મોરબી જીલ્લામાં નકલી વિદેશી દારૂ બનાવવાના ગુનામાં પકડાયેલા 5 આરોપીના 8 દિવસના રિમાન્ડ મંજૂર મોરબી મહાનગરપાલિકા કાલે બાળકોને હવાલે: મેયર-ડેપ્યુટી મેયર સહિતની જવાબદારી બાળકો જ સંભાળશે મોરબીમાં પર્યુષણ પર્વ ઉપર કતલખાના બંધ રાખવા અને માંસ-મટન વિગેરેનું વેચાણ બંધ રાખવા જાહેરનામું પ્રસિદ્ધ મોરબી જીલ્લામાં અપમૃત્યુના 3 બનાવ: નર્મદાની કેનાલમાં જુદીજુદી જગ્યાએ ડૂબી જવાથી બે યુવાન અને છાતીમાં દુખાવો ઉપડયા બાદ એક યુવાનનું મોત હળવદમાં પોસ્ટના બચત ખાતામાં મોબાઈલ નંબર અપડેટ કરવા માટે દીકરીની ખોટી સહી કરનાર માતા સામે ગુનો નોંધાયો હળવદના ટીકર ગામે ઘરમાં અને મોરબીમાં જાહેરમાં જુગારની 2 રેડમાં કુલ 6 આરોપી પકડાયા મોરબીના સરતાનપર રોડ ઉપર ટ્રક ચાલકે બાઇકને લેતા ઇજા પામેલા યુવાનનું મોત મોરબીમાં સોનીની દુકાનની દીવાલમાં બાકોરૂ ઉપાડીને તસ્કરે 17.24 લાખની કિંમતના સોના-ચાંદીના દાગીના તથા ભંગારની કરી ચોર
Breaking news
Morbi Today

વાંકાનેરમાં જે.કે. લક્ષ્મી સિમેન્ટ દ્વારા કોન્ટ્રાક્ટરો-કડિયા-કારીગરો માટે મેડિકલ લેમ્પ યોજાયો


SHARE





વાંકાનેરમાં જે.કે. લક્ષ્મી સિમેન્ટ દ્વારા કોન્ટ્રાક્ટરો-કડિયા-કારીગરો માટે મેડિકલ લેમ્પ યોજાયો

વાંકાનેરમાં જે.કે. લક્ષ્મી સિમેન્ટ લિમિટેડ દ્વારા (CSR ઍક્ટિવિટીના ભાગ રૂપે) કોન્ટ્રાક્ટરો, કડિયા-કારીગરો તથા તેમના પરિવારજનો માટે દેકાવાડીયા હોસ્પિટલ ખાતે નિ:શુલ્ક હેલ્થ ચેક અપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં રાજકોટ જિલ્લાના જે.કે. લક્ષ્મી સિમેન્ટના પ્રમોટર સુનિલભાઈ જૈન, વિક્રમભાઈ રાણભાણ, તેમજ સેલ્સ ઓફિસર સમીરભાઈ મહેતા, વિવેકભાઈ રૂપારેલિયા તથા જીગ્નેશભાઈ ચોરેરા ઉપરાંત ટેકનિકલ ઓફિસર મયુરભાઈ ભટ્ટી, ટંકારાના બીપીનભાઈ પ્રજાપતિ (મારુતિ સેલ્સ) હાજર રહ્યા હતા. અને દેકાવાડીયા હોસ્પિટલના એમ.ડી. ડોક્ટર ઈમ્તિયાઝ દેકાવાડીયા દ્વારા રેગ્યુલર ચેકઅપ, સુગર, બ્લડપ્રેશર, ઓક્સિજન લેવલ, હાઈટ, વજન વગેરેની ચકાસણી નિ:શુલ્ક કરી આપવામાં આવી હતી અત્રે ઉલેખ્નિય છે કે, જે.કે. લક્ષ્મી સિમેન્ટ દ્વારા કડિયા, કોન્ટ્રાક્ટરો, તથા તેના પરિવારજનોની સ્વાસ્થ્યની જાળવણીના ભાગરૂપે આખા ગુજરાતના દરેક જિલ્લા તથા તાલુકા લેવલે આરોગ્ય કેમ્પનું નિ:શુલ્ક આયોજન કરવામાં આવે છે. જેમાં ઉપરોક્ત તપાસ સાથે આંખની, હૃદયની તથા વિવિધ રોગની ચકાસણી આ હેલ્થ કેમ્પમાં નિ:શુલ્ક કરી આપવામાં આવે છે.




Latest News