મોરબીમાંથી ચોરી કરેલા 6 બાઇક સાથે આરોપીની ધરપકડ મોરબી જીલ્લામાં ભાજપના નવ મંડલોનું વિભાજન: હવે જીલ્લાના 15 યુવા આગેવાનોને મળશે પ્રમુખ બનાવની તક મોરબી જિલ્લા પેન્શનર સમાજની સામાન્ય સભા યોજાશે મોરબીના જલારામ મંદિરે રાહતદરે અડદિયા-ચીકીનું વિતરણ શરૂ ગુડ જોબ: મોરબી મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા જરૂરિયાતમંદ પરિવારની દીકરીના લગ્ન માટે કરિયાવર આપ્યો મોરબીમાં મારામારી-દારૂના ગુનામાં સંડોવાયેલા બે શખ્સ પાસા હેઠળ જેલ હવાલે મોરબીમાં 26 માં હિન્દુ મુસ્લિમ સમુહલગ્નનુ બાવા એહમદશા ગ્રુપ દ્વારા આયોજન મોરબી: ભોજાણી પરીવાર દ્વારા પુત્રના જન્મદિવસ પ્રેરણાદાયી ઉજવણી
Morbi Today

વાંકાનેર નજીક બાબા રામદેવ હોટલનો સિક્યુરીટી ગાર્ડ ૭૦ બોટલ દારૂ-૧૫ બિયરના ટીન સાથે પકડાયો


SHARE











વાંકાનેર નજીક બાબા રામદેવ હોટલનો સિક્યુરીટી ગાર્ડ ૭૦ બોટલ દારૂ-૧૫ બિયરના ટીન સાથે પકડાયો

વાંકાનેર તાલુકાનાં વઘાસીયા ગામની સીમમાં આવેલ બાબા રામદેવ હોટલનો સિક્યુરીટી ગાર્ડ દારૂનો ધંધો કરતો હોવાની બાતમી મળી હતી જેના આધારે પોલીસે ત્યાં હોટલની બાજુમાં સરકારી ખરાબની જગ્યામાં દારૂની રેડ કરી હતી ત્યારે ૭૦ બોટલ દારૂ અને ૧૫ બિયરના ટીન મળી આવ્યા હતા જેથી કરીને પોલીસે કુલ ર૮૭૫૦ ના મુદામાલ સાથે એક શખ્સની ધરપકડ કરેલ છે. 

વાંકાનેર પોલીસે સ્ટેશનમાં ફરજા બજાવતા હરપાલસિંહ જયેન્દ્રસિંહ પરમાર તથા દીવ્યરાજસિંહ દેવેન્દ્રસિંહ ઝાલાને સંયુકત બાતમી હકીકત મળેલ હતી કે વઘાસીયા ગામની સીમમાં ટોલનાકાથી આગળ મેક્ટાઈલ્સ સીરામીકમાં જવાના રસ્તાની બાજુમાં બાબા રામદેવ હોટલના સિક્યુરીટી વાળા મદનલાલ મીણા રહે. હાલ બાબા રામદેવ હોટલ મુળ રહે. રાજસ્થાન વાળાએ બાબા રામદેવ હોટલની પાછળ ખરાબામાં દારૂનો જથ્થો દાટી રાખ્યો છે અને તેમાથી દારૂનું વેચાણ કરવામાં આવે છે જેથી કરીને ચોકકસ બાતમી આધારે દારૂની રેઈડ કરતા બાબા રામદેવ હોટેલની પાછળના ભાગે ખરાબાની જમીનમાંથી ભારતિય બનાવટની શીલપેક ૭૦ બોટલો તથા ૧૫ બિયરના ટીન મળી આવ્યા હતા જેથી કરીને દારૂ બીયર અને મોબાઈલ સાથે આરોપી મદનલાલ નરસીહરામ જાતે મીણા (ઉ.૨૫) રહે. હાલ વઘાસીયા ટોલનાકા પાસે મેક્ટાઈલ્સ સીરામીકમાં જવાના રસ્તા પાસે બાબારામદેવ હોટલ વાળાની ર૮૭૫૦ ના મુદામાલ સાથે ધરપકડ કરેલ છે આ કામગીરી પીઆઇ એચ.એન.રાઠોડ, હીરાભાઈ તેજાભાઈ મઠીયા, હરપાલસિંહ જયેન્દ્રસિંહ પરમાર, ભરતભાઈ આપાભાઈ ખાંભરા, કૃષ્ણરાજસિંહ પુથ્વીરાજસિંહ ઝાલા, પ્રતિપાલસિંહ અનીરૂધ્ધસિંહ તથા અજીતભાઈ ભુરાભાઈ સોલંકી દ્રારા કરવામાં આવેલ છે.

મોરબી ટુડેમાં પ્રસિદ્ધ થતા સમાચાર વધુમાં વધુ વાંચકો સુધી પહોચે તેવા અમારા પ્રયાસો છે અને અમારા સમાચારની વિશ્વાસનીયતા વધુ હોવાથી જાણીતી વેબ પોર્ટલો તેમાંથી સમાચાર લઈને તેના વાંચકોને પીરસે છે જે મોરબીના હિતમાં છેબી- પોઝીટીવ




Latest News