મોરબીના નીચી માંડલ-વાંકડા ગામ વચ્ચે અકસ્માત કરીને પિતા-પુત્ર મારી નાખવાની ઘટનાનો પર્દાફાશ: 3 આરોપીની ધરપકડ હળવદ આઈ.ટી.આઈ. ખાતે ૧૦ જુલાઈએ ઔદ્યોગિક ભરતી મેળાનું આયોજન મોરબી જિલ્લામાં યુવા આપદામિત્ર સ્કીમ હેઠળ ૫૫ યુવાનોને તાલીમ અપાઈ મોરબીના ગોડાઉનમાં લાગેલી આગ ચાર દિવસે પણ ચાલુ !: હિટાચી મશીનથી બળેલ મગફળી હટાવવાનું કામ શરૂ ખેડૂત આંદોલન પાર્ટ 3 થી મોરબીના મનોજ પનારાને દૂર રાખવા ટ્રસ્ટની ગૌશાળાને ફટકારી દબાણ હટાવવાની નોટીસ મોરબી ટીંબડીના બાલાજી પાર્ક સહિતની સોસાયટીઓમાં ગેસ કંપની સામે રોષ, પૈસાના લીધા બાદ પણ ગેસ કનેશન ન અપાયા મોરબીમાં જુદાજુદા બે બનાવમાં પરણીતા અને યુવતી પ્રેમ સંબંધમાં ગુમ થઇ હોવાનું ખુલ્યુ મોરબીમાં કારચાલકોની ખરાબ આદત કોઇ માટે જીવલેણ સાબિત થશે, કાર ચાલકે દરવાજો ખોલતાં બાઈક સવાર સારવારમાં
Breaking news
Morbi Today

મોરબીના જેતપર ગામેથી ૩૦ બોટલ દારૂ પકડાયો, આરોપી છનનન


SHARE







મોરબીના જેતપર ગામેથી ૩૦ બોટલ દારૂ પકડાયો, આરોપી છનનન

મોરબી તાલુકાના જેતપર (મચ્છુ) ગામે તળાવ નજીક દારૂનો જથ્થો છુપાવાયો હોવાની બાતમી મળતા તાલુકા પોલીસે રેડ કરી હતી ત્યાંથી ૩૦ બોટલ દારૂ મળી આવ્યો હતો.જો કે બુટલેગર હાથ લાગ્યો ન હોય તેની શોધખોળ હાથ ધરવામાં આવી છે.

મોરબી તાલુકા પોલીસ મથકના સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ મોરબી તાલુકાના જેતપર (મચ્છુ) ગામે જીઈબી કચેરીની પાછળ તળાવના કાંઠે બાવળની કાંટમાં દારૂનો જથ્થો છુપાવવામાં આવ્યો હોવાની બાતમી મળી હતી જેથી કરીને ત્યાં પોલીસ સ્ટાફ દ્વારા રેડ કરવામાં આવતા ત્યાં થૈલામાં ભરેલી ૩૦ બોટલ દારૂ કિંમત રૂપિયા ૧૧,૨૫૦ નો મુદ્દામાલ મળી આવ્યો હતો અને દારૂના જથ્થામાં કિરણ ગોરધન મકવાણા રહે.જેતપર(મચ્છુ) તાલુકો જીલ્લો મોરબીનું નામ ખુલ્યુ હોય તેની સામે પ્રોહીબીશન એકટ મુજબ ગુનો દાખલ કર્યો છે.જોકે સ્થળ ઉપરથી કિરણ મકવાણા પકડાયો ન હોય તેને ઝડપી પાડવા માટે મોરબી તાલુકા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે.બીટ જમાદાર આર.બી.વ્યાસ તપાસ ચલાવી રહ્યા છે.

ઝેરી દવા પી લેતા સારવારમાં

હળવદ તાલુકાના ડુંગરપુર ગામે રહેતા ધવલ કુકાભાઈ દલસાણીયા નામના ૨૪ વર્ષના યુવાને કોઈ અગમ્ય કારણોસર તેના ઘેર ઝેરી દવા પી લેતા તેને સારવાર માટે અહીંની મંગલમ હોસ્પિટલે ખસેડાયો હતો બનાવને પગલે મોરબી સીટી એ ડિવિઝન પોલીસ મથકના વી.પી.છાસીયાએ બનાવની નોંધ કરી બનાવ સંદર્ભે આગળની તપાસ અર્થે હળવદ પોલીસને બનાવની જાણ કરી હતી.

જ્યારે મોરબીના હળવદ રોડ ઉપર ઘુંટુ ગામ પાસે આવેલ હરિઓમ પાર્ક સોસાયટીમાં રહેતા દિનેશભાઇ ધરમશીભાઈ ભીમાણી નામના ૫૪ વર્ષીય આધેડ બાઈક લઈને વાંકાનેર હાઇવે ઉપરથી જતા હતા ત્યારે તેઓનું બાઈક સ્લીપ થઈ જવાથી સર્જાયેલા વાહન અકસ્માતના બનાવમાં ઈજાગ્રસ્ત થયેલા દિનેશભાઈ ભીમાણીને સારવારમાં ખસેડવામાં આવ્યા હતા.બનાવ વાંકાનેર તાલુકાની હદમાં બન્ય હોય મોરબી એ ડિવિઝન પોલીસ મથકના વી.પી.છાસીયાએ પ્રાથમિક તપાસ કરીને વાંકાનેર તાલુકા પોલીસને બનાવ અંગે જાણ કરી હતી.

મોરબી ટુડેમાં પ્રસિદ્ધ થતા સમાચાર વધુમાં વધુ વાંચકો સુધી પહોચે તેવા અમારા પ્રયાસો છે અને અમારા સમાચારની વિશ્વાસનીયતા વધુ હોવાથી જાણીતી વેબ પોર્ટલો તેમાંથી સમાચાર લઈને તેના વાંચકોને પીરસે છે જે મોરબીના હિતમાં છેબી- પોઝીટીવ






Latest News