મોરબીના રાતાવિરડા ગામે સાપ કરડી જતા પરપ્રાંતીય મજૂર યુવાનનું મોત
મોરબીના પીપળીયા ચોકડી નજીક કારખાનામાં દાઝી ગયેલી મહિલા રાજકોટ ખસેડાઇ
SHARE
મોરબીના પીપળીયા ચોકડી નજીક કારખાનામાં દાઝી ગયેલી મહિલા રાજકોટ ખસેડાઇ
મોરબીના નવલખી હાઇવે પીપળીયા ચોકડી પાસે આવેલા કારખાનામાં ભુસામાં ચાલતાં પગ ભાગે દાજી ગયેલી મહિલાને હાલમાં સારવારમાં રાજકોટ ખસેડવામાં આવી હોવાનું જાણવા મળેલ છે.
મોરબી તાલુકા પોલીસ સૂત્રોના જણાવ્યા પ્રમાણે,મોરબીની પીપળીયા ચોકડી પાસે આવેલ ઈટાલી કંપની નામના યુનિટમાં રહેતા અને મજૂરી કામ કરતાં હંસાબેન મહેશભાઈ જોશી નામની ૪૫ વર્ષીય મહિલા ગત તા.૧૦-૭ ના સવારે સાતેક વાગ્યે કંપનીની અંદર ભુસાના ઢગલામાંથી ચાલીને જતા હતા ત્યારે પગ અને સાથળના ભાગે દાઝી જતા તેઓને મોરબીની સિવિલ હોસ્પિટલે લઈ જવામાં આવ્યા હતાં અને વધુ સારવાર માટે રાજકોટ ખસેડાયા હતા રાજકોટથી તપાસના કાગળો આવતા તાલુકા પોલીસે તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળેલ છે.
યુવાન સારવારમાં
મોરબીના સામાકાંઠે શોભેશ્વર રોડ ઉપર આવેલ વાણીયા સોસાયટીમાં રહેતો રમેશ ભીખાભાઈ પરમાર નામના ૨૭ વર્ષીય યુવાને ઝેરી દવા પી લેતાં તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલે ખસેડવામાં આવ્યો હતો બનાવને પગલે બી ડિવિઝન પોલીસ મથકના ફિરોજભાઈ સુમરાએ પ્રાથમિક તપાસ કરતા તેમા ખુલ્યુ હતુ કે રમેશ પરમારે કોઈ પાસેથી અમુક રૂપિયા હાથઉછીના લીધા હતા જે પરત આપવાના થતા હતા પણ તેની પાસે પૈસાની સગવડ ન હોય તે બાબતે તેણે ઉપરોક્ત પગલું ભરી લીધું હોય હાલ તે હોસ્પિટલ ખાતે સારવાર હેઠળ છે.
મહિલા સારવારમાં
મોરબીના રવાપર ગામે આવેલ બોનીપાર્ક વિસ્તારમાં બનેલ મારામારીના બનાવમાં ઇજાઓ થવાથી વિરલબેન ધર્મેશભાઈ રામાનુજ નામની ૩૮ વર્ષીય મહિલાને સિવિલ હોસ્પિટલ ખાતે સારવારમાં ખસેડવામાં આવી હતી.જ્યારે મોરબીના વેજલપર ગામે રહેતા કાનજીભાઈ રામજીભાઈ ઝીંઝુવાડીયા નામનો યુવાન મોરબીના સામાકાંઠે રામધન આશ્રમ નજીકથી બાઇક લઇને જતો હતો ત્યારે રસ્તામાં બાઈક આડે કુતરૂ ઉતરતાં તેનું બાઈક સ્લીપ થઈ જવાથી કાનજીભાઈ ઝિંઝુવાડીયાને આયુષ હોસ્પિટલ ખાતે સારવારમાં ખસેડાયો હતો.
“મોરબી ટુડે” માં પ્રસિદ્ધ થતા સમાચાર વધુમાં વધુ વાંચકો સુધી પહોચે તેવા અમારા પ્રયાસો છે અને અમારા સમાચારની વિશ્વાસનીયતા વધુ હોવાથી જાણીતી વેબ પોર્ટલો તેમાંથી સમાચાર લઈને તેના વાંચકોને પીરસે છે જે મોરબીના હિતમાં છે “બી- પોઝીટીવ”