મોરબીની ગીતાંજલી વિદ્યાલયમાં પ્રિ.બોર્ડ પરીક્ષા યોજાઇ ટંકારામાં હાઇબીપી બાદ મગજની નશ ફાટી જતા યુવાનનું મોત વધુ એક વખત ચક્કાજામ: મોરબીના બાયપાસ રોડે 3 સોસાયટીના લોકોએ પ્રાથમિક સુવિધા માટે રસ્તો બંધ કર્યો, તંત્ર દોડતું મોરબીમાં રાજ્યકક્ષાની બાળ પ્રતિભા શોધ સ્પર્ધા યોજાઇ: ૧૦૦૦ જેટલા બાળ કલાકારોએ પ્રતિભાના ઓજસ પાથર્યા વાંકાનેરમાં ઘરફોડ ચોરની ઘટનાઓને અંજામ આપવાના ગુનામાં સિખલીકર ગેંગેના બે શખ્સને વડોદરાથી પકડ્યા: 7 તોલા સોનું-રોકડ કબ્જે હળવદના વાંકીયા ગામ પાસે નદીમાં બળજબરી પૂર્વક ખાનગી વીજ કંપની દ્વારા ઉભો કરાતો વીજ પોલ અટકાવવા ગ્રામજનોની માંગ તેરા તુજકો અર્પણ: હળવદમાં કરાયેલ લૂંટમાં ગયેલ રોકડા પૈકીના 5.19 લાખ રૂપિયા વેપારીને પરત કરાયા મોરબીના જોધપર નદી ગામે બીમારીથી કંટાળીને આધેડે કર્યો આપઘાત
Breaking news
Morbi Today

સ્વબચાવ કે આપઘાત: લો બોલો મોરબી પાલિકાના પ્રમુખ-સભ્યોએ સર્વાનુમતે ચાલુ નાણાકીય વર્ષનું બજેટ જ ના મંજૂર કરી નાખ્યું !


SHARE













સ્વબચાવ કે આપઘાત: લો બોલો મોરબી પાલિકાના પ્રમુખ-સભ્યોએ સર્વાનુમતે ચાલુ નાણાકીય વર્ષનું બજેટ જ ના મંજૂર કરી નાખ્યું !

મોરબી શહેરના લોકોની સુખાકારીમાં વધારો થાય તે માટે થઈને દર વર્ષે નગરપાલિકામાં નાણાકીય વર્ષનું બજેટ મંજૂર કરવામાં આવતું હોય છે તેવી જ રીતે મોરબી નગરપાલિકામાં છેલ્લે મળેલ જનરલ બોર્ડની બેઠકમાં નાણાકીય વર્ષનું પાલિકાનું બજેટ મંજૂર કરવામાં આવ્યું હતું જોકે નગરપાલિકામાં પ્રમુખના અધ્યક્ષ સ્થાને મળેલ જનરલ બોર્ડની બેઠકમાં છેલ્લે મળેલ જનરલ બોર્ડના પ્રોસિડિંગને બહાલી આપવામાં આવી ન હતી અને તે એજન્ડાને મોકૂફ રાખવાના બદલે સર્વાનુમતે નામંજૂર કરવામાં આવેલ છે જેથી ટેકનિકલ રીતે પાલિકાના છેલ્લા બોર્ડમાં નાણાકીય વર્ષનું બજેટ મંજૂર કરવામાં આવ્યું હતું તેને પણ નામંજૂર કરવામાં આવ્યું હોય તેવો ઘાટ હાલમાં સર્જાયો છે જેથી આ નાણાકીય વર્ષ દરમિયાન જે ખર્ચા કરવામાં આવશે તેની સામે પણ અનેક સવાલો ઊભા થાય તેવી શક્યતાઓ દેખાઈ રહી છે અને તેની સાથોસાથ મોરબી નગરપાલિકાને સુપર સીડ કરવા માટે થઈને સરકાર દ્વારા જે હાલમાં તખ્તો ગોઠવવામાં આવી રહ્યો છે તેવામાં પાલિકાના પ્રમુખ સહિતના સભ્યોએ પાલિકાને સુપર સીડ કરવા માટેનો વધુ એક મોકો આપી દીધો છે તેવું રાજકીય પંડિતોમાં ચર્ચા રહ્યું છે

