણ

ટંકારા તાલુકાના ગ્રામ્ય વિસ્તારની અંદર ખેતરમાં મજૂરી કામ કરીને પેટિયું રળવા માટે આવેલા મજૂર પરિવારની સગીર વયની દીકરીને લલચાવી ફોસલાવી બદકામ કરવાના ઇરાદે અપહરણ કરવામાં આવેલ છે જેથી કરીને સગીરાના પિતાએ ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે એક શખ્સ સામે ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપીને પકડવા માટે અને સગીરાને શોધવા માટે જુદી જુદી દિશામાં તપાસ શરૂ કરેલ છે

બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે ટંકારા તાલુકા વિસ્તારની અંદર આવેલ વાડી વિસ્તારમાં મજૂરી કામ કરતા મજૂર પરિવારની સગીર વયની દીકરીને લલચાવી ફોસલાવી બદકામ કરવાના ઇરાદે લીમખેડા તાલુકાના ખાકરીયા ગામનો રહેવાસી જશુભાઈ નાના ભાઈ પારઘી અપહરણ કરીને લઇ ગયેલ છે જેથી તેની સામે હાલમાં સગીરાના પિતાએ ફરિયાદ નોંધાવતા પોલીસે અપહરણ સહિતની કલમ હેઠળ ગુનો નોંધીને આરોપીને પકડવા માટે અને સગીરાને શોધવા માટેની તજવીજ શરૂ કરે છે

દેશી દારૂ ઝડપાયો

મોરબીના લીલાપર રોડ પર આવેલ હોથી પીરની દરગાહ પાછળ બંધ પડેલા નળીયાના કારખાનામાં દેશી દારૂનો જથ્થો હોવાની બાતમી આધારે પોલીસે ત્યાં દારૂની રેડ કરી હતી ત્યારે ૧૫૦ લીટર દેશીદારૂ મળી આવેલ હતો જેથી પોલીસે ૩૦૦૦ ના દારૂ સાથે કાસીમભાઇ ઇબ્રાહીમભાઇ સાહમદાર જાતે ફકીર (ઉંમર ૧૮) રહે. લીલાપર રોડ મુખ્યમંત્રી આવાસ યોજના બ્લોક નંબર બી-૧૫ વાળાની ધરપકડ કરેલ હતી અને તેની પાસેથી ભોજીયો ભરવાડ રહે વજેપર નાલા વાળાનું નામ સામે આવ્યું હોય તેને પકડવા માટે થઈને પોલીસ દ્વારા શરૂ કરવામાં આવી છે

મોરબી ટુડેમાં પ્રસિદ્ધ થતા સમાચાર વધુમાં વધુ વાંચકો સુધી પહોચે તેવા અમારા પ્રયાસો છે અને અમારા સમાચારની વિશ્વાસનીયતા વધુ હોવાથી જાણીતી વેબ પોર્ટલો તેમાંથી સમાચાર લઈને તેના વાંચકોને પીરસે છે જે મોરબીના હિતમાં છેબી- પોઝીટીવ






Latest News