મોરબીમાં મણીમંદિર પાસે દરગાહનું દબાણ તોડી પાડ્યું, 10 કરોડની સરકારી જમીન દબાણ મુક્ત: જેલ રોડે ટોળાએ વાહનો-પોલીસની જીપમાં કરી તોડફોડ મોરબી: પી.એમ. સ્વનીધી યોજના અંતર્ગત મહાપાલિકાની યુ.સી.ડી શાખા દ્વારા બેંકર્સ વર્કશોપ યોજાયો ગાંધીનગર ખાતે યોજાયેલ WER (ToT) વર્કશોપમાં હંસાબેન પારધી-જીજ્ઞાસાબેન મેર હાજર રહ્યા મોરબી નક્ષત્ર મલ્ટી સ્પેશીયાલિટી હોસ્પિટલ દ્વારા લાઇફ સેવિંગ માટે પોલીસ વિભાગને સીપીઆર ટ્રેનિંગ અપાઇ વાંકાનેરની પંચાસર ચોકડી ચા પીવા આવેલ દાદા-પૌત્રની સાઇકલને ટ્રક ચાલકે હડફેટે લેતા વૃદ્ધનું મોત મોરબીથી મતદાર યાદી સુધારણાનું ફોર્મ ભરવા માટે વતનમાં જઈ રહેલ આધેડ મહિલાનું માર્ગ અકસ્માતમાં મોત મોરબીમાં એક્ટિવાની ડેકીમાંથી 5 બોટલ દારૂ ઝડપાયો, આરોપીની શોધખોળ: વાંકાનેરમાં 7 બોટલ દારૂ સાથે એક પકડાયો મોરબી સાર્થક વિદ્યા મંદિર ખાતે ગીતા મહોત્સવની ઉજવણી કરાઇ: વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર-શિલ્ડથી આપીને સન્માનિત કર્યા
Breaking news
Morbi Today

ટંકારાના ખેડૂતો માટે ચેકડેમ, ખેત તલાવડા રિપેરીંગ માટે ઝુંબેશ


SHARE











ટંકારાના ખેડૂતો માટે ચેકડેમખેત તલાવડા રિપેરીંગ માટે ઝુંબેશ

ચૂંટણી સમયે એક બીજાના કટ્ટર હરીફ તરીકે પ્રજા સામે આવતા રાજકીય નેતાઓ પ્રજાના પ્રશ્ને જો એક બને તો ખરેખર પ્રજાના પ્રશ્ન ચપટી વગાડતા ઉકેલી શકાય છે. આવું જ એક ઉદાહરણ ટંકારાના ભાજપ અને કોંગ્રેસના ચૂંટાયેલા સદસ્યોએ પૂરું પાડ્યું છે. ચેકડેમ અને તૂટેલા ખેત તલાવડા પ્રશ્ને કોંગ્રેસના જિલ્લા પંચાયત સદસ્ય ભુપતભાઈ ગોધાણી અને ભાજપના નથુભાઈ કડીવાર એક બનીને કામ કરી રહ્યા હોય વર્ષો જુનો પ્રશ્ન ઉકેલાવાની લોકોને આશા બંધાઈ છે. 

ટંકારા બેઠકના જીલ્લા પંચાયતના કૉંગ્રેસના સદસ્ય ભુપતભાઇ ગોધાણી અને ભાજપના મહિલા સદસ્યના પતિ દ્વારા નાનીસિચાઈ વિભાગના અધિકારીઓ સાથે રાખી ટંકારા તાલુકામાં અતિવૃષ્ટિથી ટુટી ગયેલ ખેત તલાવડા કોઝવેનુ નિરીક્ષણ કરી એસ્ટિમેટ તૈયાર કર્યું છે. ત્રણ વર્ષથી ટુટેલી પાઝને કારણે વરસાદનું પાણી વેડફાઇ જતુ હોય બન્ને આગેવાનોએ ખેડૂતોનું હિત વિચારી મહત્વની કામગીરી હાથ ઉપર લીધી છે. જીલ્લા પંચાયત હસ્તકની નાનીસિચાઈ યોજના હેઠળ શહેરના વાડી વિસ્તારમાં વરસાદી પાણી સંગહ માટે બનાવેલ તલાવડા પાઝ અતિશય વરસાદ કારણે તૂટી ગયા બાદ ખેડૂતની અનેક રજૂઆતો કરી હોય જીલ્લા પંચાયતના સદસ્ય ભુપત ગોધાણી અને નથુભાઈ કડીવાર લગત વિભાગના અધિકારી માલવિયા સાથે સ્થળ ઉપર પહોંચી જાત નિરીક્ષણ કર્યું હતું અને એસ્ટિમેટ મુકી આગામી દિવસોમાં આ કામ શરૂ કરવા સુચના પણ આપવામાં આવી હતી.

 






Latest News