મોરબી નજીકથી 2500 લિટર જવલંતશીલ પદાર્થ ભરેલ ટેન્કર અને બે ટ્રક સહિત 72.25 લાખનો મુદામાલ કબ્જે મોરબી મહાનગરપાલિકા દ્વારા વિવિધ ભરતી માટે વોક-ઇન-ઇન્ટરવ્યુ યોજાશે મોરબી મહાનગરપાલિકા દ્વારા ડોર-ટુ-ડોર વેસ્ટ કલેક્શન અને રખડતા ઢોર માટે હેલ્પલાઈન નંબર જાહેર કરાયો મોરબી મહાનગરપાલિકા દ્વારા મચ્છુ-૨ ડેમ ખાતે બોટ ડ્રીલનું આયોજન કરાયું મોરબીના ગાળા ગામ પાસે અકસ્માતમાં આધેડનું મોત, મૃતકની ઓળખ મેળવવા પોલીસ તપાસ શરૂ મોરબીમાં તૂટેલા રોડ રીપેર કરો અને ગટરના ઢાંકણા નાખો તેવી કોંગ્રેસની મહાપાલિકામાં રજૂઆત મોરબીના ઉંચી માંડલ નજીકથી 72 બોટલ દારૂ ભરેલ ઇકો ગાડી ઝડપાઇ વાંકાનેરમાં ઘરે શ્વાસ ચડતા અને છાતીમાં દુખાવો થતા સારવારમાં ખસેડાયેલ યુવાનનું મોત
Breaking news
Morbi Today

મોરબીના જેતપર રોડ ઉપર વાહન અકસ્માતમાં ઘવાયેલા યુવાને રાજકોટ ખસેડાયો


SHARE













મોરબીના જેતપર રોડ ઉપર વાહન અકસ્માતમાં ઘવાયેલા યુવાને રાજકોટ ખસેડાયો

મોરબીના જેતપર રોડ ઉપર ગત મોડી રાત્રીના વાહન અકસ્માતનો બનાવમાં બન્યો હતો જે બનાવમાં ઘવાયેલા યુવાનને મોરબી બાદ વધુ સારવાર માટે રાજકોટ ખાતે લઇ જવાયો હોવાનું જાણવા મળેલ છે.

મોરબી તાલુકા પોલીસ મથકના સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ મોરબીના સામાકાંઠે મહારાણા પ્રતાપ સર્કલ ગુજરાત હાઉસિંગ બોર્ડની પાછળ આવેલ ઋષિકેશ વિદ્યાલય નજીક રહેતો અક્ષય રમેશભાઈ સોરઠીયા નામના ૨૫ વર્ષના યુવાનને જેતપર રોડ ઉપર પીપડી નજીક વાહન અકસ્માતના બનાવમાં ઈજા થઈ હતી. અક્ષય મોટરસાયકલ લઈને જતો હતો ત્યાં રસ્તામાં કોઈ વાહન સાથે તેની અથડામણ થતાં ગંભીર હાલતમાં તેને અહીંની ક્રિષ્ના હોસ્પિટલ ખાતે ગતરાત્રિના સાડા નવેક વાગ્યાના અરસામાં ખસેડાયો હતો જયાં તેને પ્રાથમિક સારવાર આપીને હાલત નાજુક જણાતા વધુ સારવાર માટે રાજકોટ ખસેડાયો હોવાનું જાણવા મળેલ છે.

ફિનાઇલ પી લેતા યુવાન સારવારમાં

મોરબીની લીલાપર ચોકડી પાસે રાજેશ દિલીપભાઇ અઘારા નામના ૩૧ વર્ષીય યુવાને કોઈ કારણોસર ફિનાઇલ પી લેતા તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવ્યો હતો બનાવની જાણ થતા તાલુકા પોલીસ મથકના કે.એમ.સોલગામાએ બનાવ અંગે આગળની તપાસ હાથ ધરી છે. જ્યારે મોરબીના નાની વાવડી ગામે થયેલ મારામારીના બનાવમાં ઇજીઓ થતા જયેશ વાલજીભાઇ સોલંકી નામના ૧૮ વર્ષના યુવાનને પણ સારવાર માટે સિવિલ હોસ્પિટલે ખસેડવામાં આવ્યો હોય તાલુકા પોલીસે બનાવની તપાસ હાથ ધરી છે.

મોરબી ટુડેમાં પ્રસિદ્ધ થતા સમાચાર વધુમાં વધુ વાંચકો સુધી પહોચે તેવા અમારા પ્રયાસો છે અને અમારા સમાચારની વિશ્વાસનીયતા વધુ હોવાથી જાણીતી વેબ પોર્ટલો તેમાંથી સમાચાર લઈને તેના વાંચકોને પીરસે છે જે મોરબીના હિતમાં છેબી- પોઝીટીવ








Latest News