મોરબી જલારામ ધામ ખાતે સદાવ્રતમાં મેયર સહિતની ટીમે પ્રસાદનું વિતરણ કર્યું મોરબીમહાપાલિકા દ્વારા વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે મેયરની હાજરીમાં વૃક્ષારોપણ કરાયું સમગ્ર વિશ્વમાં ‘વિશ્વ પર્યાવરણ દિવસ’ની ઉજવણી કરવામાં આવી રહી છે, ત્યારે મોરબી મહાપાલિકા દ્વારા વૃક્ષારોપણના કાર્યક્રમનું આયોજન કરાયું હતું અને તેમાં મોરબી મહાપાલિકાના મે રેન્જ આઇજી ચિરાગ કોરડીયાનું મોરબીમાં સિરામિક એસો. દ્વારા ભગવાન રામની પ્રતિમા અર્પણ કરીને કરાયું સ્વાગત કચ્છ-મોરબીના રેન્જ આઇજી ચિરાગ કોરડીયા આજે મોરબીમાં: અધિકારીઓએ સાથે સમિક્ષા બેઠક યોજાઇ, ખનીજ માફિયાઓ સામે આકરી કાર્યવાહીના સંકેત મોરબીના રવાપર ગામે એસિડ પી ગયેલ નવોઢા બેભાન હાલતમાં સારવારમાં મોરબીના ઘોડાધ્રોય ડેમમાંથી માટી કાઢવાનો કોન્ટ્રાક્ટ રાખનારા વૃદ્ધને ધોકા વડે માર માર્યો મોરબીના ખાનપર ગામે રહેતા યુવાનને 30 ટકાના ઊંચા વ્યાજે રૂપિયા આપીને પઠાણી ઉઘરાણી કરનારા બે વ્યાજખોર સામે ફરિયાદ મોરબીના નવા જાંબુડિયા ગામે માવતરના ઘરે રિસામણે બેઠેલ પરિણીતાએ કર્યો આપઘાત
Breaking news
Morbi Today

મોરબીમાં લોનની લાલચ આપી યુવાનને લૂંટવાના પ્રયાસમાં ત્રણ પૈકીનાં બે આરોપીની ધરપકડ


SHARE











મોરબીમાં લોનની લાલચ આપી યુવાનને લૂંટવાના પ્રયાસમાં ત્રણ પૈકીનાં બે આરોપીની ધરપકડ

હળવદ તાલુકાનાં જુના દેવળીયા ગામે રહેતા યુવાનને તમારે કાર ઉપર લોન જોઇતી હોય તો કહો તેમ કહી અવાર-નવાર મહિલાના ફોન આવતા હતા અને ત્યાર બાદ એક શખ્સનો ફોન આવ્યો હતો અને “તુ મારી પત્નિ સાથે ફોન પર કેમ વાતો કરે છે તેવુ કહી ઘરેથી ઉપાડી જઇ જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી” ત્યાર બાદ બે શખ્સો સમાધાન કરાવવા માટે વચ્ચે પડ્યા હતા અને તેને ધમકી આપનારા શખ્સને ૧૦ લાખ રૂપિયા આપેલ છે જે તારે અમોને આપવા પડશે તેવું કહીને તે યુવાનને ધમકીઓ આપવા લાગ્યા હતા જેથી યુવાને મોરબી તાલુકા પોલીસ સ્ટેશને ત્રણ શખ્સોની સામે ફરિયાદ નોંધાવતાં પોલીસે આ ગુનામાં હાલમાં બે આરોપીની ધરપકડ કરેલ છે

જાણવા મળતી માહિતી મુજબ હળવદ તાલુકાનાં જુના દેવળીયા ગામે રહેતા કૃણાલભાઇ વિનોદભાઇ અઘારા જાતે પટેલ (૨૪) એ શ્યામ રબારી રહે. રાજકોટ (૬૩૫૨૨૭૮૧૨૨), જયદીપસિંહ મહેન્દ્રસિંહ જાડેજા રહે. બંગાવડી (૯૦૮૧૮૩૨૧૩૩) અને રવીભાઇ દીલીપભાઇ ખટાણા રહે. શકત સનાળા (૭૦૬૯૮ ૦૭૬૦૮) વાળાની સામે ફરિયાદ નોંધાવી હતી કે, તેના મોબાઈલ ફોન ઉપર મોબાઇલ નં. ૭૨૨૯૦૭૭૦૭૫ ઉપરથી વોટસઅપ કોલ કરીને રાજકોટ દ્વારકેશ ઓટોલીંક નામની ફાયનાન્સ પેઢીમાંથી બોલુ છુ કહીને એક મહિલાએ તમારે કાર ઉપર લોન જોઇતી હોય તો કહો તેમ કહ્યું હતું અને અવાર-નવાર ફોનમાં વાત કરતાં હતા જેનો ગેરલાભ લઇ આરોપી શ્યામ રબારીએ ફરિયાદી યુવાનને ફોન કરી ધમકાવી જેમ ફાવે તેમ ગાળો આપી હતી અને તુ મારી પત્નિ સાથે ફોન પર કેમ વાતો કરે છે તેવુ કહી ઘરેથી ઉપાડી જઇ જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી

ત્યાર બાદ જયદીપસિંહ મહેન્દ્રસિંહ જાડેજા તેમજ રવીભાઇ દીલીપભાઇ ખટાણાએ વચ્ચે પડીને શ્યામ રબારી સાથે સમાધાનની વાત થઇ ગયેલ છે અને તે પેટે અમોએ તેને રૂપીયા દસ લાખ ચુકવી દીધેલ છે જે રૂપીયા તારે ગમે તે ભોગે અમને આપવા પડશે તેવી ફરિયાદી યુવાનને ધમકી આપી હતી જેથી કરીને ફરિયાદી યુવાને પોતાનો મોબાઇલ ફોન બંધ કરી દીધો હતો જેથી કરીને જયદીપસિંહ મહેન્દ્રસિંહ જાડેજા તેમજ રવીભાઇ દીલીપભાઇ ખટાણાએ ફરિયાદીના પિતાના મોબાઇલ ફોન પર ફોન કરી તમારા દિકરાનુ સમાધાન કરાવેલ છે તેના રૂપીયા દસ લાખ તમારે આપવા પડશે નહીતર તમારા દિકરાને ઘરેથી ઉપાડી જઇ મારી નાંખશુ તેવી ફોન ઉપર અવાર-નવાર બળજબરીથી નાંણા કઢાવી લેવા સારૂ મૃત્યુના ભયમાં મુકવાની ધાક ધમકી આપી હતી અને જેમ ફાવે તેમ ભુંડાબોલી ગાળો આપી હતી જેથી કરીને યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે આઇપીસી કલમ ૩૮૭, ૫૦૭, ૫૦૪, ૫૦૬(૨), ૧૧૪ મુજબ ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરી હતું અને આ ગુનામાં પોલીસે હાલમાં જયદીપસિંહ મહેન્દ્રસિંહ જાડેજા (૨૫) રહે. મૂળ મોરબી અને હાલ રાજકોટ તેમજ રવીભાઇ દીલીપભાઇ ખટાણા રહે. શનાળા વાળાની ધરપકડ કરેલ છે અને બાકીના આરોપીને પકડવા માટે તજવીજ ચાલી રહી છે






Latest News