મોરબીના એડ.જયેશભાઇ શાહની નોટરી તરીકે વરણી મોરબીના વિરપર ગામે બાપા સીતારામ મઢુલીએ ગણેશ ચતુર્થીની ઉજવણી મોરબીના મકનસર ગામે દવા પી ગયેલા આધેડનું મોત મોરબીની રાંદલ વિધાલયમાં ગાયત્રી પરિવાર દ્વારા વ્યસન મુક્તિ કાર્યક્રમ યોજાયો મોરબી જિલ્લા પંચાયત અને કલ્યાણ એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે આર્ટ કોમ્પિટિશન યોજાશે મોરબીના ખોખરા ધામ ખાતે વેદવિદ્યાલય-સંસ્કૃત મહાવિદ્યાલયના ૧૩ માં સ્થાપના દિવસની ઉજવણી કરાઇ મોરબી જલારામ ધામ દ્વારા મયુરનગરી કા રાજા ગણેશોત્સવમાં ભક્તોને લાઈવ પ્રસાદ વિતરણ માળિયા (મી) નજીક ટ્રક ચાલકે રિક્ષાને ઠોકર મારતા ફાંગોળાઈ ગયેલ યુવાનના બંને પગ ઉપરથી ટ્રકના વ્હીલ ફરી ગયા
Breaking news
Morbi Today

મોરબીમાં પરિણીતાને કોર્ટમાં હુકમ પછી પણ પતિએ ૧૨ વર્ષથી ભારણ પોષણની રકમ ન ચૂકવતા જીવવું મુશ્કેલ બની ગયું


SHARE

















મોરબીમાં પરિણીતાને કોર્ટમાં હુકમ પછી પણ પતિએ ૧૨ વર્ષથી ભારણ પોષણની રકમ ન ચૂકવતા જીવવું મુશ્કેલ બની ગયું

મોરબીની કોર્ટ દ્વારા ભારણ પોષણના કેસમાં પરિણીતાને રકમ ચૂકવવા માટે હુકમ કરી દેવામાં આવ્યો છે તો પણ મોરબીના વાવડી રોડે રહેતી પરિણીતાને આરોપી પતિ દ્વારા ભારણ પોષણની રકમ ચૂકવવામાં આવતી નથી અને તેના પતિ સામે ધરપકડ વોરંટ કાઢવામાં આવે છે તો પણ તે પકડાતો નથી જેથી કરીને ચાર પૈકીનાં ત્રણ સંતાનોને સાથે રાખીને ગુજરાન ચલાવતી પરિણીતાને સમાજ, પોલીસ કે કોર્ટમાથી ન્યાય નહીં મળતા હાલમાં જીવવું મુશ્કેલ બની ગયું છે

મોરબીના વાવડી રોડ ઉપર મીરા પાર્ક સામે ઉદાણીની વાડીમાં રહેતા જયશ્રીબેન કાનજીભાઈ કંઝારીયાને લગ્ન તા.૭-૫-૧૯૯૮ ના રોજ દેવજી પરબત કંઝારીયાના દીકરા કાનજી દેવજી કંઝારીયા સાથે થયા હતા અને અને તેઓના લગ્ન સંસાર દરમ્યાન તેને ચાર સંતાન છે જો કે, તેના પતિ મારકૂટ કરતાં હોવાથી તે છેલ્લા ઘણા વર્ષોથી તેના માવતરે છે અને પતિની સામે ભારણ પોષણનો કેસ કર્યો હતો જેમાં માસિક ૪૧૦૦ રૂપિયા ચૂકવવા માટે વર્ષો પહેલા કોર્ટે હુકમો કર્યો છે જો કે, નિયમિત રીતે ભારણ પોષણની રકમ આપવામાં આવતી નથી જેથી કરીને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે

