મોરબીમાં સ્નેહની રાખી - સ્વાવલંબનની ડોરની થીમ પર આધારિત પ્રદર્શન-સહ-વેચાણ રાખી મેળાને રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાએ ખુલ્લો મુક્યો રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાની હાજરીમાં મોરબી ખાતે વિભાજનની વિભીષિકા સ્મૃતિ દિવસનો કાર્યક્રમ યોજાયો ટ્રાન્સમિશન લાઇનના કામે ખેડૂતોને વળતર ચૂકવવા મોરબી કલેક્ટર કચેરી ખાતે નવી નીતિ અન્વયે પ્રથમ વખત MRC કમિટી દ્વારા ભાવ નક્કી થયા: ૪૦૦% થી પણ વધુ વળતર ચૂકવાશે મોરબી તાલુકામાં ગેસ કટિંગના ગુનામાં સંડોવાયેલ આરોપી રાજસ્થાનથી પકડાયો મોરબીના મચ્છુ-2 ડેમના દરવાજા ઉપર તિરંગા રોશનીનો શણગાર મોરબીમાં ગેરકાયદે કતલખાના બંધ કરાવીને નોનવેજની લારીઓ, દુકાન અને હોટલમાં ચેકિંગ કરવા હિન્દુ સંગઠનની માંગ મોરબી એબીવીપી દ્વારા JPSC-JSSC પેપર લીક થતાં કરાયું વિરોધ પ્રદર્શન મોરબી જિલ્લા કક્ષાનો સ્વતંત્રત પર્વની પ્રભારી મંત્રી ત્રિકમભાઈ છાંગા ની હાજરીમાં મોટા દહીસરા ગામે કરશે ઉજવણી
Breaking news
Morbi Today

મોરબીના રાતાવિરડા ગામે સાપ કરડી જતા પરપ્રાંતીય મજૂર યુવાનનું મોત 


SHARE







મોરબીના રાતાવિરડા ગામે સાપ કરડી જતા પરપ્રાંતીય મજૂર યુવાનનું મોત 

મોરબીના વાંકાનેર તાલુકાની હદમાં આવેલા રાતાવિરડા ગામે પેપરમીલ નજીક રહીને મજૂરી કામ કરતા પરપ્રાંતિય મજૂર યુવાનને ગત મોડી રાત્રીના સાપ કરડી જતા તેને મોરબીની સિવિલ હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યો હતો જ્યાં તેને મૃત જાહેર કરીને લાશને ફોરેન્સિક પીએમ માટે રાજકોટ ખસેડવામાં આવી હોવાનું જાણવા મળેલ છે. 

મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ વાંકાનેર તાલુકાના રાતાવિરડા ગામે આવેલ દિયાન પેપર મીલ નજીક રહીને મજૂરીકામ કરતા વામ્પુભાઈ ગુડુપ્પાભાઈ એન્ડુકોન્ડાલા નામના ૪૫ વર્ષના પરપ્રાંતિય મજુર યુવાનને ગત રાત્રીના સાપ કરડી ગયો હોવાથી તેને બેભાન હાલતમાં મોરબીની સિવિલ હોસ્પિટલે લાવવામાં આવ્યો હતો જેથી મોરબી સિવિલ હોસ્પિટલના તબીબે તેને જોઈ તપાસીને મૃત જાહેર કરીને એ ડિવિઝન પોલીસને બનાવ સંદર્ભે જાણ કરી હતી અને ફોરેન્સિક પીએમ કરવું જરૂરી હોય હાલમાં વામ્પુભાઈ ગુડુપ્પાભાઈ એન્ડુકોન્ડાલા નામના ૪૫ વર્ષીય પરપ્રાંતીય મજૂરના ડેડબોડીને રાજકોટ ખાતે ફોરેન્સીક પીએમ માટે ખસેડાયો છે અને બનાવ સંદર્ભે વાંકાનેર તાલુકા પોલીસ મથકના હકાભાઇ ચૌહાણે આગળની તપાસ હાથ ધરી છે.

વાહન અકસ્માતમાં ઈજા 

માળિયા-મિંયાણાના સોનગઢ ગામે રહેતો ધીરૂભાઈ ચંદુભાઈ વિરડા નામનો ૨૭ વર્ષનો યુવાન માળીયા હાઈવે ઉપર પુલ નજીકથી બાઇક લઇ જતો હતો ત્યાં રસ્તામાં તેનું બાઇક સ્લીપ થઇ જતાં સર્જાયેલા વાહન અકસ્માતના બનાવમાં ઇજાઓ થતાં ધીરૂભાઈ વિરડાને અહીંની આયુષ હોસ્પિટલ ખાતે સારવાર માટે લાવવામાં આવ્યો છે.

મારામારીમાં ઇજા 

મોરબીના માળિયા મિંયાણા તાલુકાના વિરવિદરકા ગામે રહેતા અજય રમેશ થરેશા (૧૮), નિલેશ વસુભાઇ થરેસા (૩૧) અને ભરત અવચર થરેસા (૪૫) ને મારામારીના બનાવમાં ઇજાઓ થતા તેઓને સારવારમાં અહીંની સિવિલ હોસ્પિટલે ખસેડાયા હતા. જ્યારે મોરબીના રહેવાથી રોહિત જીવરાજભાઇ ઝાલા નામના ૪૦ વર્ષીય યુવાનને ૧૦૮ વડે ઈજાગ્રસ્ત હાલતમાં સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર માટે લાવવામાં આવ્યો હતો.

મોરબી ટુડેમાં પ્રસિદ્ધ થતા સમાચાર વધુમાં વધુ વાંચકો સુધી પહોચે તેવા અમારા પ્રયાસો છે અને અમારા સમાચારની વિશ્વાસનીયતા વધુ હોવાથી જાણીતી વેબ પોર્ટલો તેમાંથી સમાચાર લઈને તેના વાંચકોને પીરસે છે જે મોરબીના હિતમાં છેબી- પોઝીટીવ

 






Latest News