મોરબીમાં જુલતો પુલ તૂટી પડવાની દુર્ઘટના બાદથી મોરબી પાલિકા અને તેનો વહીવટ ચર્ચામાં આવેલ છે અને વહીવટી રીતે નગરપાલિકાને સુપર સીડ કરવા માટે થઈને સરકાર દ્વારા કારણદર્શક નોટિસ આપવામાં આવી હતી જેથી કરીને મોરબી નગરપાલિકામાં પ્રમુખના અધ્યક્ષ સ્થાને જનરલ બોર્ડની બેઠક મળી હતી જેમાં કુલ મળીને ત્રણ એજન્ડા રાખવામાં આવ્યા હતા. પ્રથમ એજન્ડા ગત જનરલ બોર્ડમાં થયેલ પ્રોસિડિંગને બહાલી આપવી, બીજો એજન્ડા સરકાર તરફથી આવેલ નોટિસ બાબતે જવાબ રજૂ કરવો અને ત્રીજો એજન્ડા પ્રમુખ સ્થાનેથી કોઈ પણ મુદ્દા આવે તો તેની ચર્ચા કરીને ઠરાવ કરવો આ પ્રકારે જનરલ બોર્ડની કાર્યવાહી કરવાની હતી જોકે પ્રથમ ગ્રાસે મક્ષિકાની જેમ પાલિકાના જનરલ બોર્ડની કાર્યવાહી શરૂ થતાની સાથે જ ગત જનરલ બોર્ડમાં કરવામાં આવેલ પ્રોસિડિંગને બહાલી આપવામાં આવી ન હતી અને આ એજન્ડાને પેન્ડિંગ રાખવાના બદલે પાલિકામાં હાજર રહેલા તમામ સભ્યો દ્વારા ગત જનરલ બોર્ડના પ્રોસિડિંગના એજન્ડાને સર્વાનુમતે ના મંજૂર કરવામાં આવેલ છે જેથી કરીને મોરબી પાલિકામાં કરવામાં આવતા નાણાકીય ખર્ચાઓ સામે હવે સવાલ ઊભા થાય તો નવાઈ નથી

અત્રે ઉલ્લેખનીય છે કે ગત માર્ચ મહિનાની ૨૮ મી તારીખે મોરબી નગરપાલિકામાં છેલ્લે જનરલ બોર્ડની બેઠક મળી હતી અને તેમાં વર્ષ ૨૦૨૩/૨૪ માટે નગરપાલિકાનું નાણાકીય વર્ષનું બજેટ મંજૂર કરવામાં આવ્યું હતું અને તે સહિતના એજન્ડાઓનો સમાવેશ આ જનરલ બોર્ડની અંદર કરવામાં આવ્યો હતો અને ત્યારબાદ એક પણ જનરલ બોર્ડની બેઠક મોરબી પાલિકા કચેરીમાં મળી ન હતી અને તા. ૨૩/૧/૨૩ ના રોજ મોરબી પાલિકામાં જનરલ બોર્ડની બેઠક મળી હતી જેમાં ગત જનરલ બોર્ડના પ્રોસિડિંગને મંજૂર કરવાના બદલે સર્વાનુમતે ના મંજૂર કરવામાં આવેલ છે જેથી કરીને પાલિકાનું નાણાકીય વર્ષનું બજેટ પણ ના મંજૂર થયું હોય તેવો ઘાટ સર્જાયો છે તેવું રાજકીય પંડિતોમાં ચર્ચા રહેવું છે અને જો નાણાકીય વર્ષનું બજેટ ના મંજૂર થાય તો હાલમાં મોરબી નગરપાલિકાને સુપર સીડ કરવા માટે થઈને સરકાર કાર્યવાહી કરી રહી છે અને નોટિસ ફટકારી રહી છે તેને વધુ એક મોકો પાલિકાના જ ચૂંટાયેલા સભ્યો અને પદાધિકારીઓ દ્વારા આપવામાં આવ્યો હોય આ મુદ્દાને ધ્યાનમાં રાખીને પણ હવે સરકાર મોરબી નગરપાલિકાને સુપર સીડ કરે તો નવાઈ નથી






Latest News