મોરબી જીલ્લામાં નકલી વિદેશી દારૂ બનાવવાના ગુનામાં પકડાયેલા 5 આરોપીના 8 દિવસના રિમાન્ડ મંજૂર મોરબી મહાનગરપાલિકા કાલે બાળકોને હવાલે: મેયર-ડેપ્યુટી મેયર સહિતની જવાબદારી બાળકો જ સંભાળશે મોરબીમાં પર્યુષણ પર્વ ઉપર કતલખાના બંધ રાખવા અને માંસ-મટન વિગેરેનું વેચાણ બંધ રાખવા જાહેરનામું પ્રસિદ્ધ મોરબી જીલ્લામાં અપમૃત્યુના 3 બનાવ: નર્મદાની કેનાલમાં જુદીજુદી જગ્યાએ ડૂબી જવાથી બે યુવાન અને છાતીમાં દુખાવો ઉપડયા બાદ એક યુવાનનું મોત હળવદમાં પોસ્ટના બચત ખાતામાં મોબાઈલ નંબર અપડેટ કરવા માટે દીકરીની ખોટી સહી કરનાર માતા સામે ગુનો નોંધાયો હળવદના ટીકર ગામે ઘરમાં અને મોરબીમાં જાહેરમાં જુગારની 2 રેડમાં કુલ 6 આરોપી પકડાયા મોરબીના સરતાનપર રોડ ઉપર ટ્રક ચાલકે બાઇકને લેતા ઇજા પામેલા યુવાનનું મોત મોરબીમાં સોનીની દુકાનની દીવાલમાં બાકોરૂ ઉપાડીને તસ્કરે 17.24 લાખની કિંમતના સોના-ચાંદીના દાગીના તથા ભંગારની કરી ચોર
Breaking news
Morbi Today

મોરબીના બગથળા ગામેથી સગીરાનું અપહરણ, ગુનો નોંધાતા તપાસ શરૂ


SHARE





મોરબીના બગથળા ગામેથી સગીરાનું અપહરણ, ગુનો નોંધાતા તપાસ શરૂ

મોરબી તાલુકાના બગથળા ગામે રહેતા પરિવારની સગીરવયની દીકરીને લલચાવી ફોસલાવીને બદકામ કરવાના ઇરાદે અપરણ કરી જવામાં આવતા ભોગ બનેલ સગીરાની માતા દ્વારા ફરિયાદ કરવામાં આવતા હાલમાં તાલુકા પોલીસ દ્રારા અપહરણ-પોકસો સહિતની કલમો હેઠળ ગુનો નોંધીને ભોગ બનેલ સગીરાને શોધવા અને આરોપીને પકડી પાડવા આગળની તજવીજ શરૂ કરવામાં આવી હોવાનું જાણવા મળેલ છે.

પોલીસ સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ મોરબી તાલુકાના બગથળા ગામે રહેતા એક પરિવારની સગીરવયની દીકરીને લલચાવી ફોસલાવીને લગ્નની લાલચ આપીને બદકામ કરવાના ઇરાદે પ્રકાશ નટુભાઈ ખીમસુરીયા રહે. આંબાવાડી વંદના સ્કૂલ પાસે મહેતનપુરા ભુદરપુરા રોડ અમદાવાદ વાળો ગત તા.૨૭-૧ ના રોજ બપોરના બે વાગ્યાના અરસામાં અપહરણ કરી જતા પરિવાર દ્વારા તાલુકા પોલીસમાં જાણ કરવામાં આવી હતી અને શોધખોળ કર્યા છતાં ભોગ બનેલ સગીરા કે આરોપીનો પતો ન લાગતા અંતે મોરબી તાલુકા પીઆઈ કે.એ વાળા દ્વારા કલમ ૩૬૩,૩૬૬ અને પોકસો એકટની કલમો હેઠળ આરોપી પ્રકાશ ખીમસુરીયા સામે અપહરણ અને પોકસો મુજબ ગુનો નોંધીને ભોગ બનેલ સગીરને શોધવા અને આરોપી પ્રકાશ ખીમસુરીયાને પકડવા આગળની તજવીજ શરૂ કરી હોવાનું જાણવા મળેલ છે.

વાહન અકસ્માતમાં ઇજા

મોરબીના માળિયા-અમદાવાદ હાઇવે ઉપર વાહન અકસ્માતનો બનાવ બન્યો હતો જે બનાવમાં શક્તિદેવ ભોજુબા જાડેજા (૪૬), દીપીકાબેન શક્તિદેવ (૪૨) અને દીપ્તિબેન દેવસિંહ (૨૨) રહે.ત્રણેય ગુજરાત હાઉસિંગ બોર્ડ ભીડભંજન પટેલ વાડી બાપુનગર અમદાવાદ વાળાઓને કાર અકસ્માતના બનાવમાં ઇજાઓ પહોંચી હતી.જેથી મોરબીના સામાકાંઠે આવેલ સમર્પણ હોસ્પિટલે સારવાર માટે ખસેડાયા હતા અને બનાવની સીટી બી ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા બી ડિવિઝન પોલીસ મથકના વાલભા ચાવડા દ્વારા આ અંગે નોંધ કરી આગળની તજવીજ શરૂ કરવામાં આવી છે.

સગીરા સારવારમાં

મોરબી તાલુકાના રામગઢ (કોઇલી) ગામે રહેતા જોત્સનાબેન બતળાભાઈ નાયકા નામની ૧૫ વર્ષની સગીરાને વાહન અકસ્માતના બનાવમાં ઈજા થતા અત્રે ખાનગી હોસ્પિટલે સારવારમાં લાવવામાં આવી હતી મોરબી તાલુકા પોલીસના જણાવ્યા પ્રમાણે ડેમી-૩ ડેમની પાસે બાઇક સ્લીપ થવાનો બનાવ બન્યો હતો. જેમાં ઇજા થતા જોત્સનાબેનને સારવાર માટે મોરબી લાવવામાં આવ્યા હતા હાલ તાલુકા પોલીસ મથકના મહેશભાઈ કહાંગરા તપાસ ચલાવી રહ્યા છે.




Latest News