મોરબી રાજપૂત કરણી સેના સેના દ્વારા વાંકાનેરના ધર્મેન્દ્રસિંહ ઝાલાનું કરાયું સન્માન
મોરબી જિલ્લામાં કોરોનામાં મૃત્યુ પામેલા લોકોના સ્વજનોને સાંત્વના પાઠવવા સાથે જાગૃતિ અભિયાન
SHARE
મોરબી જિલ્લામાં કોરોનામાં મૃત્યુ પામેલા લોકોના સ્વજનોને સાંત્વના પાઠવવા સાથે જાગૃતિ અભિયાન
કોરોનાની બીજી લહેરની ભયંકર અસરને ધ્યાને લઈને સંભવિત ત્રીજી લહેરના આવે અને કદાચ આવે તો પણ તેમાં ખુબ જ ઓછા લોકો તેનાથી પ્રભાવિત થાય તેમજ લોકોનું કોરોનાથી કેવી રીતે રક્ષણ થાય તે બાબતે બચાવ તેમજ સાવચેતીના પગલાની સમજુતીના શુભ આશયથી રાજીવ ગાંધી પંચાયતી રાજ સંગઠનના રાષ્ટ્રીય અધ્યક્ષા મીનાક્ષી નટરાજનજીના આદેશથી ડોર ટુ ડોર સંપર્ક તેમજ મૃતકોના સ્વજનોને સાંત્વના પાઠવવાના કાર્યક્રમો સમગ્ર દેશમાં શરુ કરવામાં આવેલ છે.
તે અંતર્ગત ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિતભાઈ ચાવડાજી તેમજ વિધાનસભા વિરોધ પક્ષના નેતા પરેશભાઈ ધાનાણીજીના આદેશ અનસાર સમગ્ર ગુજરાત ભરમાં આ મુહિમ ચાલુ કરવાના ભાગ રૂપે રાજીવ ગાંધી પંચાયતી રાજ સંગઠનના સેક્રેટરી અને સૌરાષ્ટ્ર ઇન્ચાર્જ કાન્તિલાલ ડી. બાવરવા તેમજ ક્રિષ્ના પટેલ દ્વારા મોરબી જીલ્લાના વિવિધ વિસ્તારોમાં ડોર ટુ ડોર સંપર્ક ચાલુ કરવામાં આવેલ છે. અને આજ સુધીમાં કાંતિપુર, બીલીયા, નાનાભેલા, ખીરસરા, તરઘડી જેવા ગામો તેમજ મોરબી નગર પાલિકા વોર્ડ નં. ૪ ના વિવિધ વિસ્તારમાં આ સંપર્ક કરવામાં આવેલ છે અને હજુ પણ જુદા જુદા ગામોમાં તેમજ શહેરના વિવિધ વિસ્તારોમાં આ કાર્ય દરરોજ ચાલુ જ છે.
આ કાર્યમાં લોકોને કોરોનાથી કેવી રીતે બચવું, માસ્ક પહેરવું, સોશિયલ ડિસ્ટન્સ રાખવું, વારંવાર હાથ ધોવા, ઉપરાંત કોરોના થયો હોય ત્યારે કેવી રીતે કાળજી લેવી તેમજ વેક્સીન અવશ્ય લેવા સમજાવવામાં આવે છે. તેમજ મૃતકોના સ્વજનોને સાંત્વના પણ પાઠવવામાં આવે છે. આ કાર્ય મોરબી જીલ્લાના દરેક ગામ અને શહેરોમાં જુદી જુદી ટીમો દ્વારા દરેક ઘર સુધી પહોચવાની નેમ સાથે ચાલી રહ્યું છે. આ સાથે પ્રદેશ સમિતિ દ્વારા છપાવવામાં આવેલ એક માહિતી પત્રિકાનું વિતરણ પણ દરેક ઘરે કરવામાં આવી રહ્યું છે આટલું જ નહિ આ કાર્યમાં સેવાભાવી લોકો હોંશભેર જોડાઈને પોતાનું યોગદાન આપી રહ્યા છે