મોરબીમાં મણીમંદિર પાસે દરગાહનું દબાણ તોડી પાડ્યું, 10 કરોડની સરકારી જમીન દબાણ મુક્ત: જેલ રોડે ટોળાએ વાહનો-પોલીસની જીપમાં કરી તોડફોડ મોરબી: પી.એમ. સ્વનીધી યોજના અંતર્ગત મહાપાલિકાની યુ.સી.ડી શાખા દ્વારા બેંકર્સ વર્કશોપ યોજાયો ગાંધીનગર ખાતે યોજાયેલ WER (ToT) વર્કશોપમાં હંસાબેન પારધી-જીજ્ઞાસાબેન મેર હાજર રહ્યા મોરબી નક્ષત્ર મલ્ટી સ્પેશીયાલિટી હોસ્પિટલ દ્વારા લાઇફ સેવિંગ માટે પોલીસ વિભાગને સીપીઆર ટ્રેનિંગ અપાઇ વાંકાનેરની પંચાસર ચોકડી ચા પીવા આવેલ દાદા-પૌત્રની સાઇકલને ટ્રક ચાલકે હડફેટે લેતા વૃદ્ધનું મોત મોરબીથી મતદાર યાદી સુધારણાનું ફોર્મ ભરવા માટે વતનમાં જઈ રહેલ આધેડ મહિલાનું માર્ગ અકસ્માતમાં મોત મોરબીમાં એક્ટિવાની ડેકીમાંથી 5 બોટલ દારૂ ઝડપાયો, આરોપીની શોધખોળ: વાંકાનેરમાં 7 બોટલ દારૂ સાથે એક પકડાયો મોરબી સાર્થક વિદ્યા મંદિર ખાતે ગીતા મહોત્સવની ઉજવણી કરાઇ: વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર-શિલ્ડથી આપીને સન્માનિત કર્યા
Breaking news
Morbi Today

સિચાઈની કોઈ સુવિધા જ નથી ?: મોરબી તાલુકમાં માત્ર ચોમાસુ પાક જ લેતા અમરપર ગામના ખેડૂતો વરસાદ ખેચતા દયનીય સ્થિતિમાં


SHARE











સિચાઈની કોઈ સુવિધા જ નથી ?: મોરબી તાલુકમાં માત્ર ચોમાસુ પાક જ લેતા અમરપર ગામના ખેડૂતો વરસાદ ખેચતા દયનીય સ્થિતિમાં

મોરબી તાલુકાના અમરાપર અને તેની આસપાસના ગામમાં ખેડૂતો દ્વારા વરસાદ થયા બાદ વાવણી કરી નાખવામાં આવી હતી જો કેછેલ્લા ૧૫ દિવસથી વરસાદ થયો નથી જેથી કરીને વાવણી કરનારા ખેડૂતો હાલમાં મુશ્કેલીમાં મુકાયા છે કેમ કેઆ વિસ્તારમાં સિચાઈ માટે આજની તારીખે સરકાર દ્વારા કોઈ વ્યવસ્થા કરવામાં આવી નથી અને ખેડૂતો માત્ર ચોમાસુ ખેતી પાક જ લેતા હોય છે ત્યારે જો વધુ વરસાદ પડે તો પણ ખેડૂતો હેરાન થઈ જાય છે અને જો વરસાદ ન પડે તો પણ તેઓના પાકને નુકશાન થતું હોય છે


મોરબી જિલ્લામાં મેઘરાજાએ એન્ટ્રી કર્યા બાદ સારો વરસાદ થશે તેવી આશા સાથે ખેડૂતો દ્વારા તેના ખેતરોમાં વાવણી કરી નાખવામાં આવી હતી જો કેછેલ્લા એક પખવાડિયાથી આકાશમાથી  એક ટીપું પાણી વરસ્યું નથી ત્યારે ખેડૂતોની હાલત કફોડી બની ગયેલ છે કેમ કેઅમરાપર ગામ અને તેની આજુબાજુમાં આવેલા ગામોમાં સિચાઈ માટે આજની તારીખે પણ સરકાર દ્વારા કોઈ વ્યવસ્થા કરવામાં આવી નથી જેથી કરીને ખેડૂતો ૧૨ માહિનામાં માત્ર ચોમાસુ એક જ પાક લઈ શકે છે તેવું અમરાપર ગામના ખેડૂત રાવભાઈ રામભાઇએ જણાવ્યુ છે

અમરાપર ગામના માજી સરપંચ બચુભાઇ ગરચર સાથે વાત કરતાં તેમણે કહ્યું હતું કેમોરબી તાલુકાના અમરાપર ગામની આસપાસમાં કોઈ પણ ડેમ આવેલ નથી અને કોઈ કેનાલનો લાભ પણ અહીના ખેડૂતોને મળતો નથી ત્યારે સરકાર અને કુદરત બને સામે મહેનત કરતો ખેડૂત લાચાર છે તેવું કહીએ તો તેમાં જરાપણ અતિશયોક્તિ નથી હાલમાં ખેડૂતોએ મોંઘાભાવના ખાતર અને બિયારણ લઈને તેના ખેતરા વાવણી ભગવાના ભરોસે કરી દીધી છે જો કેસમયસર જો સારો વરસાદ નહી પડે તો આજની તારીખે જે ખેડૂતોના ખેતરોમાં ઉભા પાક છે તેને મોટા પ્રમાણમાં નુકસાન થવાનું છે

અમરાપર ગામના ખેડુત પરેશભાઇ બાબુભાઇ સાથે વાત કરતાં તેને કહ્યું હતું કે, વરસાદ ખેચાયો છે ત્યારે સ્થાનિક કક્ષાએ સિચાઈ માટેના પાણીનો કોઈ વ્યવસ્થા ન હોવાથી પાણી મળે તેવી કોઈ આશા નથી અને પાણીના અભાવે અત્યારે જે વાવણી કરવામાં આવી છે તે પાક નિષ્ફળ જશે તેમાં શંકાને કોઈ સ્થાન નથી અને જો આ પાક નિષ્ફળ જાય તો ખેડૂતોને બીજા પાકની વાવણી કરવા માટેનો સમય મળશે નહીં તે હકકીત છે

મોરબી તાલુકાનાં અમરાપર ગામના ખેડૂતો દ્વારા તેના ખેતરોમાં તલકપાસમગફળીએરંડા સહિતના પાકોનું વાવેતર કરવામાં આવ્યું છે ત્યારે પાણી સિચાઈ માટે ન હોવાથી વાવણી કરીને બેઠેલા ખેડૂતો મેઘરાજાને બે હાથ જોડીને મન મૂકીને વરસી પાડવા માટે કરબદ્ધ પ્રાર્થના કરી રહ્યા છે તેવું ખેડૂત સુરેશભાઇ પટેલ કહી રહ્યા છે કેમ કેસ્થાનિક લોકોના કહેવા પ્રમાણે ખેડૂતો ચોમાસુ પાક સિવાય બીજો કોઈ પણ પાક લઈ શકતા નથી અને જો ચોમાસુ પાક નિષ્ફળ તો આખું વર્ષ ફેઇલ જશે તે નિશ્ચિત છે

મોરબી ટુડેમાં પ્રસિદ્ધ થતા સમાચાર વધુમાં વધુ વાંચકો સુધી પહોચે તેવા અમારા પ્રયાસો છે અને અમારા સમાચારની વિશ્વાસનીયતા વધુ હોવાથી જાણીતી વેબ પોર્ટલો તેમાંથી સમાચાર લઈને તેના વાંચકોને પીરસે છે જે મોરબીના હિતમાં છેબી- પોઝીટીવ






Latest News