મોરબીના સામાકાંઠા વિસ્તારમાંથી મહિલા ગુમ, શોધખોળ ચાલુ મોરબી મનપા વર્ષ ૨૦૨૫ માં અસ્તિત્વમાં આવી તો ગ્રામ્ય વિસ્તારના મિલકત ધારકો પાસેથી વર્ષ ૨૦૧૫થી ટેક્સની ઉઘરાણી કેમ: ગ્રાહક સુરક્ષા મંડળ મોરબી સિવિલ હોસ્પિટલમાં બંધ મશીનો-લિફ્ટને તાત્કાલિક ચાલુ કરવા કલેકટર સ્વપ્નિલ ખરેનો આદેશ મોરબીમાં વિકસિત ભારત સંકલ્પ સંમેલનની તૈયારીની સમીક્ષા માટે બેઠક યોજાઇ આત્મનિર્ભર ભારત: મોરબી સહિત ગુજરાતમાં કૃષિ ક્ષેત્રે પરિવર્તનનો નવો સૂર્યોદય લાવતી પ્રાકૃતિક ખેતી મોરબી-રાજપર ગામે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા ૧૫ દિવસીય નિઃશુલ્ક સમર યોગ કેમ્પ યોજાયો મોરબીના જલારામ ધામ ખાતે યોજાયેલ નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પનો ૨૦૦ દર્દીઓએ લાભ લીધો મોરબીમાંથી ઝડપાયેલ 1.992 કિલો ગાંજો-11.37 ગ્રામ હાઇબ્રીડ ગાંજાના કેસમાં વધુ એક આરોપીની ધરપકડ
Breaking news
Morbi Today

સોશિયલ મીડિયાનો સદઉપયોગ : મોરબીમાં ઠંડીમાં ઠુઠવાઇ જતા સારવારમાં લઇ જવાયેલ ધ્રાંગધ્રાના યુવાનનું મોત


SHARE











સોશિયલ મીડિયાનો સદઉપયોગ : મોરબીમાં ઠંડીમાં ઠુઠવાઇ જતા સારવારમાં લઇ જવાયેલ ધ્રાંગધ્રાના યુવાનનું મોત

મોરબીના રવાપર રોડ ઉપર ફૂટપાથ ઉપર પડેલ અજાણ્યા યુવાનને કોઈએ ફોન કરીને ૧૦૮ દ્વારા સિવિલ હોસ્પિટલ પહોંચાડ્યો હતો અને અહીં સિવિલ હોસ્પિટલ ખાતે અજાણ્યા યુવાનનું મોત નિપજતા પોલીસ દ્વારા મૃતકના વાલીવારસની શોધખોળ હાથ ધરવામાં આવતા મૃતક મૂળ ધાંગધ્રાના વતની હોવાનું અને અહીંતહીં રખડીને મજૂરી કામ કરતા હોવાનું તપાસમાં ખુલ્યું હતું.

