મોરબી જલારામ ધામ ખાતે સદાવ્રતમાં મેયર સહિતની ટીમે પ્રસાદનું વિતરણ કર્યું મોરબીમહાપાલિકા દ્વારા વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે મેયરની હાજરીમાં વૃક્ષારોપણ કરાયું સમગ્ર વિશ્વમાં ‘વિશ્વ પર્યાવરણ દિવસ’ની ઉજવણી કરવામાં આવી રહી છે, ત્યારે મોરબી મહાપાલિકા દ્વારા વૃક્ષારોપણના કાર્યક્રમનું આયોજન કરાયું હતું અને તેમાં મોરબી મહાપાલિકાના મે રેન્જ આઇજી ચિરાગ કોરડીયાનું મોરબીમાં સિરામિક એસો. દ્વારા ભગવાન રામની પ્રતિમા અર્પણ કરીને કરાયું સ્વાગત કચ્છ-મોરબીના રેન્જ આઇજી ચિરાગ કોરડીયા આજે મોરબીમાં: અધિકારીઓએ સાથે સમિક્ષા બેઠક યોજાઇ, ખનીજ માફિયાઓ સામે આકરી કાર્યવાહીના સંકેત મોરબીના રવાપર ગામે એસિડ પી ગયેલ નવોઢા બેભાન હાલતમાં સારવારમાં મોરબીના ઘોડાધ્રોય ડેમમાંથી માટી કાઢવાનો કોન્ટ્રાક્ટ રાખનારા વૃદ્ધને ધોકા વડે માર માર્યો મોરબીના ખાનપર ગામે રહેતા યુવાનને 30 ટકાના ઊંચા વ્યાજે રૂપિયા આપીને પઠાણી ઉઘરાણી કરનારા બે વ્યાજખોર સામે ફરિયાદ મોરબીના નવા જાંબુડિયા ગામે માવતરના ઘરે રિસામણે બેઠેલ પરિણીતાએ કર્યો આપઘાત
Breaking news
Morbi Today

મોરબીમાં યુવાનને ૩૦ ટકાના ઊંચા વ્યાજે રૂપિયા આપીને પઠાણી ઉઘરાણી કરનાર ત્રણ પૈકી બે આરોપીની ધરપકડ


SHARE











મોરબીમાં યુવાનને ૩૦ ટકાના ઊંચા વ્યાજે રૂપિયા આપીને પઠાણી ઉઘરાણી કરનાર ત્રણ પૈકી બે આરોપીની ધરપકડ

મોરબીની તિરૂપતિ સોસાયટીમાં રહેતા યુવાનને ૩૦ ટકાના ઊંચા વ્યાજે રૂપિયા આપીને તેની પાસેથી વ્યાજ અને મુદલની પઠાણી ઉઘરાણી કરનારા ત્રણ શખ્સોની સામે મોરબી સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશને યુવાને ફરિયાદ નોંધાવી હતી જે પૈકીનાં એક આરોપીની પોલીસે ધરપકડ કરેલ છે અને બીજા બે આરોપીને પકડવા માટે તજવીજ ચાલી રહી છે.

