મોરબી : પતિએ સાડી લેવાની ના પાડતા લાગી આવતા દવા પી ગયેલ મહિલાનું મોત મોરબીમાં જુદીજુદી બે દુકાનમાંથી શંકાસ્પદ 42 મોબાઈલ સાથે 2 દુકાનદાર પકડાયા અબ કી બાર 100 કે પાર: મોરબીના સિરામિક ઉદ્યોગમાં વપરાતા પ્રોપેન ગેસનો પ્રતિ કિલોનો આજનો ભાવ 100.95, ઉદ્યોગકારો સૂડી વચ્ચે સોપારી મોરબીમાં રહેતા યુવાનના બિહારના ગોપાલગંજ ખાતે આવેલ બીઓઆઈ ખાતામાંથી 80 હજાર રૂપિયા ઉપાડી ગયા ! મોરબી જીલ્લામાં અપમૃત્યુના 3 બનાવમાં એક મહિલા અને બે યુવાનના મોત મોરબીમાં જાહેરમાં જુગાર રમતા 8 મહિલા 39,750 ની રોકડ સાથે પકડાઈ મોરબીના ઊંચી માંડલ નજીક ટ્રક ટ્રેલરના ચાલકે બાઇકને હડફેટે લેતા યુવાનનું મોત મોરબીના પ્રેમજીનગરમાં વાંકાનેરના યુવાન ઉપર બે શખ્સનો હુમલો: કારનો કાચ તોડી નાખ્યો, જાનથી મારી નાખવાની ધમકી
Breaking news
Morbi Today

વાંકાનેર તાલુકા પંચાયત ખાતે એલ્ડર લાઇનની પ્રથમ વર્ષગાંઠની કેક કાપીને ઉજવણી કરાઇ


SHARE







વાંકાનેર તાલુકા પંચાયત ખાતે એલ્ડર લાઇનની પ્રથમ વર્ષગાંઠની કેક કાપીને ઉજવણી કરાઇ

એલ્ડર લાઇન ૧૪૫૬૭, સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ, ગુજરાત સરકાર અને હેલ્પએજ ઇન્ડિયા દ્વારા સંચાલિત વરિષ્ઠ નાગરિકો માટેની હેલ્પલાઇન ૧૪૫૬૭ ની શરૂઆત તા. ૧૯/૧/૨૨ થી કરવામાં આવેલ છે આ એલ્ડર લાઈનની પ્રથમ વર્ષગાઠ નિમિત્તે વાંકાનેર તાલુકા પંચાયત કચેરી ખાતે એલ્ડર લાઈન ફિલ્ડ રિસ્પોન્સ ઓફિસર રાજદીપ પરમાર દ્વારા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં તાલુકા પંચાયતના પ્રમુખ ધર્મેન્દ્રસિંહ ઝાલા, વાંકાનેર પીએસઆઈ ડી.વી. કાનાણી, વાંકાનેરના નવાપરા વિસ્તારના  વરિષ્ઠ નાગરિકો, એલ્ડર લાઇન એફઆરઓ રાજદીપ પરમાર, નારી અદાલત તાલુકા કો-ઓર્ડીનેટર તેજલબા ગઢવી, દીપિકા દેશાણી, વૈશાલીબા, ચાંદનીબેન વૈદ્ય, સખી વન સ્ટોપ સેન્ટરના પ્રમુખ પ્રવિણાબેન પંડ્યા, અર્બન હેલ્થ સેન્ટર એમપીએચડબ્લ્યુ ઈરફાન વાકલિયા, આઇસીડીએસના તમામ સુપરવાઇઝર અને તમામ સ્ટાફ અને આંગળવાડી વર્કર બહેનો સહિતના હાજર રહ્યા હતા ત્યારે આગેનવો અને અધિકારી દ્વારા પ્રાસંગિક પ્રવચન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં મેડીકલ ચેકઅપનું પણ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં અર્બન હેલ્થ સેન્ટર વાંકાનેરના એમપીએચડબલ્યુ ઈરફાન વાકલીયાએ સેવા પુરી પાડી હતી. અને એલ્ડર લાઈનની પ્રથમ વર્ષગાંઠ નિમિત્તે વડીલો દ્વારા કેક કાપીને ઉજવણી કરવામાં આવી હતી.




Latest News