હળવદના ટીકર ગામે જાહેરમાં જુગાર રમતા નવ ઝડપાયા મોરબીમાં સર્વે હિન્દુ સંગઠન દ્વારા આયોજિત જન્માષ્ટમીની શોભાયાત્રામાં રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયા સહિત હજારો લોકો જોડાયા વાંકાનેરમાં સોની વેપારીની દુકાનમાંથી 1.85 લાખની સોનાનીબાલીઓની ચોરીના ગુનામાં બે મહિલાની ધરપકડ મોરબી નજીક સિરામિક કારખાનામાં નિયમિત કામે આવવા બાબતે યુવાનને લોખંડના પાઇપ અને ધોકા વડે માર માર્યો મોરબીના પ્રેમજીનગર પાસે રોડ ક્રોસ કરતી બાળકીને આઇસર ચાલકે હડફેટે લેતા ઘટના સ્થળે જ મોત હળવદના દેવીપુર ગામે મકાનના પ્લોટ બાબતે અગાઉ થયેલ બોલાચાલીનો ખાર રાખીને સામસામે મારામારી ટંકારાના વાછકપર ગામે ઝેરી દવા પી ગયેલ બાળકનું મોત: વાંકાનેરના સરધારકા ગામે ઇલેક્ટ્રીક શોર્ટ લાગતા યુવાનનું મોત મોરબીમાં ગૌરક્ષક દળ તેમજ રાજનગર યુવા ગ્રુપ દ્વારા જન્માષ્ટમી મહોત્સવની ભવ્ય ઉજવણી
Breaking news
Morbi Today

મોરબી જિલ્લામાં ગાંજાના ગુનામાં પકડાયેલ આરોપી જામીન મુક્ત


SHARE





મોરબી જિલ્લામાં ગાંજાના ગુનામાં પકડાયેલ આરોપી જામીન મુક્ત

મોરબી જિલ્લા એસઓજી ટીમ દ્વારા મહિલા આરોપીની ગાંજાના જથ્થા સાથે વાંકાનેર તાલુકમાંથી અગાઉ ધરપકડ કરવામાં આવી હતી અને બાદમાં આ ગુનામાં જામનગર ખાતેથી વધુ એક આરોપીને પકડવામાં આવ્યો હતો જેની જામીન અરજી મૂકવામાં આવી હતી જેમાં આરોપીના વકીલની દલીલને ધ્યાને રાખીને આરોપીના શરતી જામીન મંજૂર કરવામાં આવેલ છે

 બનાવની ટૂંકમાં વિગત એવી હતી કે વાંકાનેર તાલુકા પોલીસે ૩.૫૦૦ ગ્રામ ગાંજા સાથે આરોપી બોદુભાઈ બાબભાઈ ખફી જાતે સુમરા (૫૪) રહે. શંકર ટેકરી પાણીની ટાંકો, જામનગર વાળાની એન.ડી.પી.એસ. એકટની કલમ ૮ (સી) ૨૦ (બી) મુજબનો ગુન્હમાં અટક કરેલ હતી અને તે આરોપીની જામીન અરજી મોરબીનાં સીનીયર એડવોકેટ મનિષ પી. ઓઝા (ગોપાલ ઓઝા) મારફત મોરબીના પ્રિન્સીપાલ ડીસ્ટ્રીકટ એન્ડ સેસન્સ કોર્ટમાં રેગ્યુલર મૂકવામાં આવી હતી અને આરોપીના વકીલ મનિષ પી. ઓઝાએ સુપ્રિમ કોર્ટે તથા ગુજરાત હાઈકોર્ટનો ચુકાદાઓ રજુ કરીને ધારદાર દલીલ કરી હતી જેને ધ્યાને લઈને પ્રિનસપાલ ડીસ્ટ્રીકટ એન્ડ સેસન્સ જજ પી.સી. જોષીએ આરોપી બોદુભાઈ બાબભાઈ ખફીને ૧૦,૦૦૦ ના શરતોને આધીન રેગ્યુલર જામીન મંજૂર કરેલ છે આ કેસમાં અરજદાર આરોપી બોદુભાઈ બાલભાઈ ખફીના વકીલ મનિષ પી. ઓઝા (ગોપાલ ઓઝા) તથા મેનાઝ એ. પરમાર રોકાયેલા હતા.




Latest News