મોરબીમાંથી ચોરી કરેલા 6 બાઇક સાથે આરોપીની ધરપકડ મોરબી જીલ્લામાં ભાજપના નવ મંડલોનું વિભાજન: હવે જીલ્લાના 15 યુવા આગેવાનોને મળશે પ્રમુખ બનાવની તક મોરબી જિલ્લા પેન્શનર સમાજની સામાન્ય સભા યોજાશે મોરબીના જલારામ મંદિરે રાહતદરે અડદિયા-ચીકીનું વિતરણ શરૂ ગુડ જોબ: મોરબી મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા જરૂરિયાતમંદ પરિવારની દીકરીના લગ્ન માટે કરિયાવર આપ્યો મોરબીમાં મારામારી-દારૂના ગુનામાં સંડોવાયેલા બે શખ્સ પાસા હેઠળ જેલ હવાલે મોરબીમાં 26 માં હિન્દુ મુસ્લિમ સમુહલગ્નનુ બાવા એહમદશા ગ્રુપ દ્વારા આયોજન મોરબી: ભોજાણી પરીવાર દ્વારા પુત્રના જન્મદિવસ પ્રેરણાદાયી ઉજવણી
Morbi Today

મોરબી જિલ્લાના જુના દેવળીયા કુમાર પે.સેન્ટર શાળા શાળાના શિક્ષકો દ્વારા શેરીમાં શિક્ષણ


SHARE











મોરબી જિલ્લાના જુના દેવળીયા કુમાર પે.સેન્ટર શાળા શાળાના શિક્ષકો દ્વારા શેરીમાં શિક્ષણ

કોરોનાને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા હાલમાં શાળાઓ બંધ રાખવામા આવી છે ત્યારે મોરબી જિલ્લાની શાળાઓમાં પ્રત્યક્ષ શિક્ષણ બંધ છે ત્યારે મોરબીની શ્રી જુના દેવળીયા કુમાર પે.સેન્ટર શાળા ના શિક્ષકો દ્વારા શેરીએ શેરીએફળિયે ફળિયે જઈને વિદ્યાર્થીઓને શિક્ષણ આપવામાં આવી રહ્યું છે

હાલ કોરોના કાળના કારણે છેલ્લા દોઢેક વર્ષથી શાળાઓ બંધ છે વિદ્યાર્થીઓને શાળાએ પ્રત્યક્ષ બોલાવવામાં નથી આવતા પણ માઈક્રોસોફ્ટ ટીમ્સ,G.- SHALA ડી.ડી.ગિરનાર જેવા માધ્યમોથી વિદ્યાર્થીઓનું ઓનલાઈન અને વર્ચ્યુઅલ શિક્ષણ થઈ રહ્યું છેપણ ઘણા વિદ્યાર્થીઓ પાસે સ્માર્ટ ફોન,ટી.વી.જેવા સાધનો ન હોય એવા બાળકોનું શિક્ષણ થતું નથી,વળી જે સમજ પ્રત્યક્ષ શિક્ષણ દ્વારા આપી શકાય એ સમજ ઓનલાઈન શિક્ષણ દ્વારા ન જ આપી શકાય અને હાલમાં બ્રિજ કોર્ષ (જ્ઞાનસેતુ) નું કાર્ય પૂર્ણ થયું છે,વિદ્યાર્થીઓએ જ્ઞાનસેતુનું કાર્ય કેવું કરેલ છે?એના મૂલ્યાંકન માટે આગામી ૨૦ જુલાઈના રોજ એકમ કસોટી લેવાની હોય વગેરે બાબતોની સમજ માટે મોરબીની સરકારી શાળાના શિક્ષકો શેરીએ શેરીએ ફળિયે ફળિયે જઈને શિક્ષણ આપી રહ્યા છે,જેથી વિદ્યાર્થીઓમાં ખુબજ ખુશી અને ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે




Latest News