મોરબીના જોન્સનગરમાં નજીવી બાબતે માથાકૂટ: યુવાનના બાઇકને તોડી નાખ્યું
નર્મદાની માળીયા કેનાલમાં ત્રણ દિવસમાં પાણી પહોચાડવા ખેડૂતોએ અધિકારીઓને આપ્યું અલ્ટિમેટમ
SHARE
નર્મદાની માળીયા કેનાલમાં ત્રણ દિવસમાં પાણી પહોચડવા ખેડૂતોએ અધિકારીઓને આપ્યું અલ્ટિમેટમ
મોરબી જિલ્લામાં માળીયા કેનાલના છેવાડાના ગ્રામ્ય વિસ્તારોને હાલમાં પાણીની જરૂરિયાત છે ત્યારે કેનાલ તળિયા ઝાટક છે જેથી ખેડૂતોએ આંદોલનની ચીમકી ઉચ્ચારી હતી જેથી કરીને નર્મદા નિગમના અધિકારી ત્યાં દોડી આવ્યા હતા અને પાણી પહોચડવાની ખાતરી આપી છે જેથી ખેડૂતોએ અધિકારીઓને નર્મદાની માળીયા કેનાલમાં ત્રણ દિવસમાં પાણી પહોચડવા માટેનું અલ્ટિમેટમ આપ્યું છે અને જો ૨૩ મી સુધીમાં પાણી નહિ આવે તો આંદોલન કરવામાં આવશે તેવી ચીમકી પણ ઉચ્ચારી છે
મોરબી જિલ્લામાં ચાલુ વર્ષે ચોમાસા દરમિયાન ખેડૂતોએ પ્રથમ વરસાદ થતાની સાથે જ પોતાના ખેતરોની અંદર જુદા જુદા પાકની વાવણી કરી નાખી હતી અને ત્યાર બાદ પાણી ન મળવાના કારણે હાલમાં પાક મુરજાઇ રહ્યો છે ત્યારે સિંચાઈનું પાણી મળે તે માટે ૨૧ મી થી આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી હતી જો કે, નર્મદા નિગમના અધિકારી ત્યાં દોડી આવ્યા હતા અને પાણી પહોચડવાની ખાતરી આપી છે જેથી ૨૧ એવ આંદોલન કરવાના બદલે ખેડૂતોએ અધિકારીને ૨૩ મી સુધીનું અલ્ટિમેટમ આપ્યું છે અને જો ત્યાં સુધીમાં પાણી નહીં આવે તો આંદોલન કરવામાં આવશે તેવી ચીમકી પણ ઉચ્ચારી છે