હળવદના ટીકર ગામે જાહેરમાં જુગાર રમતા નવ ઝડપાયા મોરબીમાં સર્વે હિન્દુ સંગઠન દ્વારા આયોજિત જન્માષ્ટમીની શોભાયાત્રામાં રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયા સહિત હજારો લોકો જોડાયા વાંકાનેરમાં સોની વેપારીની દુકાનમાંથી 1.85 લાખની સોનાનીબાલીઓની ચોરીના ગુનામાં બે મહિલાની ધરપકડ મોરબી નજીક સિરામિક કારખાનામાં નિયમિત કામે આવવા બાબતે યુવાનને લોખંડના પાઇપ અને ધોકા વડે માર માર્યો મોરબીના પ્રેમજીનગર પાસે રોડ ક્રોસ કરતી બાળકીને આઇસર ચાલકે હડફેટે લેતા ઘટના સ્થળે જ મોત હળવદના દેવીપુર ગામે મકાનના પ્લોટ બાબતે અગાઉ થયેલ બોલાચાલીનો ખાર રાખીને સામસામે મારામારી ટંકારાના વાછકપર ગામે ઝેરી દવા પી ગયેલ બાળકનું મોત: વાંકાનેરના સરધારકા ગામે ઇલેક્ટ્રીક શોર્ટ લાગતા યુવાનનું મોત મોરબીમાં ગૌરક્ષક દળ તેમજ રાજનગર યુવા ગ્રુપ દ્વારા જન્માષ્ટમી મહોત્સવની ભવ્ય ઉજવણી
Breaking news
Morbi Today

મોરબીમાં પોકસોના કાયદા હેઠળ ધરપકડ કરાયેલ આરોપીનો સેસન્સ કોર્ટમાંથી જામીન ઉપર છુટકારો


SHARE





મોરબીમાં પોકસોના કાયદા હેઠળ ધરપકડ કરાયેલ આરોપીનો સેસન્સ કોર્ટમાંથી જામીન ઉપર છુટકારો

મોરબી તાલુકા પોલીસે ફરીયાદીની એવી ફરીયાદ ૫૨થી કે આ કામના આરોપીએ ફરીયાદીની સગીર વયની દીકરીને લલચાવી ફોસલાવી જાતીય સતામણી ક૨વાના ઈરાદેથી ભગાડી લઈ જઈ ગુનો કરેલ હોય તાલુકા પોલીસે આરોપી ભાવેશ રાજુભાઈ રાવત વીરુધ્ધ ગુનો નોંધી ધરપકડ કરવામા આવેલી. આરોપી તરફે મોરબી જીલ્લાના સીનીયર ધારાશાસ્ત્રી દીલીપ આર. અગેચાણીયા રોકાયા હતા.

આ આરોપી તરફ દલીલ કરવામાં આવેલી કે આરોપી તદન નૌદોષ છે. ખોટી ફરીયાદ આધારે પોલીસે ખોટી રીતે આરોપીઓને ગંભીર ગુનામાં સંડોવી દીધેલ છે. આ કામમાં આરોપીએ ફરીયાદીની સગીર વયની દીકરીને લલચાવી ફોસલાવી જાતીય સતામણી કરવાના ઈરાદેથી ભગાડેલ નથી. આરોપીનો કોઈ ગુનાહીત ભુતકાળ ધરાવતા નથી. પ્રથમ દર્શનીય રીતે આરોપીની આ ગુનામાં સંડોવણી નથી. તેમજ બેઈલ માટેના વીવીધ ચુકાદાઓ રજુ કરેલ. આરોપી પક્ષની દલીલ માન્ય રાખી આરોપીને શરતી જામીન પર છોડવાનો હુકમ કરેલ. આ કામમાં આરોપી તરફે મોરબી જીલ્લાના સીનીયર ધારાશાસ્ત્રી દીલીપભાઈ અગેચાણીયા, જે.ડી. સોલંકી, જીતેન અગેચાણીયા, મોનીકાબેન ગોલતર, હીતેશ પરમાર, મનીષા સોલંકી, દીવ્યા સીતાપરા, ડીમ્પલ રુપાલા રોકાયેલા હતા




Latest News