મોરબી જીલ્લામાં નકલી વિદેશી દારૂ બનાવવાના ગુનામાં પકડાયેલા 5 આરોપીના 8 દિવસના રિમાન્ડ મંજૂર મોરબી મહાનગરપાલિકા કાલે બાળકોને હવાલે: મેયર-ડેપ્યુટી મેયર સહિતની જવાબદારી બાળકો જ સંભાળશે મોરબીમાં પર્યુષણ પર્વ ઉપર કતલખાના બંધ રાખવા અને માંસ-મટન વિગેરેનું વેચાણ બંધ રાખવા જાહેરનામું પ્રસિદ્ધ મોરબી જીલ્લામાં અપમૃત્યુના 3 બનાવ: નર્મદાની કેનાલમાં જુદીજુદી જગ્યાએ ડૂબી જવાથી બે યુવાન અને છાતીમાં દુખાવો ઉપડયા બાદ એક યુવાનનું મોત હળવદમાં પોસ્ટના બચત ખાતામાં મોબાઈલ નંબર અપડેટ કરવા માટે દીકરીની ખોટી સહી કરનાર માતા સામે ગુનો નોંધાયો હળવદના ટીકર ગામે ઘરમાં અને મોરબીમાં જાહેરમાં જુગારની 2 રેડમાં કુલ 6 આરોપી પકડાયા મોરબીના સરતાનપર રોડ ઉપર ટ્રક ચાલકે બાઇકને લેતા ઇજા પામેલા યુવાનનું મોત મોરબીમાં સોનીની દુકાનની દીવાલમાં બાકોરૂ ઉપાડીને તસ્કરે 17.24 લાખની કિંમતના સોના-ચાંદીના દાગીના તથા ભંગારની કરી ચોર
Breaking news
Morbi Today

મોરબી સિરામિક એસો. સહિતના સંગઠનો દ્વારા કાલે જિલ્લાના પાંચેય ધારાસભ્યોનું કરાશે સન્માન


SHARE





મોરબી સિરામિક એસો. સહિતના સંગઠનો દ્વારા કાલે જિલ્લાના પાંચેય ધારાસભ્યોનું કરાશે સન્માન

મોરબી સીરામીક એસો. સહિતના સંગઠનો દ્વારા કાલે શનાળા પાસે આવેલ પટેલ સમાજ વાડી ખાતે મોરબી જિલ્લાના પાંચેય ધારાસભ્યનો સન્માન સમારોહ રાખવામા આવેલ છે જેમાં કાંતિભાઈ અમૃતિયા, દુલર્ભજીભાઈ દેથરીયા, જીતુભાઈ સોમાણી, પ્રકાશભાઈ વરમોરા તેમજ મેઘજીભાઈ ચાવડાનું સન્માન કરવામાં આવશે અને આ કાર્યક્રમ આમંત્રિત મહેમાનો પૂરતો મર્યાદિત છે

મોરબી જિલ્લાના ભાજપના પાંચેય ઉમેદવારોએ ચુંટણીમાં ભવ્ય જીત મેળવી છે અને ધારાસભ્ય બન્યા છે. ત્યારે મોરબી સીરામીક એસો. સહિતના ઔદ્યોગિક સંગઠનો દ્વારા તેમના સન્માન માટેના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે અને જિલ્લાના ધારાસભ્યો હકારાત્મક અભિગમ સાથે સતત પ્રયત્નશીલ રહે છે. જેથી કરીને કાલે તા ૧૯ ને ગુરુવારે બપોરે ૩:૩૦ કલાકે શનાળા ગામે આવેલ પટેલ સમાજ વાડી ખાતે કાર્યક્ર્મ રાખવામા આવેલ છે આ તકે ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા, દુલર્ભજીભાઈ દેથરીયા, જીતુભાઈ સોમાણી, પ્રકાશભાઈ વરમોરા તેમજ મેઘજીભાઈ ચાવડાનું સન્માન કરવામાં આવશે ત્યારે જિલ્લા પ્રભારી મંત્રી પ્રફુલભાઈ પાનસેરિયા, ઉધોગકાર સવજીભાઈ ધોળકિયા, સાંસદ વિનોદભાઈ ચાવડા અને મોહનભાઈ કુંડારિયા, પ્રદેશ ઉપાધ્યક્ષ જયંતીભાઈ કવાડિયા સહિતના હાજર રહેવાના છે




Latest News