મોરબી જીલ્લામાં નકલી વિદેશી દારૂ બનાવવાના ગુનામાં પકડાયેલા 5 આરોપીના 8 દિવસના રિમાન્ડ મંજૂર મોરબી મહાનગરપાલિકા કાલે બાળકોને હવાલે: મેયર-ડેપ્યુટી મેયર સહિતની જવાબદારી બાળકો જ સંભાળશે મોરબીમાં પર્યુષણ પર્વ ઉપર કતલખાના બંધ રાખવા અને માંસ-મટન વિગેરેનું વેચાણ બંધ રાખવા જાહેરનામું પ્રસિદ્ધ મોરબી જીલ્લામાં અપમૃત્યુના 3 બનાવ: નર્મદાની કેનાલમાં જુદીજુદી જગ્યાએ ડૂબી જવાથી બે યુવાન અને છાતીમાં દુખાવો ઉપડયા બાદ એક યુવાનનું મોત હળવદમાં પોસ્ટના બચત ખાતામાં મોબાઈલ નંબર અપડેટ કરવા માટે દીકરીની ખોટી સહી કરનાર માતા સામે ગુનો નોંધાયો હળવદના ટીકર ગામે ઘરમાં અને મોરબીમાં જાહેરમાં જુગારની 2 રેડમાં કુલ 6 આરોપી પકડાયા મોરબીના સરતાનપર રોડ ઉપર ટ્રક ચાલકે બાઇકને લેતા ઇજા પામેલા યુવાનનું મોત મોરબીમાં સોનીની દુકાનની દીવાલમાં બાકોરૂ ઉપાડીને તસ્કરે 17.24 લાખની કિંમતના સોના-ચાંદીના દાગીના તથા ભંગારની કરી ચોર
Breaking news
Morbi Today

અમદાવાદથી ધંધાના કામ માટે આવેલ યુવાનનું વાંકાનેરના મહીકા નજીક માર્ગ અકસ્માતમાં મોત


SHARE





અમદાવાદથી ધંધાના કામ માટે આવેલ યુવાનનું વાંકાનેરના મહીકા નજીક માર્ગ અકસ્માતમાં મોત

વાંકાનેર બાઉન્ડ્રી પાસેથી બાઈક લઈને મહીકા ગામની સિમ પાસેથી પસાર થઈ રહેલા યુવાનના બાઈકને અજાણ્યા વાહન ચાલકે હડફેટ લીધું હતું જેથી અકસ્માતનો બનાવ બન્યો હતો અને તેમાં બાઇક ચાલક યુવાનને ગંભીર ઇજા થઈ હોવાથી તેનું મોત નીપજયું હતું જેથી કરીને મૃતક યુવાનના પિતાની વાંકાનેર તાલુકા પોલીસ દ્વારા ફરિયાદ લઈને અજાણ્યા વાહન ચાલક સામે અકસ્માતનો ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરવામાં આવી છે

બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે અમદાવાદના અમરાઈવાડી વિસ્તાર પાસે આવેલ ઇન્દિરાનગરમાં રહેતા પ્રેમજીભાઈ પુંજાભાઈ કંટારીયા (૬૪) એ હાલમાં વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે અજાણ્યા વાહન ચાલક સામે અકસ્માતની ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યું છે કે તેનો દીકરો હિરેનભાઈ પ્રેમજીભાઈ કંટારીયા (૩૦) પોતાનું બાઈક નં. જીજે ૨૭ ડીવાય ૪૨૨૨ લઈને પોતાના ધંધાના કામ માટે થઈને વાંકાનેર બાઉન્ડ્રીથી મહીકા ગામની સીમ તરફ આવી રહ્યો હતો ત્યારે રસ્તા ઉપર કોઈ અજાણ્યા વાહન ચાલકે તેના બાઇકને હડફેટે લીધું હતું જેથી હિરેનને મોઢા અને છાતીના ભાગે ગંભીર ઈજા થઈ હોવાથી તેનું મોત નીપજયું હતું અને તેના મૃતદેહને પીએમ માટે વાંકાનેરની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યારબાદ અહીંથી અકસ્માત મૃત્યુના બનાવની મૃતકના પિતાને જાણ કરવામાં આવી હતી જેના આધારે તેઓ પોતાના બીજા દીકરા અને જમાઈની સાથે તાત્કાલિક વાંકાનેર આવ્યા હતા અને વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે મૃતક યુવાનના પિતા દ્વારા અજાણ્યા વાહન ચાલક સામે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે




Latest News