હળવદના ટીકર ગામે જાહેરમાં જુગાર રમતા નવ ઝડપાયા મોરબીમાં સર્વે હિન્દુ સંગઠન દ્વારા આયોજિત જન્માષ્ટમીની શોભાયાત્રામાં રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયા સહિત હજારો લોકો જોડાયા વાંકાનેરમાં સોની વેપારીની દુકાનમાંથી 1.85 લાખની સોનાનીબાલીઓની ચોરીના ગુનામાં બે મહિલાની ધરપકડ મોરબી નજીક સિરામિક કારખાનામાં નિયમિત કામે આવવા બાબતે યુવાનને લોખંડના પાઇપ અને ધોકા વડે માર માર્યો મોરબીના પ્રેમજીનગર પાસે રોડ ક્રોસ કરતી બાળકીને આઇસર ચાલકે હડફેટે લેતા ઘટના સ્થળે જ મોત હળવદના દેવીપુર ગામે મકાનના પ્લોટ બાબતે અગાઉ થયેલ બોલાચાલીનો ખાર રાખીને સામસામે મારામારી ટંકારાના વાછકપર ગામે ઝેરી દવા પી ગયેલ બાળકનું મોત: વાંકાનેરના સરધારકા ગામે ઇલેક્ટ્રીક શોર્ટ લાગતા યુવાનનું મોત મોરબીમાં ગૌરક્ષક દળ તેમજ રાજનગર યુવા ગ્રુપ દ્વારા જન્માષ્ટમી મહોત્સવની ભવ્ય ઉજવણી
Breaking news
Morbi Today

હળવદ સરા નાકા પાસે ગાળો બોલવાની ના કહેતા યુવાનને એક શખ્સે પાવડાના હાથા વડે માર માર્યો


SHARE





હળવદ સરા નાકા પાસે ગાળો બોલવાની ના કહેતા યુવાનને એક શખ્સે પાવડાના હાથા વડે માર માર્યો

હળવદ સરા નાકા પાસે યુવાનને ગાળો આપતા શખ્સને ગાળો દેવાની ના કહેતા ઉશ્કેરાઈ ગયેલા શખ્સે યુવાનને પવડાના હાથા વડે માર માર્યો હતો જેથી કરીને ઇજા પામેલા યુવાને સારવાર લીધા બાદ હળવદ તાલુકા પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવતાં પોલીસે આગળની કાર્યવાહી કરેલ છે

બનાવની જાણવા મળતી માહિતી મૂળ હળવદ દિવ્યા પાર્ક સોસાયટીમાં રહેતા અને હાલ જુના દેવળીયા રહેતા વિરમભાઇ શેખાભાઇ કલોતરા જાતે રબારી (૨૭)એ માનસીંગ ઉર્ફે હગો વીહાભાઇ કોળી રહે. હળવદ ભવાનીનગર ઢોરો હુસેની ચોકની બાજુમા વાળાની સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યુ છે કે, હળવદ સરા નાકા પાસે હતા ત્યારે આરોપીએ તેને તેમજ સાહેદને ફોનમા જેમ ફાવે તેમ ગાળો બોલી હતી અને આરોપીએ ઢીકાપાટુનો માર મારીને પાવડાના ધોકા વડે માથામાં એક ઘા મારી ઇજા કરી હતી અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી કરીને પોલીસે આઇ.પી.સી કલમ ૩૨૩, ૩૨૪, ૫૦૪, ૫૦૬(૨), ૫૦૭, તથા જી.પી.એકટ કલમ ૧૩૫ મુજબ ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

યુવાનનું મોત

મોરબીના ગાળા ગામે આવેલ સીરામીક કારખાનામાં રહેતા અને મજૂરી કામ કરતા દુર્ગા ચરણ પૂર્તિ (ઉંમર ૩૨) નામના યુવાનને છેલ્લા બે ત્રણ દિવસથી તાવ આવતો હતો જેથી કરીને તેને જેતપરના સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે સારવારમાં લઈ ગયા હતા અને ત્યાં ફરજ પરના ડોક્ટરે તે યુવાને મૃત જાહેર કર્યો હતો જેથી આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ કરેલ છે




Latest News