મોરબીના વજેપર આલાપ રોડ ઉપર આવેલ તિરૂપતિ સોસાયટીમાં રહેતા જેઠાભાઈ જીવરાજભાઈ સોનગ્રા જાતે સતવારા (ઉમર ૩૨) એ થોડા દિવસો પહેલા મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે અશોકભાઈ રબારી રહે. શનાળા, સુરેશભાઈ ખાખરાળા વાળા અને વિમલભાઈ વાણંદ રહે.માધાપર વાળાઓની સામે ફરિયાદ નોંધાવી હતી કે, આરોપીઓ પાસેથી તેણે ઉંચા વ્યાજે પૈસા લીધા હતા જેમાં અશોક રબારી પાસેથી ૩ લાખ રૂપિયા ૩૦ ટકા લેખે લીધા હતા જેની સામે ૫.૪૦ લાખ રૂપિયા તેને આપી દીધેલ છે અને સુરેશભાઈ પાસેથી તેણે બે લાખ રૂપિયા માસિક રૂપિયા ૩૦ ટકાના વ્યાજે લીધા હતા અને તેની સામે ૧.૨૦ લાખ ચૂકવી દીધા છે તેમજ વિમલભાઈ પાસેથી દોઢ લાખ રૂપિયા ૧૨ ટકાના વ્યાજે લીધા હતા જેની સામે તેને ૫.૯૦ લાખ રૂપિયા પેનલ્ટી સહિત ચૂકવી દીધા હોવા છતાં પણ આરોપીઓ જેમફાવે તેમ ગાળો આપીને પઠાણી ઉઘરાણી કરી રહ્યા છે અને આ આરોપીઓએ ફરિયાદ પાસેથી કોટક મહિન્દ્રા બેન્કના કોરા ચેકમાં બળજબરીપૂર્વક સહી કરાવીને પઠાણી ઉઘરાણી કરી હતી જેથી કરીને ભોગ બનેલા યુવાન દ્વારા નોંધવામાં આવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધી આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ હતી અને હાલમાં આ ગુનામાં પોલીસે આરોપીઓ પૈકીના અશોકભાઇ ખોડાભાઈ ખાંભલા જાતે રબારી (ઉમર ૪૨) રહે.શનાળા તેમજ વિમલ ઇન્દુભાઇ લાંઘણોજા જાતે વાણંદ (ઉમર ૩૫) રહે.માધાપરા શેરી નંબર-૨૨ મોરબી વાળાઓની ધરપકડ કરેલ છે અને બાકી રહેલ સુરેશભાઇ રહે.ખાખરાળાને પકડવા માટે તજવીજ શરૂ કરી છે.

શંકાસ્પદ બાઈક સાથે પકડાયેલ આદિવાસી ઇશમની ઉલટ તપાસ શરૂ

મોરબી સીટી એ ડિવિઝન પોલીસ મથકના એ.એમ.જાપડીયા તથા સ્ટાફના માણસો મોરબીના રેલ્વે સ્ટેશન રોડ ઉપર રાઉન્ડમાં હતા તે દરમિયાનમાં શકમંદ જણાતા ઈસમને અટકાવીને તેની પાસે રહેલ બાઈકના કાગળો માંગવામાં આવ્યા હતા જેથી યુવાન ગલ્લાંતલ્લાં કરવા લાગ્યો હતો ત્યારે કલમ ૪૧(૧)ડી મુજબ બાઈકને જપ્ત કરીને તેની સાથે મળી આવેલ અજય ઉર્ફે વિજય સેમલાભાઈ માવી જાતે આદિવાસી (ઉમર ૨૨) ધંધો મજૂરી કામ હાલ રહે. મચ્છુ નદીના પટમાં સામાકાંઠે મોરબી-૨ મૂળ રહે બીછીયા તા.સરદારપુર જી.ધાર મધ્યપ્રદેશ વાળાને તેની પાસે રહેલ બાઈક અંગે પૂછતાછ કરવામાં આવતા તેણે જણાવ્યું હતું કે તેણે આ બાઇક તેના જુનાગઢ પાસે રહેતા કોઈ મિત્ર પાસેથી વાપરવા લીધુ છે.જોકે પોલીસે પોકેટકોપ એપ્લિકેશન દ્વારા વાહનના એન્જિન-ચેસીસ નંબર નાંખીને તપાસ કરતા મૂળ માલીકનો સંપર્ક કરવામાં આવ્યો હતો જોકે મૂળ માલિકે ૨૦૧૫ માં તેમનું બાઇક ગાંધીધામના કોઈ હરભજનસિંહને વહેંચી લીધુ હોવાની વાત કરી હતી હાલ ગાંધીધામના હરભજનસિંહનો સંપર્ક કરીને તેણે જૂનાગઢના કોઈ ઇશમને આ બાઈક વેચ્યું છે કે કેમ તેનું વેરિફિકેશન કરવા માટે પોલીસે તપાસનો દોર આગળ લંબાવ્યો છે.






Latest News