મોરબી જીલ્લામાં નકલી વિદેશી દારૂ બનાવવાના ગુનામાં પકડાયેલા 5 આરોપીના 8 દિવસના રિમાન્ડ મંજૂર મોરબી મહાનગરપાલિકા કાલે બાળકોને હવાલે: મેયર-ડેપ્યુટી મેયર સહિતની જવાબદારી બાળકો જ સંભાળશે મોરબીમાં પર્યુષણ પર્વ ઉપર કતલખાના બંધ રાખવા અને માંસ-મટન વિગેરેનું વેચાણ બંધ રાખવા જાહેરનામું પ્રસિદ્ધ મોરબી જીલ્લામાં અપમૃત્યુના 3 બનાવ: નર્મદાની કેનાલમાં જુદીજુદી જગ્યાએ ડૂબી જવાથી બે યુવાન અને છાતીમાં દુખાવો ઉપડયા બાદ એક યુવાનનું મોત હળવદમાં પોસ્ટના બચત ખાતામાં મોબાઈલ નંબર અપડેટ કરવા માટે દીકરીની ખોટી સહી કરનાર માતા સામે ગુનો નોંધાયો હળવદના ટીકર ગામે ઘરમાં અને મોરબીમાં જાહેરમાં જુગારની 2 રેડમાં કુલ 6 આરોપી પકડાયા મોરબીના સરતાનપર રોડ ઉપર ટ્રક ચાલકે બાઇકને લેતા ઇજા પામેલા યુવાનનું મોત મોરબીમાં સોનીની દુકાનની દીવાલમાં બાકોરૂ ઉપાડીને તસ્કરે 17.24 લાખની કિંમતના સોના-ચાંદીના દાગીના તથા ભંગારની કરી ચોર
Breaking news
Morbi Today

મોરબીમાં ઘનશ્યામ મહારાજ સેવક મંડળ દ્વારા દિવ્ય શાકોત્સવ યોજાયો


SHARE





મોરબીમાં ઘનશ્યામ મહારાજ સેવક મંડળ દ્વારા દિવ્ય શાકોત્સવ યોજાયો

મોરબીમાં શ્રી ઘનશ્યામ મહારાજ સેવક મંડળ દ્વારા દિવ્ય શાકોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે મહાન વચન સિદ્ધ સંત સદગુરુ ધ્યાની સ્વામિજીનુ સંત મંડળ ત્યાં આવ્યું હતું અને હરિભકતોને આશિર્વચન પાઠવ્યા હતા અને મહાપ્રસાદનો હરિભક્તોએ લાભ લીધો હતી

મોરબીના આંગણે શનાળા રોડ ઉપર આવેલ શ્રીજી હૉલ ખાતે પુરુષોત્તમ સ્વામિનારાયણ ભગવાનની અસીમ કૃપાથી સદગુરુ ઘ્યાનિ સ્વામિજીના આશીર્વાદથી મોરબીમાં ઘનશ્યામ મહારાજ સેવક મંડળ દ્વારા દિવ્ય-ભવ્ય શાકોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું આ શાકોત્સવની શરૂઆત ખુદ ભગવાન સ્વામિનારાયણ દ્વારા કરવામાં આવી હતી.  અને સૌ પ્રથમ વખત ભગવાને સ્વયમ શાક વઘારીને સૌ કોઈ ભક્તજનોને લાભ આપ્યો હતો. ત્યારથી દર વર્ષે શાકોત્સવનું આયોજન કરવામાં આવે છે. આ વખતે મોરબીમાં યોજાયેલ શાકોત્સવમાં આણંદ રોકડીયા હનુમાન મંદિરના મુખ્ય કોઠારી તેમજ કણભા સ્વામીનારાયણ ગુરકુલના મેનેજિંગ ટ્રસ્ટી શાસ્ત્રી સ્વામિ સત્સંગ ભૂષણદાસજી સ્વામિજી સંત મંડળ સાથે આવ્યા હતા આ ઉત્સવમાં મોરબીના કલેક્ટર જી.ટી. પંડયા, વરિષ્ઠ પત્રકાર પ્રવીણભાઇ વ્યાસ, સુરેશભાઇ ગોસ્વામી, સંદીપભાઈ વ્યાસ સહિતના પત્રકારો હાજર રહ્યા હતા તેમજ મોરબીના નામાંકીત ઉદ્યોગપતિઓ, સમાજ શ્રેષ્ઠીઓ, ડોક્ટર, બિલ્ડર, વકીલ, ઇજનેરો સહિતના હાજર રહ્યા હતા અને હરિભકતો સહિતના તમામે શાકોત્સવનો લાભ લીધો હતો

મોરબીના સિલ્વર પાર્કમાં ઢોલરા ધામનું પ્રખ્યાત રામા મંડળ રમાશે

મોરબીમાં સાંસ્કૃતિક વિરાસત જાળવવા માટે અને નવી પેઢીને ધાર્મિક આદ્યાત્મિક જ્ઞાન મળી રહે એવા અનેકવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન થતું હોય છે ત્યારે મોરબીના નવલખી ફાટક પાસે આવેલ સિલ્વર પાર્કમાં તા. ૨૯/૧ ને રવિવાર રાત્રે ૯ વાગ્યે ઢોલરા ધામના પ્રખ્યાત રામદેવરા રામામંડળનું ભવ્ય અને દિવ્ય આયોજન કરવામાં આવેલ છે. આ રામામંડળને નિહાળવા લાવડીયા કિશોરભાઈ લખાભાઈ તરફથી ધર્મપ્રેમી ભાઈઓ બહેનો અને વડીલોને ભાવભર્યું જાહેર આમંત્રણ પાઠવેલ છે




Latest News