હળવદના ટીકર ગામે જાહેરમાં જુગાર રમતા નવ ઝડપાયા મોરબીમાં સર્વે હિન્દુ સંગઠન દ્વારા આયોજિત જન્માષ્ટમીની શોભાયાત્રામાં રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયા સહિત હજારો લોકો જોડાયા વાંકાનેરમાં સોની વેપારીની દુકાનમાંથી 1.85 લાખની સોનાનીબાલીઓની ચોરીના ગુનામાં બે મહિલાની ધરપકડ મોરબી નજીક સિરામિક કારખાનામાં નિયમિત કામે આવવા બાબતે યુવાનને લોખંડના પાઇપ અને ધોકા વડે માર માર્યો મોરબીના પ્રેમજીનગર પાસે રોડ ક્રોસ કરતી બાળકીને આઇસર ચાલકે હડફેટે લેતા ઘટના સ્થળે જ મોત હળવદના દેવીપુર ગામે મકાનના પ્લોટ બાબતે અગાઉ થયેલ બોલાચાલીનો ખાર રાખીને સામસામે મારામારી ટંકારાના વાછકપર ગામે ઝેરી દવા પી ગયેલ બાળકનું મોત: વાંકાનેરના સરધારકા ગામે ઇલેક્ટ્રીક શોર્ટ લાગતા યુવાનનું મોત મોરબીમાં ગૌરક્ષક દળ તેમજ રાજનગર યુવા ગ્રુપ દ્વારા જન્માષ્ટમી મહોત્સવની ભવ્ય ઉજવણી
Breaking news
Morbi Today

મોરબીના સનાળા ગામે નશાની હાલતમાં યુવાન એસિડ પી જતાં સારવારમાં ખસેડાયો


SHARE





મોરબીના સનાળા ગામે નશાની હાલતમાં યુવાન એસિડ પી જતાં સારવારમાં ખસેડાયો

મોરબીના સનાળા ગામે રહેતો યુવાન પોતાના ઘરે હતો ત્યારે નશાની હાલતમાં તે એસિડ પી ગયો હતો જેથી કરીને તેને સારવાર માટે મોરબી અને ત્યાંથી વધુ સારવાર માટે હાલમાં રાજકોટ લઈને ગયા છે અને રાજકોટ સિવિલ હોસ્પિટલ મારફતે આ બનાવવાની મોરબી સીટી એ ડિવિઝન પોલીસને જાણ કરવા માટેની કવાયત હાથ ધરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મોરબી નજીકના સનાળા ગામે રહેતા ખીમજીભાઇ સોલંકીનો દીકરો મયુર (૨૪) એસિડ પી ગયો હોવાથી તેને સારવાર માટે પ્રથમ મોરબી અને ત્યાંથી વધુ સારવાર માટે તાત્કાલિક રાજકોટ ખાતે લઈ ગયા છે અને હાલમાં તે સારવાર હેઠળ હોવાનું જાણવા મળ્યું છે વધુમાં રાજકોટ સિવિલ હોસ્પિટલ મારફતે આ બનાવવાની મોરબી સીટી એ ડિવિઝન પોલીસને જાણ કરવા માટેની કવાયત શરૂ કરવામાં આવી છે અને આ બનાવ અંગે મયુરના પિતા ખીમજીભાઈ સોલંકી સાથે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે મયુરને નશાની આદત હોય તેણે નશાની હાલતમાં એસિડ પી લીધું હતું અને જ્યારે શરીરમાં બળતરા શરૂ થઈ ત્યારે તેને ખબર પડી કે તે એસિડ પી ગયેલ છે જેથી કરીને તાત્કાલિક હાલમાં સારવાર માટે લઈને આવ્યા છીએ

અકસ્માતમાં ઇજા
મોરબીના લીલાપર કેનાલ રોડ ઉપર લાડલી પાર્ટી પ્લોટ પાસેથી લીલાપર ગામે પ્રકાશનગર સોસાયટીમાં રહેતા જય મોહનભાઈ ચાવડા (૨૨) નામનો યુવાન પોતાનું બાઈક નંબર જીજે ૩ ડિએચ ૪૯૨૧ લઈને પસાર થતો હતો ત્યારે બાઈક નંબર જીજે ૩૬ એન ૮૩૩૮ ના ચાલકે બેફિકરાઈથી બાઇક ચલાવીને તેનું બાઈક જય ચાવડાના બાઇક સાથે અથડાવ્યું હતું જેથી કરીને જય ચાવડા નીચે પટકાતાં તેને હાથે પગે એને શરીરે ઇજાઓ થઈ હોવાથી તેને સારવારમાં ખસેડવામાં આવ્યો હતો અને અકસ્માત સર્જીને બાઈક ચાલક ત્યાંથી નાસી ગયો હોય તેની સામે હાલમાં જય ચાવડાએ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે




Latest News