નર્મદાની માળીયા કેનાલમાં ત્રણ દિવસમાં પાણી પહોચાડવા ખેડૂતોએ અધિકારીઓને આપ્યું અલ્ટિમેટમ
મોરબીમાં ખાખી પહેરીને રોફ કરતાં બે નકલી પોલીસ ઝડપાયા !
SHARE
મોરબીમાં ખાખી પહેરીને રોફ કરતાં બે નકલી પોલીસ ઝડપાયા !
મોરબી શહેર અને જિલ્લામા પોલીસનો સ્વાંગ રચી લોકો પાસેથી રૂપિયા પડાવવામાં આવે છે તેવી વાત પોલીસના ધ્યાને આવી હતી જેથી કરીને શહેરમાં ખાખી કપડાં પહેરી આંટાફેરા કરતા બે શખ્સને એ ડિવિઝન પોલીસે પકડ્યા હતા અને નકલી પોલીસ બનીને નીકળેલા શખ્સો પોતે બહુરૂપી હોવાનું પોલીસને તેને હાલમાં જણાવ્યુ છે
મોરબી પંથકમાં ખાખી કપડામાં બહુરૂપી તરીકે આંટા મારી લોકો પાસેથી રૂપીયાની માંગણી કરતા હોવાની ફરિયાદ મળી હતી જેથી પીએસઆઇ પી.ડી.પટેલને મળેલી બાતમી આધારે બે શખ્સો ખાખી કપડા પહેરીને ખાટકી ચોક પાસે આંટા મારતા પકડવામાં આવ્યા હતા અને તપાસ કરતા તે બંને બહુરૂપી હોવાનું સામે આવ્યું હતું જો કે, લોકો પાસેથી સ્વેચ્છાએ જે કોઇ રૂપીયા આપે તે કેતા હોવાનું તેમણે પોલીસને જણાવ્યુ હતું. હાલમાં પોલીસે જે બે શખ્સને પકડ્યા હતા તેમાં પ્રેમનાથ દેવનાથ (ઉ..૩૦) રહે. નવલખી ફાટક, પરશુરામ મંદીર પાસે, મુળ રહે.સાધનપુર, એમ.પી તથા પંકજભાઇ રાજેશભાઇ પઢીયાર (ઉ૧૯) રહે. નવલખી ફાટક, પરશુરામ મંદીર પાસે, મુળ રહે. બેટમાજલારા, એમ.પી વાળા હોવાનું સામે આવ્યું છ