મોરબીમાં સર્વે હિન્દુ સંગઠન દ્વારા આયોજિત જન્માષ્ટમીની શોભાયાત્રામાં રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયા સહિત હજારો લોકો જોડાયા વાંકાનેરમાં સોની વેપારીની દુકાનમાંથી 1.85 લાખની સોનાનીબાલીઓની ચોરીના ગુનામાં બે મહિલાની ધરપકડ મોરબી નજીક સિરામિક કારખાનામાં નિયમિત કામે આવવા બાબતે યુવાનને લોખંડના પાઇપ અને ધોકા વડે માર માર્યો મોરબીના પ્રેમજીનગર પાસે રોડ ક્રોસ કરતી બાળકીને આઇસર ચાલકે હડફેટે લેતા ઘટના સ્થળે જ મોત હળવદના દેવીપુર ગામે મકાનના પ્લોટ બાબતે અગાઉ થયેલ બોલાચાલીનો ખાર રાખીને સામસામે મારામારી ટંકારાના વાછકપર ગામે ઝેરી દવા પી ગયેલ બાળકનું મોત: વાંકાનેરના સરધારકા ગામે ઇલેક્ટ્રીક શોર્ટ લાગતા યુવાનનું મોત મોરબીમાં ગૌરક્ષક દળ તેમજ રાજનગર યુવા ગ્રુપ દ્વારા જન્માષ્ટમી મહોત્સવની ભવ્ય ઉજવણી મોરબીમાં મિશન ન્યૂ ઇન્ડિયાની ટીમ દ્વારા સફાઈ કર્મચારીઓનું કરાયું સન્માન
Breaking news
Morbi Today

મોરબી પાલિકા હવે હોંડીગ્સની આવક ઊભી કરશે : ધારાસભ્ય-પ્રમુખની હાજરીમાં બેઠક યોજાઇ


SHARE





મોરબી પાલિકા હવે હોંડીગ્સની આવક ઊભી કરશે : ધારાસભ્ય-પ્રમુખની હાજરીમાં બેઠક યોજાઇ

મોરબીમાં હોર્ડિંગ્સનું જંગલ હોય તેમાં આડેધડ હોર્ડીંગ ઊભા કરી નાખવામાં આવ્યા છે જો કે, તેમાથી પાલિકાને હાલમાં એક પણ રૂપિયાની આવક નથી અને જાહેરાત એજન્સીઓને મોકળું મેદાન મળી ગયું છે ત્યારે પાલિકામાં ધારાસભ્ય અને પ્રમુખ સહિતના પદાધિકારીઓની હાજરીમાં બેઠક મળી હતી જેમાં હોર્ડિંગ્સમાંથી આવક ઊભી કરવા માટેનું આયોજન કરવામાં આવ્યું છે

મોરબીના ધારાસભ્ય બ્રિજેશ મેરજા અને પાલિકાના પ્રમુખ કુસુમબેન કે.પરમારની હાજરીમાં પાલિકામાં બેઠક મળી હતી જેમાં અધિકારીને શહેરી વિસ્તારમાં વિજપોલ અને હોર્ડિંગ્સ ઉપર જાહેરાત આપવા માટેની તાત્કાલિક પોલિસી બનાવવા માટે કહ્યું હતું અને પાલિકાની આવકમાં વધારો કરવા માટે સૂચના આપી છે તેમજ વીજ કંપનીના વાયરો તેમજ સ્ટ્રીટ લાઈટના વાયરો અન્ડર ગ્રાઉન્ડ કરવા, સામાકાંઠે ફાયર સ્ટેશન બનાવવા, પંચાસર રોડ (માધાપર) તથા સામાકાંઠે સ્મશાનમાં ભઠ્ઠીની મંજૂરી મળી ગઈ છે માટે આગળની કાર્યવાહી કરવા અને વિશિપરા સ્મશાન માટે સ્પે. દરખાસ્ત કરવા તેમજ ૧૧૫ વાડી વિસ્તારમાં પ્રાથમિક સુવિધાના પ્રશ્ને જરૂરી કામ કરવા માટે સૂચના આપવામાં આવી છે




Latest News