મોરબી જીલ્લામાં નકલી વિદેશી દારૂ બનાવવાના ગુનામાં પકડાયેલા 5 આરોપીના 8 દિવસના રિમાન્ડ મંજૂર મોરબી મહાનગરપાલિકા કાલે બાળકોને હવાલે: મેયર-ડેપ્યુટી મેયર સહિતની જવાબદારી બાળકો જ સંભાળશે મોરબીમાં પર્યુષણ પર્વ ઉપર કતલખાના બંધ રાખવા અને માંસ-મટન વિગેરેનું વેચાણ બંધ રાખવા જાહેરનામું પ્રસિદ્ધ મોરબી જીલ્લામાં અપમૃત્યુના 3 બનાવ: નર્મદાની કેનાલમાં જુદીજુદી જગ્યાએ ડૂબી જવાથી બે યુવાન અને છાતીમાં દુખાવો ઉપડયા બાદ એક યુવાનનું મોત હળવદમાં પોસ્ટના બચત ખાતામાં મોબાઈલ નંબર અપડેટ કરવા માટે દીકરીની ખોટી સહી કરનાર માતા સામે ગુનો નોંધાયો હળવદના ટીકર ગામે ઘરમાં અને મોરબીમાં જાહેરમાં જુગારની 2 રેડમાં કુલ 6 આરોપી પકડાયા મોરબીના સરતાનપર રોડ ઉપર ટ્રક ચાલકે બાઇકને લેતા ઇજા પામેલા યુવાનનું મોત મોરબીમાં સોનીની દુકાનની દીવાલમાં બાકોરૂ ઉપાડીને તસ્કરે 17.24 લાખની કિંમતના સોના-ચાંદીના દાગીના તથા ભંગારની કરી ચોર
Breaking news
Morbi Today

મોરબી જીલ્લામાં અકસ્માત સમયે માનવતા મહેકાવતાં સેવાભાવીઓનું કરાયું સન્માન


SHARE





મોરબી જીલ્લામાં અકસ્માત સમયે માનવતા મહેકાવતાં સેવાભાવીઓનું કરાયું સન્માન

મોરબી સુખડીયા સમાજના ટ્રસ્ટી અને સેવાભાવી એવા સંજયભાઈ શેઠ રોડ અકસ્માતમાં ઘવાયેલા દર્દીને તુરંત હોસ્પિટલ પહોંચાડી અને તેનું જીવન બચાવ્યું હતું. જેથી કરીને તેમની આ માનવીય સહાયતા બદલ જીલ્લા કલેકટર અને ઇન્ચાર્જ એસપીના હસ્તે તેનું સન્માન કરવામાં આવ્યું હતું ત્યારે અધિકારીઓએ દ્વારા સેવાભાવી સંજયભાઈ મહીપતભાઈ શેઠને સર્ટીફીકેટ આપવામાં આવ્યું હતું અને અન્ય નાગરિકો પણ રોડ અકસ્માતના દર્દીઓને તાકીદે સારવાર મળે તે માટે જરૂરી મદદ કરે તેવી અધિકારીઓએ અપીલ કરી હતી. અત્રે ઉલેખનીય છે કે, અગાઉ પણ મોરબી પુલ હોનારતમાં સંજયભાઈની સેવાકીય કામગીરીની નોંધ લેવામાં આવી હતી અને બચાવ કાર્ય દરમ્યાન ૭ દિવસ સુધી સંજયભાઈ શેઠ તથા તેમના મિત્રો ભાવેશભાઈ મણીયારજયદીપ એન્ડ કંપની વાળા દિલુભા જાડેજા અને રૂચીકભાઈ કારીયાના સહયોગથી નિશુલ્ક નાસ્તો-ચા, પાણી- ભોજનફ્રુટની સેવા આપી હતી તે ઉપરાંત મોરબી નજીકના લાલપર ગામના રહેવાસી અને સેવાકર્મી મયુરભાઈ રતિલાલભાઈ અઘારાનું કલેકટર જી.ટી.પંડ્યા અને ઇન્ચાર્જ એસપી પી. એસ. ગોસ્વામીના હસ્તે સન્માન કરવામાં આવ્યું હતુ અને સર્ટીફીકેટ અર્પણ કરવામાં આવ્યું હતું આવી જ રીતે માળીયા મીયાણાના સામાજિક કાર્યકર જાનમહમદ હબીબભાઇ જામ ઉર્ફે જીવાભાઈને તેના સેવાકાર્ય માટે કલેક્ટર દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતા તેઓ પણ રોડ અકસ્માતમાં ઇજાગ્રસ્ત લોકોને તાત્કાલિક સારવાર અપાવવા માટે ડોક્ટર અને પોલીસ સાથે હંમેશા રહેતા હોય છે




Latest News