તસ્કરો બેખોફ, ખાખી સરમિંદા: મોરબીમાં બે દુકાનમાં તાળાં તોડીને ચોરી
વાંકાનેરમાં અગાઉ થયેલ મારમારીનો ખાર રાખીને મિત્રની સગાઈ માટે ગયેલ યુવાન ઉપર છરી વડે હુમલો
SHARE









વાંકાનેરમાં અગાઉ થયેલ મારમારીનો ખાર રાખીને મિત્રની સગાઈ માટે ગયેલ યુવાન ઉપર છરી વડે હુમલો
(શાહરૂખ ચૌહાણ દ્વારા) વાંકાનેર શહેરના કુંભારપરા ભઠ્ઠા વિસ્તારમાં મિત્રની સગાઈ માટે ગયેલ યુવાન સાથે અગાઉ થયેલ ઝઘડાનો ખાર રાખીને એક દ્વારા છરી વડે હુમલો કરવામાં આવ્યો હતો અને તેને ગાળો આપીને તેના હાથ અને પડખાના ભાગે છરીના ઘા ઝીંકી દીધા હતા જેથી ઇજા પામેલા યુવાનને સારવાર માટે આવ્યો હતો અને સારવાર લીધા બાદ યુવાને વાંકાનેર સીટી પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી હતી
જાણવા મળતી વિગત પ્રમાણે વાંકાનેર શહેરમાં સિપાઈ શેરીમાં માતા ચોક પાસે રહેતા સાજીદભાઈ રુસ્તમભાઈ પરમાર જાતે સિપાઈ (ઉંમર ૨૨)એ મોસીન સિકંદરભાઈ શાહમદાર રહે. કુંભારપરા વિસ્તાર વાળાની સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેણે જણાવ્યું છે કે તેના મિત્ર રિયાઝ ભટ્ટીની રાજકોટ ખાતે સગાઈ હોવાથી કુંભારપરામાં તેના ઘર પાસે તે અને તેના મિત્ર બેઠા હતા ત્યારે મોસીન શાહમદાર કે જેની સાથે ફરિયાદી યુવાનને અગાઉ માથાકૂટ થયેલ હતી તેનો ખાર રાખીને તેણે ત્યાં આવીને ગાળો આપી હતી અને ફરિયાદી સાજીદભાઈ પરમારને જમણા હાથ અને પડખાના ભાગે છરી મારી દીધી હતી અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી ઈજા પામેલા યુવાનને સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો અને સારવાર લીધા બાદ તેણે મોસીન સિકંદરભાઈ શાહમદારની સામે ફરીયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે
