મોરબી નજીક યુવાનની હત્યા કરવાના ગુનામાં વધુ એક આરોપીની ધરપકડ
SHARE
મોરબી નજીક યુવાનની હત્યા કરવાના ગુનામાં વધુ એક આરોપીની ધરપકડ
મોરબી નજીકના લાલપર ગામ પાસે આવેલ શક્તિ ચેમ્બરમાં ઉપરના માળેથી નીચે ફેંકીને થોડા દિવસો પહેલા એક યુવાનની હત્યા કરવામાં આવી હતી જેથી કરીને મૃતક યુવાનના પિતાએ બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે હત્યાની બે શખ્સોની સામે ફરિયાદ નોંધાવી હતી જેના આધારે પોલીસે અગાઉ એક આરોપીને ઝડપી લીધો હતો અને હાલમાં બીજા આરોપીની ધરપકડ કરવામાં આવી છે
બનાવની જાણવા મળતી વિગતો મુજબ મોરબી-વાંકાનેર હાઇવે ઉપર આવેલા લાલપર ગામ પાસે શક્તિ ચેમ્બર-૧ નજીક શનિવારે રાતે યુવાનની હત્યા કરવામાં આવી હતી જે ઘટનામાં મૃતક યુવાનના પિતા ભૂપતભાઇ ટાપુભાઇ સોલંકી (૭૬) રહે, દેવા ભગતની વાવની પાછળ ઇન્દિરાનગર સોસાયટી સુરેન્દ્રનગર વાળાની ફરિયાદ લેવામાં આવી હતી અને તેના દીકરા રણજીત ભૂપતભાઇ સોલંકી (૪૦) રહે, ચેતનભાઈ રબારીની ચા ની હોટલ લખધિરપુર રોડ મૂળ રહે સુરેન્દ્રનગર વાળાની મોરબીમાં તખ્તસિંહજી રોડ ઉપર આવેલ પૂનમ કેસેટ પાસે રહેતા જાવેદ ઉર્ફે માયો રસુલભાઇ વાઘર જાતે કચ્છી મિયાણાં અને વજેપર વિસ્તારમાં રહેતા મુન્નો અલારખાભાઇ પરમાર દ્વારા હત્યા કરવામાં આવી છે તેવી તેમણે ફરિયાદ લખાવી હતી જેમાં તેમણે લખાવ્યું હતું કે, તેના દીકરા રણજીત ભૂપતભાઇ સોલંકીને આરોપીઓ ગાળો આપતા હતા જેથી રણજીત સોલંકીએ “તમારા બન્નેથી કશું ન થાય” તેવું કહેતા આરોપીઓએ તેને ઉપાડીને શક્તિ ચેમ્બરની લોબીમાંથી ઉપરના માળેથી નીચે ફેંકી દીધો હતો જેથી તેનું મોત નીપજયું હતું આ ગુનામાં મોરબી બી ડિવિઝન પોલીસ પીઆઇ વિરલ પટેલના માર્ગદર્શન હેઠળ તપાસ કરી રહી હતી અને હત્યના આ બનાવમાં પોલીસે અગાઉ જાવેદ ઉર્ફે માયો રસુલભાઇ વાઘેર જાતે કચ્છી મિયાણાં (૨૮) રહે, મોરબી વાળાની ધરપકડ કરેલ હતી અને હાલમાં મોરબીના વજેપર વિસ્તારમાં મંદિરની પાસે રહેતા આરીફ ઉર્ફે મુન્નો અલારખાભાઇ પરમાર નામના શખ્સની ધરપકડ કરેલ છે