બનાવની જાણવા મળતી વિગતો મુજબ મોરબીના રવાપર રોડ ઉપર આવેલ એ.જે.કંપની પાસે યુવાન ઠંડીમાં ઠુઠવાતો હોય અને અશકત હાલતમાં હોય કોઈ જાગૃત નાગરિક દ્વારા ૧૦૮ માં ફોન કરવામાં આવ્યો હતો અને ૧૦૮ વડે આશરે પાંત્રીસેક વર્ષના અજાણ્યા યુવાનને અહીંની સિવિલ હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યો હતો જ્યાં ટૂંકી સારવાર દરમિયાન અજાણ્યા યુવાનનું મોત નીપજ્યું હતું જેથી બનાવ અંગે એ ડિવિઝન પોલીસમાં જાણ કરવામાં આવતા હાલમાં એ ડિવિઝન પોલીસ મથકના વિપુલભાઈ ફુલતરીયા આ અંગે આગળની તપાસ ચલાવી રહ્યા છે.તેઓના જણાવ્યા પ્રમાણે અજાણ્યા યુવાનના હાથની કલાઈના ભાગે "રસુલ" ત્રોફાવેલ છે અને યુવાને ગ્રીન કલરનું ટી-શર્ટ પેરેલ છે.તે ફોટા વાળી રસુલ નામની કોઈ વ્યક્તિ વિશે કોઈને કોઈપણ પ્રકારની જાણ હોય તો મોરબી સીટી એ ડિવિઝન પોલીસ મથક ખાતે જાણ કરવા અપીલ કરવામાં આવી હતી અને તે અંગેના સમાચાર સોશિયલ મીડિયામાં વાયરલ થયા હતા જેથી ધાંગધ્રા ખાતે રહેતા મૃતકના ભાણેજ જમાઈ સલીમભાઈ મોરબી આવ્યા હતા અને મૃતકનું નામ રસુલભાઈ અલીભાઈ સુમરા (ઉમર ૩૫) રહે.કોર્ટફળી ધાંગધ્રા જિલ્લો સુરેન્દ્રનગર હોવાનું ખુલ્યું હતું તેમના જણાવ્યા પ્રમાણે મૃતક રસુલભાઈ એકલા જ મોરબી રહેતા હતા.પોલીસ સુત્રોના જણાવ્યા પ્રમાણે મૃતકને કિડનીની તકલીફ હતી અને દરમિયાનમાં ઠંડીના લીધે ઠુઠવાઈ જવાથી સારવાર મળે તે પૂર્વ રસુલભાઇનું મોત નીપજ્યું હતું.

મહિલા સારવારમાં

મોરબીના સામાકાંઠે સર્કિટ હાઉસની સામે આવેલી વિદ્યુતનગર વિસ્તારમાં રહેતા નીતાબેન ભરતભાઈ પાટડીયા નામની ૨૩ વર્ષીય મહિલા કોઈ કારણોસર ફીનાઇલ પી જતા તેને સારવારમાં ખસેડવામાં આવી હતી.જ્યારે પંચાસર ચોકડી હદાણીની વાડી પાસે રહેતા ચંદ્રિકાબેન ગોવિંદભાઈ કંજારીયા નામની ૩૫ વર્ષીય મહિલાને મારામારીના બનાવમાં ઈજા પહોંચતા સારવાર માટે સિવિલ હોસ્પિટલે ખસેડાયા હતા.તેમજ મોરબીના શનાળા ગામ પાસે રહેતા ઉષાબેન અશ્વિનભાઈ વાઘેલા નામની ૩૨ વર્ષીય મહિલા કોઈ કારણોસર ફીનાઇલ પી જતા તેણીને અત્રેની મંગલમ હોસ્પિટલે સારવાર માટે ખસેડાયા હતા તેણીનો લગ્નગાળો ૧૩ વર્ષનો હોવાનું જાણવા મળેલ છે.

મારામારીમાં ઈજા થતા સારવારમાં

મોરબીના વાઘપરા વિસ્તારમાં રહેતા વિક્રમભાઇ બાબુભાઈ સાલાણી નામના ૭૦ વર્ષના વૃદ્ધને ઘર નજીક મારામારીના બનાવમાં ઈજા થતાં સિવીલે સારવાર માટે લવાયા હતા.જ્યારે મોરબીના રફાળેશ્વર ગામે રહેતા રાજ રતિલાલભાઈ કાનાણી જાતે વાંઝા નામના ૨૩ વર્ષના યુવાનને મોરબીના રફાળેશ્વર ગામ પાસે આવેલ વરૂડી માતાના મંદિર પાસે મારામારીના બનાવમાં ઈજા થતાં રાધાબેને તેને સારવારમાં સિવિલે ખસેડ્યો હતો બનાવને પગલે તાલુકા પોલીસ મથકના એ.એમ.જાપડીયાએ તપાસ કરતા ભાઈ સાથે થયેલ બોલાચાલી અને ઝપાઝપી દરમિયાન પોતે પડી જતા પોતાને ઈજા પહોંચી હોવાનું રાજ કાનાણીએ પોલીસને નિવેદન આપ્યું હતું..!






Latest News