મોરબી જીલ્લામાં નકલી વિદેશી દારૂ બનાવવાના ગુનામાં પકડાયેલા 5 આરોપીના 8 દિવસના રિમાન્ડ મંજૂર મોરબી મહાનગરપાલિકા કાલે બાળકોને હવાલે: મેયર-ડેપ્યુટી મેયર સહિતની જવાબદારી બાળકો જ સંભાળશે મોરબીમાં પર્યુષણ પર્વ ઉપર કતલખાના બંધ રાખવા અને માંસ-મટન વિગેરેનું વેચાણ બંધ રાખવા જાહેરનામું પ્રસિદ્ધ મોરબી જીલ્લામાં અપમૃત્યુના 3 બનાવ: નર્મદાની કેનાલમાં જુદીજુદી જગ્યાએ ડૂબી જવાથી બે યુવાન અને છાતીમાં દુખાવો ઉપડયા બાદ એક યુવાનનું મોત હળવદમાં પોસ્ટના બચત ખાતામાં મોબાઈલ નંબર અપડેટ કરવા માટે દીકરીની ખોટી સહી કરનાર માતા સામે ગુનો નોંધાયો હળવદના ટીકર ગામે ઘરમાં અને મોરબીમાં જાહેરમાં જુગારની 2 રેડમાં કુલ 6 આરોપી પકડાયા મોરબીના સરતાનપર રોડ ઉપર ટ્રક ચાલકે બાઇકને લેતા ઇજા પામેલા યુવાનનું મોત મોરબીમાં સોનીની દુકાનની દીવાલમાં બાકોરૂ ઉપાડીને તસ્કરે 17.24 લાખની કિંમતના સોના-ચાંદીના દાગીના તથા ભંગારની કરી ચોર
Breaking news
Morbi Today

મોરબીમાં અંબાજી જ્વેલર્સમાંથી અઢી લાખના દાગીનાની ચોરી કરનાર બે મહિલા પકડાઈ


SHARE





મોરબીમાં અંબાજી જ્વેલર્સમાંથી અઢી લાખના દાગીનાની ચોરી કરનાર બે મહિલા પકડાઈ

મોરબીમાં આવેલ સોની બજારમાં અંબાજી જ્વેલર્સમાં ગ્રાહક બનીને આવેલ બે મહિલાએ વેપારીની નજર ચૂકવીને સોનાની ૧૦ જોડી બુટ્ટી જેની કિંમત અઢી લાખ રૂપિયાનો મુદ્દામાલ ચોરી કરી લીધો હતો અને નાસી છૂટી હતી જે અંગેની દુકાનદારે મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે સીટી કેમેરાના ફૂટેજ સહિતના માધ્યમોથી તાત્કાલિક બંને મહિલાઓને ઝડપી લીધી અત્યારે તેની પાસેથી ચોરીમાં ગયેલ તમામ મુદ્દામાલ રિકવર કરી લીધેલ છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મોરબીના રવાપર ઘુનડા રોડ ઉપર આવેલ શ્રીજી હાઈટના બ્લોક નં. ૧૦૩ માં રહેતા અને મોરબીમાં નગર દરવાજાથી ગ્રીન ચોક વચ્ચે આવેલ સોની બજારમાં અંબાજી જ્વેલર્સ નામની દુકાન ધરાવતા હાર્દિકભાઈ ધીરેન્દ્રભાઈ રવેશીયા જાતે લોહાણા (ઉંમર ૩૪) એ મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ચોરીની ફરિયાદ નોંધાવી હતી જેમાં તેને જણાવ્યું હતું કે તેની દુકાનમાં અજાણી બે મહિલાઓ ગ્રાહક બનીને આવી હતી અને જુદા જુદા દાગીના જોવા માટે તેની પાસેથી માંગતી હતી દરમિયાન દુકાનના બોક્સમાં રાખેલ સોનાની ૧૦ બુટી જેનો વજન ૪૪.૯૬૦ ગ્રામ અને તેની કિંમત અઢી લાખ રૂપિયાનો મુદ્દા માલ વેપારી હાર્દિકભાઈની નજર ચૂકવીને લઈને નાસી છૂટી હતી

જેથી આ અંગેની તાત્કાલિક વેપારીને જાણ થતા તેને મોરબી સીટી એ ડિવિઝન પોલીસને બનાવની જાણ કરી હતી જેથી પોલીસ ઘટના પહોંચી હતી અને દુકાનમાં રાખવામાં આવેલા સીસીટીવી કેમેરા તેમજ અન્ય સીસીટીવી કેમેરાના ફૂટેજ ચેક કરીને મહિલા આરોપીઓને પકડવા માટે થઈને તજવીજ શરૂ કરી હતી અને ગણતરીની કલાકોમાં પોલીસે ચોરીના આ બનાવનો ભેદ કરી નાખ્યો છે અને સોની વેપારીની દુકાનમાંથી સોનાના દાગીનાની ચોરી કરનાર મરસ્જીના ઉર્ફ મુસ્કાનબેન બાબુભાઇ ખલીફા (૨૭) રહે. હાલ મોરબી ચોકડી પાસે સાંદીપની પાછળ શ્રીનગર સોસાયટી હળવદ અને રજીયાબેન મયુદીનભાઇ ખલીફા (૩૧) રહે. હાલ ભવાનીનગર ઢોળો રામાપીરના ચોક પાસે હળવદ વાળીને પોલીસે ચોરીમાં ગયેલ મુદ્દામાલ સાથે ઝડપી લીધેલ છે અને આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે




Latest News