મોરબીના રવાપર ગામે એસિડ પી ગયેલ નવોઢા બેભાન હાલતમાં સારવારમાં મોરબીના ઘોડાધ્રોય ડેમમાંથી માટી કાઢવાનો કોન્ટ્રાક્ટ રાખનારા વૃદ્ધને ધોકા વડે માર માર્યો મોરબીના ખાનપર ગામે રહેતા યુવાનને 30 ટકાના ઊંચા વ્યાજે રૂપિયા આપીને પઠાણી ઉઘરાણી કરનારા બે વ્યાજખોર સામે ફરિયાદ મોરબીના નવા જાંબુડિયા ગામે માવતરના ઘરે રિસામણે બેઠેલ પરિણીતાએ કર્યો આપઘાત મોરબી નજીક કારખાનાની કોલોનીમાં ફાંસો ખાઈને યુવાનનો આપઘાત: બીમારી સબબ આધેડનું સારવારમાં મોત મોરબીના સામાકાંઠા વિસ્તારમાંથી મહિલા ગુમ, શોધખોળ ચાલુ મોરબી મનપા વર્ષ ૨૦૨૫ માં અસ્તિત્વમાં આવી તો ગ્રામ્ય વિસ્તારના મિલકત ધારકો પાસેથી વર્ષ ૨૦૧૫થી ટેક્સની ઉઘરાણી કેમ: ગ્રાહક સુરક્ષા મંડળ મોરબી સિવિલ હોસ્પિટલમાં બંધ મશીનો-લિફ્ટને તાત્કાલિક ચાલુ કરવા કલેકટર સ્વપ્નિલ ખરેનો આદેશ
Breaking news
Morbi Today

મોરબી શહેર-તાલુકામાંથી દારૂની ૮૬ બોટલ કબજે: એક આરોપી પકડાયો, એકની શોધખોળ


SHARE











મોરબી શહેર-તાલુકામાંથી દારૂની ૮૬ બોટલ કબજે: એક આરોપી પકડાયો, એકની શોધખોળ

મોરબી શહેરના વાવડી રોડ ઉપર આવેલ રહેણાંક મકાનમાં દારૂની રેડ કરવામાં આવી હતી ત્યારે ત્યાંથી દારૂની ૮૦ બોટલનો જથ્થો મળી આવ્યો હોય પોલીસે દારૂનો જથ્થો કબજે કર્યો હતો અને આરોપી હાજર ન હોવાથી તેને પકડવા માટે તજવીજ શરૂ કરી હતી આવી જ રીતે મોરબી વાંકાનેર હાઇવે ઉપર જાંબુડીયા ગામ પાસે આવેલ નવી આરટીઓ કચેરીની પાછળના ભાગમાંથી છ બોટલ દારૂ સાથે એક શખ્સ મળી આવ્યો હતો તેની સામે ગુનો નોંધીને પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી

મોરબી શહેરના વાવડી રોડ ઉપર બાવળીયા પીરની દરગાહ પાસે આવેલ હદાણીની વાડીમાં રહેતા ઈશ્વર ઉર્ફે બાલો કરસનભાઈ કંઝારીયા જાતે સતવારાના રહેણાંક મકાનની અંદર દારૂનો જથ્થો હોવાની બાતમી મળી હતી જેના આધારે એલસીબીની ટીમે આરોપીના ઘરની અંદર દારૂની રેડ કરી હતી ત્યારે દારૂની મોટી ૪૧ બોટલો તથા દારૂની નાની ૩૯ બોટલ આમ કુલ મળીને દારૂની નાની મોટી ૮૦ બોટલ જેની કિંમત રૂપિયા ૧૮૯૦૦ નો મુદ્દામાલ ઘરમાંથી મળી આવ્યો હતો જેથી કરીને પોલીસે દારૂનો જથ્થો કબજે કર્યો હતો અને આરોપી ઈશ્વર ઉર્ફે બાલો કરસનભાઈ કંઝારિયા જાતે સતવારા ઘરમાં હાજર ન મળી આવતા પોલીસે તેની સામે મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધીને તેને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

મોરબી વાંકાનેર હાઇવે ઉપર જાંબુડિયા ગામ પાસે બનાવવામાં આવેલ નવી આરટીઓ કચેરીની પાછળના ભાગમાં દારૂની રેડ કરવામાં આવી હતી ત્યારે સ્થળ ઉપરથી દારૂની છ બોટલો મળી આવતા પોલીસે ૨૨૫૦ ની કિંમતનો મુદામાલ કબજે કર્યો હતો અને આરોપી ચંદુભાઈ ઉર્ફે ઢીંગલી નરશીભાઈ મીઠાપરા જાતે કોળી (૨૭) રહે. નવા જાંબુડીયા નિશાળ વાળી શેરી વાળાની ધરપકડ કરેલ છે






Latest News