મોરબીના સામાકાંઠા વિસ્તારમાંથી મહિલા ગુમ, શોધખોળ ચાલુ મોરબી મનપા વર્ષ ૨૦૨૫ માં અસ્તિત્વમાં આવી તો ગ્રામ્ય વિસ્તારના મિલકત ધારકો પાસેથી વર્ષ ૨૦૧૫થી ટેક્સની ઉઘરાણી કેમ: ગ્રાહક સુરક્ષા મંડળ મોરબી સિવિલ હોસ્પિટલમાં બંધ મશીનો-લિફ્ટને તાત્કાલિક ચાલુ કરવા કલેકટર સ્વપ્નિલ ખરેનો આદેશ મોરબીમાં વિકસિત ભારત સંકલ્પ સંમેલનની તૈયારીની સમીક્ષા માટે બેઠક યોજાઇ આત્મનિર્ભર ભારત: મોરબી સહિત ગુજરાતમાં કૃષિ ક્ષેત્રે પરિવર્તનનો નવો સૂર્યોદય લાવતી પ્રાકૃતિક ખેતી મોરબી-રાજપર ગામે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા ૧૫ દિવસીય નિઃશુલ્ક સમર યોગ કેમ્પ યોજાયો મોરબીના જલારામ ધામ ખાતે યોજાયેલ નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પનો ૨૦૦ દર્દીઓએ લાભ લીધો મોરબીમાંથી ઝડપાયેલ 1.992 કિલો ગાંજો-11.37 ગ્રામ હાઇબ્રીડ ગાંજાના કેસમાં વધુ એક આરોપીની ધરપકડ
Breaking news
Morbi Today

મોરબીમાં વ્યાજ વટાવના ધંધાર્થીઓના ત્રાસથી ઝેરી દવા પી ગયેલ યુવાન સારવારમાં


SHARE











મોરબીમાં વ્યાજ વટાવના ધંધાર્થીઓના ત્રાસથી ઝેરી દવા પી ગયેલ યુવાન સારવારમાં

મોરબીના રવાપર રોડ ઉપર આવેલ સોસાયટીમાં રહેતો યુવાન વ્યાજ વટાવના ધંધાર્થીઓના ત્રાસને લઈને ઝેરી દવા પી ગયો હતો જેથી કરીને તેને સારવારમાં ખસેડવામાં આવ્યો હોવાનું પોલીસ સુત્રોમાંથી જાણવા મળેલ છે.

મોરબી સીટી એ ડિવિઝન પોલીસ મથકના સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ મોરબીના રવાપર રોડ ઉપર આવેલી ઉમિયાનગર સોસાયટીમાં રહેતો કપિલ નાથાભાઈ લીખીયા નામનો ૩૪ વર્ષનો યુવાન ઝેરી દવા પી ગયો હતો જેથી અર્ધ બેભાન હાલતમાં તેને શહેરની માધવ હોસ્પિટલ ખાતે સારવારમાં લાવવામાં આવ્યો હતો.હોસ્પિટલ સત્તાવાળાઓ દ્વારા સારવાર કર્યા બાદ એ ડિવિઝન પોલીસ મથકે બનાવ સંદર્ભે જાણ કરવામાં આવી હતી જેથી કરીને એ ડિવિઝન પોલીસ મથકના વિપુલભાઈ ફુલતરીયા દ્વારા આ અંગે નોંધ કરીને આગળની તપાસ હાથ ધરવામાં આવી હતી અને પ્રાથમિક તપાસમાં ખુલ્યું હતું કે વ્યાજ વટાવનો ધંધો કરતા ઇસમો દ્વારા ધમકીઓ આપવામાં આવતી હોય ડરી જઈને કપિલભાઈ લીખીયા દ્વારા દવા પી લેવામાં આવી હતી.કપિલભાઈના નિવેદન ઉપરથી પોલીસે નોંધ કરીને આ અંગે આગળની તજવીજ શરૂ કરી હોવાનું જાણવા મળેલ છે.

વૃદ્ધા સારવારમાં

મોરબીના હળવદ તાલુકામાં આવેલા જુના અમરાપર ગામે રહેતા હીરૂબેન કરમશીભાઈ દલવાડી નામના ૫૭ વર્ષના મહિલા બાઇકમાં બેસીને જતા હતા ત્યારે બાઈક સાથે ખૂંટીયો અથડાતા વાહન અકસ્માતનો બનાવ સર્જાયો હતો જેથી ઈજા પામેલ હીરૂબેનને મોરબીના સામાકાંઠે આવેલ શિવમ હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યા હતા.જ્યાંથી હોસ્પિટલ સત્તાવાળા દ્વારા મોરબી સીટી બી ડિવિઝન પોલીસને બનાવની જાણ કરવામાં આવતા બી ડિવિઝન પોલીસ મથકના જગદીશભાઈ ડાંગર દ્વારા આ અંગે નોંધ કરી તપાસ ચલાવવામાં આવી રહી હોવાનું જાણવા મળેલ છે.જ્યારે હળવદના રણજીતગઢ ગામનો રહેવાસી ચેતન ચંદુભાઈ સોનગ્રા નામનો ૩૧ વર્ષનો યુવાન હળવદની સરા ચોકડી પાસેથી બાઈકમાં જતો હતો ત્યાં રસ્તામાં તેનું બાઈક પલ્ટી મારી જતા ઈજા પામેલ ચેતન સોનગ્રાને પણ સારવાર માટે અત્રેની શિવમ હોસ્પિટલે લાવવામાં આવ્યો હતો.

વાહન અકસ્માતમાં ઈજા

મોરબી તાલુકાના ગાળા ગામે સોલાટેક સીરામીક પાસે રહીને મજૂરી કામ કરતો મુકેશ બીદલાભાઈ ડામોર નામનો ૩૦ વર્ષનો યુવાન બાઈક લઈને જતો હતો ત્યારે રસ્તામાં તેના બાઈકની સાથે અન્ય બાઇક અથડાતા વાહન અકસ્માતનો બનાવ સર્જાયો હતો જેમાં ઇજા પામેલ મુકેશ ડામોરને સારવાર માટે સિવિલે ખસેડાયો હતો જેથી આ બનાવ અંગે તાલુકા પોલીસ મથકના ફિરોજભાઈ સુમરા આગળની તપાસ ચલાવી રહ્યા છે.






Latest News