મોરબી પાલિકા હવે હોંડીગ્સની આવક ઊભી કરશે : ધારાસભ્ય-પ્રમુખની હાજરીમાં બેઠક યોજાઇ
મોરબીના જીવાપર (ચ) ગામે “ચટ મંગની પટ સાદી”: પાટીદાર પરિવારમાં ઘડિયા લગ્ન સંપન્ન
SHARE
મોરબીના જીવાપર (ચ) ગામે “ચટ મંગની પટ સાદી”: પાટીદાર પરિવારમાં ઘડિયા લગ્ન સંપન્ન
વર્તમાન સમયમાં મોંઘવારી ખુબ જ વધી ગઈ છે ત્યારે ખોટા ખર્ચા સામાન્ય નાગરિક હોય કે ઉદ્યોગપતિ કોઈને પરવડે તેમ નથી તે હક્કિત છે ત્યારે મોરબીના પંથકમાં પાટીદાર સમાજ દ્વારા છેલ્લા ઘણા સમયથી ઘડિયાલગ્નની નવી ક્રાંતિ લઇ આવવામાં આવી છે જો કે, કોરોના દરમ્યાન તે ઘડિયા લગ્નો હમણાં બંધ હતા પરંતુ મોરબીના જીવાપર (ચ) ગામે “ચટ મંગની પટ સાદી” પાટીદાર પરિવારમાં ઘડિયા લગ્ન સંપન્ન કરવામાં આવ્યા છે જેની મળતી માહિતી મુજબ બગથળા ગામના રહેવાસી મનોજ અંબારામભાઇ કોરડીયાની દીકરી નિપાબેનનો સબંધ જીવાપર (ચ) ગામે શૈલેષભાઈ ડાયાભાઇ કાલરિયાના દીકરા આદેશકુમાર સાથે નક્કી કરવામાં આવ્યો હતો અને બંને પરિવારો સગાઈ માટે એકત્રિત થયા હતા ત્યારે બન્ને પરિવારના વડીલો દ્વારા સગાઈના પ્રસંગમાં જ લગ્ન કરવાનું વિચારવામાં આવ્યું હતું અને તેના માટે યુવક અને યુવતીએ પણ તૈયારી દર્શાવતા સગાઈના પ્રસંગમાં જ યુવક યુવતીના લગ્ન કરી “ચટ મંગની પટ સાદી”ની ઉક્તિને સાર્થક કરી હતી