મોરબી જીલ્લામાં નકલી વિદેશી દારૂ બનાવવાના ગુનામાં પકડાયેલા 5 આરોપીના 8 દિવસના રિમાન્ડ મંજૂર મોરબી મહાનગરપાલિકા કાલે બાળકોને હવાલે: મેયર-ડેપ્યુટી મેયર સહિતની જવાબદારી બાળકો જ સંભાળશે મોરબીમાં પર્યુષણ પર્વ ઉપર કતલખાના બંધ રાખવા અને માંસ-મટન વિગેરેનું વેચાણ બંધ રાખવા જાહેરનામું પ્રસિદ્ધ મોરબી જીલ્લામાં અપમૃત્યુના 3 બનાવ: નર્મદાની કેનાલમાં જુદીજુદી જગ્યાએ ડૂબી જવાથી બે યુવાન અને છાતીમાં દુખાવો ઉપડયા બાદ એક યુવાનનું મોત હળવદમાં પોસ્ટના બચત ખાતામાં મોબાઈલ નંબર અપડેટ કરવા માટે દીકરીની ખોટી સહી કરનાર માતા સામે ગુનો નોંધાયો હળવદના ટીકર ગામે ઘરમાં અને મોરબીમાં જાહેરમાં જુગારની 2 રેડમાં કુલ 6 આરોપી પકડાયા મોરબીના સરતાનપર રોડ ઉપર ટ્રક ચાલકે બાઇકને લેતા ઇજા પામેલા યુવાનનું મોત મોરબીમાં સોનીની દુકાનની દીવાલમાં બાકોરૂ ઉપાડીને તસ્કરે 17.24 લાખની કિંમતના સોના-ચાંદીના દાગીના તથા ભંગારની કરી ચોર
Breaking news
Morbi Today

મોરબીમાં રાજ્યભરના ૧૧૮ જેટલા ઇએનટી સર્જનોની હાજરીમાં યોજાયો લાઈવ સર્જરી વર્કશોપ


SHARE





મોરબીમાં રાજ્યભરના ૧૧૮ જેટલા ઇએનટી સર્જનોની હાજરીમાં યોજાયો લાઈવ સર્જરી વર્કશોપ

મોરબીના જાણીતા ઇએનટી સર્જન ડો.હિતેશભાઈ પટેલની ઓમ હોસ્પિટલ ખાતે રાજ્યભરના ૧૧૮ જેટલા ઇએનટી સર્જનોની હાજરીમાં જાણીતા ઇએનટી સર્જન ડો.સતીષ જૈનનો બે દિવસ માટેનો લાઈવ સર્જરી વર્કશોપ યોજાયો હતો.બે દિવસ મોરબીની ઓમ એડવાન્સ કાન, નાક અને ગળાની હોસ્પિટલ ખાતે કાન, નાક તેમજ ગળાની જટિલ શસ્ત્રક્રિયાઓના વર્કશોપનું આયોજન કરવામાં આવ્યુ હતુ.જેમા વિશ્વ વિખ્યાત સર્જન ડો.સતિષ જૈન દ્વારા બે દિવસમાં લગભગ ૧૪ જટિલ ઓપરેશન આધુનિક પદ્ધતિથી કરવામા આવ્યા હતા.આ વર્કશોપમાં રાજયભરના ૧૧૮ જેટલા ઈએનટી સર્જનોએ  હાજરી આપી હતી.તથા આ વર્કશોપનુ યુ ટ્યુબ ઉપર પણ જીવંત પ્રસારણ કરવામા આવ્યુ હતુ.વર્કશોપને સફળ બનાવવા ડો.હિતેશ પટેલ, ડો.પ્રેયસ પંડ્યા, ડો.કૃતિકા શાહ અને ડો.અજય સાનગાણીએ છેલ્લા બે મહિનાથી અથાગ મહેનત કરી હતી.હજુ સુધી મોરબી જેવા નાના સીટીમાં યોજાયેલ આવો વર્કશોપ ગુજરાતમાં પણ ક્યાંય યોજાયો નથી.તેમ ઓમ ઇએનટી હોસ્પિટલના ડો.હિતેશભાઈ પટેલે યાદીમાં જણાવેલ છે




Latest News