અતિ દુર્લભ પક્ષી ચાતક મોરબીમાં દેખાયું મોરબીના ટિંબડી ગામના પાટીયા પાસે ટ્રક પાછળ એસટીની બસ અથડાતાં પિતા-પુત્રને ઇજા મોરબીના રંગપર ગામે પરિણીતાએ કરેલ આપઘાતના બનાવમાં હવે નણંદની ધરપકડ મોરબીમાં ઝૂંપડામાંથી 450 બોટલ દારૂ અને 96 બીયરના ટીન પકડવાના ગુનામાં માલ મંગાવનાર શખ્સની ધરપકડ મોરબી મત્સ્યૌદ્યોગ વિભાગના અધિક્ષક કોન્ટ્રાકટર પાસેથી 50 હજારની લાંચ લેતા રાજકોટમાં પકડાયા મોરબીમાં રસોડા કામ માટે જવાનું કહીને નીકળ્યા બાદ યુવતી ગુમ મોરબીના લાલપર ગામેથી યુવાન ૧૦ દિવસથી ગુમ, શોધખોળ શરૂ મોરબી નજીકથી 15 ઘેટા બકરા લઈ જતી બોલેરો ગાડી સાથે બે શખ્સની ધરપકડ: 5.45 લાખનો મુદામાલ કબ્જે
Breaking news
Morbi Today

મોરબીના મકનસર ગામે ભાઈને મળીને વાંકાનેર જતાં યુવાનને કાળનો ભેટો


SHARE







મોરબીના મકનસર ગામે ભાઈને મળીને વાંકાનેર જતાં યુવાનને કાળનો ભેટો

મોરબી વાંકાનેર નેશનલ હાઈવે ઉપર આવેલ ઢુવા ગામ પાસે સિરામિક કારખાના નજીકથી યુવાન બાઇક લઈને વાંકાનેર તરફ જતો હતો ત્યારે ટ્રક ચાલકે પાછળથી તેના બાઈકને ઠોકર મારી હતી જેથી કરીને અકસ્માતનો બનાવ બન્યો હતો અને તેમાં યુવાનને માથાના ભાગે ગંભીર ઇજા થઈ હોવાથી તેનું મોત નીપજ્યું હતું હાલમાં મૃતક યુવાનના મિત્રની ફરિયાદ લઈને પોલીસે ટ્રક ચાલક સામે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મૂળ રાજસ્થાનના ગંગાપુર પાસેનો રહેવાસી અને હાલમાં વાંકાનેરમાં રહેતો અને નાસ્તા ગલીમાં ભેરુનાથ પાવભાજીના નામથી ધંધો કરતો અનુજ ભાટ નામનો ૨૦ વર્ષનો યુવાન મોરબી તાલુકાના મકનસર ગામ પાસે તેનો ભાઈ કામ કરતો હોય ત્યાં તેને મળવા માટે બાઈક નં. જીજે ૩૬ એમ ૮૨૫૫ લઈને આવ્યો હતો અને તે પોતાના ભાઈને મળીને બાઈક લઈને પરત વાંકાનેર તરફ જતો હતો ત્યારે ઢુવા નજીક સનબીમ સીરામીક કારખાના પાસે તેના બાઈકને ટ્રક નંબર જીજે ૩૬ ટી ૫૦૫૭ ના ચાલકે હડફેટે લીધું હતું જેથી કરીને અકસ્માતનો બનાવ બનેલ હતો જેમાં અનુજ ભાટને માથાના ભાગે ગંભીર ઇયાજ થયેલ હતી જેથી તેનું મોત નીપજ્યું હતું અને અકસ્માત સર્જીને વાહન ચાલક તેનું વાહન ઘટના સ્થળ ઉપર જ છોડીને નાસી ગયો હતો જેથી કરીને હાલમાં મૃતક યુવાનના મિત્ર લાડુલાલ દેવીલાલ ગાડરી જાતે ધનગર માલધારી (૨૭) રહે. હાલ મકનસર ભક્તિનગર-૨ સોસાયટી મૂળ રહે. રાજસ્થાન વાળાની ફરિયાદ લઈને પોલીસે આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે






Latest News