વધુમાં જયશ્રીબેન કાનજીભાઈ કંઝારીયા જણાવ્યુ છે કે, લગ્ન સંસાર દરમ્યાન તેને ચાર સંતાન છે જેમાં બે દિકિરી અને બે દિકરાનો સમાવેશ થાય છે જો કે, મોટી એક દીકરી હેતલ તેના સાસરાના ઘરે રહે છે અને બાકીના ત્રણેય સંતાનો તેની સાથે માવતરે રહે છે તેઓના પતિ કાનજી દેવજી કંઝારીયા સી.આર.પી.એફ.માં નોકરી કરતા હતા ત્યાથી પણ તે છેલ્લા પાંચ વર્ષથી ભગોળા છે અને અગાઉ જયારે જયારે રજા ઉપર આવતા ત્યારે તેઓના સાસુ, સસરા, દેરાણી, નણંદ વિગેરે ખોટી કાન ભંભેરણી તથા ખોટી ચડામણી કરતા અને તેના ચારિત્ર્ય ઉપર શંકા કરીને તેઓને  તેના પતિ ખુબ જ માર મારતા હતા અને સમાજમાં બદનામ કરતા હતા

જો કે, ભારણ પોષણનો જે કેસ કરવામાં આવેલ છે તેમાં નિયમિત રીતે રકમ નહીં ચૂકવતા તેના પતિની પોલીસે ખોરાકીના કેસમાં ધરપકડ કરી હતી અને ૧૨૦ દિવસની જેલની સજા પડેલ હતી દરમ્યાન એક મહિના બાદ ચડત ખોરાકીની રકમ ૧,૭૬,૮૦૦ કોર્ટમાં ભરી હતી અને જેલમાંથી છુટીને બહાર આવ્યા પછી આજ દિવસ સુધી મુદતે કોર્ટમાં હાજર રહેલ નથી અને ભારણ પોષણની રકમ પણ આપી નથી કોર્ટ દ્વારા અવાર નવાર તેના પકડ વોરંટ નીકળે છે તેમજ કાનજી દેવજી કંઝારીયાનું સી.આર.પી.એફ. બવાના દિલ્હીથી પણ પકડ વોરંટ કાઢેલ છે પરંતુ તેને પકડમાં આવતો નથી અને તેને ભાગેડુ જાહેર કરેલ છે

અત્રે ઉલ્લેખની છે કે, અવાર નવાર પોલીસ ખાતા વાળા તેની પાસે તેના પતિનું સરનામું માંગે છે જે તેની પાસે ન હોવાથી પોલીસ તેને શોધી શકી નથી અને ડોમેસ્ટ્રીક કેસ ચાલે છે જેમાં અપીલમાં જવા છતાં પણ સ્ત્રીધન એટલે કે, સોનાના દર દાગીના, વાસણ, દાયજામાં ભેટમાં આવેલ મોટી નાની તમામ વસ્તુઓની માંગણી કરેલ છે છતાં આપતા નથી અને અને ખોરાકી, દવા તથા છોકરાના અભ્યાસ તેમજ તમામ બીલ રજુ કરી માંગણી કરેલ તો પણ કોઈ પણ પ્રકારની રકમ આપવામાં આવતી નથી આમ છેલ્લા ૧૨ વર્ષથી મહિલા મોરબીની કોર્ટમાં ન્યાય માટે જજુમી રહી છે અને કોર્ટમાં ભારણ પોષણ માટે જે રકમ ચૂકવવાનો આદેશ કરવામાં આવ્યો છે તે રકમ પણ આપવામાં આવતી ન હોવાથી થોડા સમય પહેલા મહિલાએ આત્મ વિલોપનની ચીમકી ઉચ્ચારી હતી ત્યારે તેના પતિને શોધીને ન્યાય આપવાના બદલે મહિલાની સામે અટકાયતી પગલાં લઈને પોલીસે સંતોષ માની લીધેલ છે.

મોરબી ટુડેમાં પ્રસિદ્ધ થતા સમાચાર વધુમાં વધુ વાંચકો સુધી પહોચે તેવા અમારા પ્રયાસો છે અને અમારા સમાચારની વિશ્વાસનીયતા વધુ હોવાથી જાણીતી વેબ પોર્ટલો તેમાંથી સમાચાર લઈને તેના વાંચકોને પીરસે છે જે મોરબીના હિતમાં છેબી- પોઝીટીવ




Latest News