રાજ્યની શિક્ષણનીતિ દિશાહિન: મોરબીની શૈક્ષણિક સંસ્થા શિક્ષણમંત્રીને રજૂઆત
તસ્કરો બેખોફ, ખાખી સરમિંદા: મોરબીમાં બે દુકાનમાં તાળાં તોડીને ચોરી
SHARE









તસ્કરો બેખોફ, ખાખી સરમિંદા: મોરબીમાં બે દુકાનમાં તાળાં તોડીને ચોરી
મોરબીના રાજપર રોડ ઉપર આવેલ બે દુકાનને તસ્કરોએ નિશાના બનાવી છે અને કપડા, ગુટકા, માવા અને રોકડ મળીને દોઢ લાખ કરતાં વધુના મુદામાલની ચોરી કરવામાં આવી છે અને મોરબી જીલ્લામાં તસ્કરો બેખોફ હોય અને ખાખી સરમિંદ હોય તેવો ઘાટ સર્જાયો છે
મોરબીના રાજપર રોડ ઉપર રામાપીરના મંદિર સામે આવેલ ઉમિયા પ્રોવિઝન સ્ટોર અને ક્રિષ્ના ગેસ એજન્સી નામની બે દુકાન તસ્કરો દ્વારા તોડવામાં આવી છે અને કરીયાણાની દુકાનમાંથી કપડા, ગુટકા અને માવા સહિતની વસ્તુ લઇ ગયા છે જો કે, ક્રિષ્ના ગેસ એજન્સીમાં હિસાબના રૂપિયા પડ્યા હતા તે ૧.૫૦ લાખ રૂપિયા લઈ ગયા હોવાનું અનવરભાઈ હુશેનભાઈએ જણાવ્યુ છે આ બનાવ અંગે દુકાનદારે મોરબી પોલીસને જાણ કરી હોવાથી પોલીસે આગળની કાર્યવાહી કરેલ છે જો કે, છેલ્લા દિવસોથી જે રીતે સતત ચોરીની ઘટનાઓ બની રહી છે તે જોતાં તસ્કરો જીલ્લામાં બેખોફ હોય અને ખાખી સરમિંદા હોય તેવો ઘાટ જોવા મળી રહયો છે
