મોરબીના જેતપર રોડ ઉપર વાહન અકસ્માતમાં ઘવાયેલા યુવાને રાજકોટ ખસેડાયો
મોરબીની મચ્છુ નદીમાં રિવરફ્રન્ટ પછી બનાવજો પહેલા ગંદકી દુર કરવો: રમેશભાઈ રબારી
SHARE
![News Image](https://morbitoday.com/assets/blog/1626181562.webp)
![](https://morbitoday.com/assets/images/advertisement/1732078089.jpg)
![](https://morbitoday.com/assets/images/advertisement/1731358188.jpg)
![](https://morbitoday.com/assets/images/advertisement/1726036900.jpg)
![](https://morbitoday.com/assets/images/advertisement/1735991009.jpg)
![](https://morbitoday.com/assets/images/advertisement/1736172568.jpg)
![](https://morbitoday.com/assets/images/advertisement/1738168550.png)
મોરબીની મચ્છુ નદીમાં રિવરફ્રન્ટ પછી બનાવજો પહેલા ગંદકી દુર કરવો: રમેશભાઈ રબારી
મોરબીમાં રહેતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ માલધારી સેલના ઉપપ્રમુખ રમેશભાઇ રબારીએ ધારાસભ્ય બ્રિજેશભાઈ મેરજાને લેખિત રજૂઆત કરીને મોરબી શહેરની મચ્છુ નદી ઉપર રીવર ફ્રન્ટ બનાવતા પહેલા મચ્છુ નદીની ગંદકી સાફ કરીને તેમાં ઉગી નિકળેલ ગાંડી વેલ કઢાવી માટેની માંગ કરેલ છે
મોરબી શહેરમાં આવેલ મચ્છુ નદી હાલમાં ગંદકીથી ખદબદે છે અને તેમાં ગાંડી વેલ ઉગી નિકળેલ છે ત્યારે તાજેતરમાં ધારાસભ્ય દ્વારા મચ્છુ નદી ઉપર રીવર ફન્ટ બનાવવાની જાહેરાત કરેલ છે જેથી કરીને કોંગ્રેસના આગેવાન રમેશભાઇ રબારીએ તેને આવકારી છે અને એવિ ટકોર કરી છે કે, રીવરફ્રન્ટની સુવિધા મોરબીવાસીઓને કયારે મળશે તે તો આવનારો સમય જ બતાવશે પરંતુ આ મચ્છુ નદી મોરબીની પ્રજા માટે આસ્થાનું કેન્દ્ર છે અને નદીની બાજુમાં જ મચ્છુ માતાજીનું મંદિર, મહાપ્રભુજીની બેઠક, સ્વામિનારાયણ મંદિર, શંકર આશ્રમ, વોરાનો હજીરો, વીસીપરા વિસ્તારમાં મેલડી માતાજીનું મંદિર, કેશવાનંદ બાપુનો આશ્રમ આવા અનેક ધાર્મિક સ્થળો મચ્છુ કાંઠે આવેલ છે ત્યાં દર્શને અનેક લોકો આવે છે ત્યારે મચ્છુ નદીની ગંદકી જોઈ લોકોનું માથું શરમથી ઝૂકી જતું હોય છે ત્યારે તમે મચ્છ નદીની ગંદકીને સાફ કરાવવાના બદલે મોરબીની પ્રજાને રીવરફન્ટ બનાવવાનું સપનું બતાવો છો મચ્છુ નદી ઉપર આવેલ મયુર પુલ ના ઉદ્ઘાટન સમયે આજના વડાપ્રધાન અને તે સમયના ગુજરાતના મુખ્યપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ મોરબી મચ્છુ નદીમાં ઝુલતા પુલ પાસે આવેલ પાજને ઉચી બનાવવા જે તે વખતના અધિકારીઓને તેમજ કોન્ટ્રાકટરોને સૂચના આપેલ હતી તે સુચનાનો અમલ આજદિન સુધી થયેલ નથી ત્યારે રીવરફ્રન્ટના સપના કયારે પૂરા થશે તે તો આવનારો સમય જ બતાવશે જો કે, હાલમાં મચ્છુ નદીની ગંદકીની સાફ કરવામાં આવે તેવી માંગ કરી છે
![](https://morbitoday.com/assets/images/advertisement/1735652558.jpg)
![](https://morbitoday.com/assets/images/advertisement/1722835068.jpg)
![](https://morbitoday.com/assets/images/advertisement/1737124052.jpg)