માળીયા (મી)ના ખાખરેચી ગામે જૈન દેરાસરમાં ધોળા દિવસે તસ્કરના ધામા, ભગવાનની મૂર્તિ ઉપરથી આભૂષણની ચોરી મોરબીમાં ઈંડા-નોનવેજની લારીઓ તથા કતલખાનાઓ ચાલુ !: કમિશનરે પ્રસિદ્ધ કરેલ જાહેરનામાની ઐસીતૈસી મોરબી જીલ્લામાં નકલી વિદેશી દારૂ બનાવવાના ગુનામાં પકડાયેલા 5 આરોપીના 8 દિવસના રિમાન્ડ મંજૂર મોરબી મહાનગરપાલિકા કાલે બાળકોને હવાલે: મેયર-ડેપ્યુટી મેયર સહિતની જવાબદારી બાળકો જ સંભાળશે મોરબીમાં પર્યુષણ પર્વ ઉપર કતલખાના બંધ રાખવા અને માંસ-મટન વિગેરેનું વેચાણ બંધ રાખવા જાહેરનામું પ્રસિદ્ધ મોરબી જીલ્લામાં અપમૃત્યુના 3 બનાવ: નર્મદાની કેનાલમાં જુદીજુદી જગ્યાએ ડૂબી જવાથી બે યુવાન અને છાતીમાં દુખાવો ઉપડયા બાદ એક યુવાનનું મોત હળવદમાં પોસ્ટના બચત ખાતામાં મોબાઈલ નંબર અપડેટ કરવા માટે દીકરીની ખોટી સહી કરનાર માતા સામે ગુનો નોંધાયો હળવદના ટીકર ગામે ઘરમાં અને મોરબીમાં જાહેરમાં જુગારની 2 રેડમાં કુલ 6 આરોપી પકડાયા
Breaking news
Morbi Today

મોરબીની એડવાન્સ મલ્ટી સ્પેશિયાલિટી ડેન્ટલ ક્લિનિકના ડો.મિલન ઉઘરેજાને ઇમર્જીંગ પ્રેક્ટિશનર ઓફ ધ યર નો એવોર્ડ એનાયત કરાયો


SHARE





મોરબીની એડવાન્સ મલ્ટી સ્પેશિયાલિટી ડેન્ટલ ક્લિનિકના ડો.મિલન ઉઘરેજાને ઇમર્જીંગ પ્રેક્ટિશનર ઓફ ધ યર નો એવોર્ડ એનાયત કરાયો

મોરબીની જાણીતી એડવાન્સ મલ્ટી સ્પેશ્યાલીટી ડેન્ટલ હોસ્પિટલના ડો.મિલન ઉઘરેજાને ઇન્ડિયન સોસાયટી ઓફ ડેન્ટિસ્ટ્રી દ્વારા એવોર્ડ એનાયત કરાયો છે.વધુમાં જાણવા મળતી વિગતો મુજબ મોરબીના જાણીતા એડવાન્સ મલ્ટી સ્પેશિયાલિટી ડેન્ટલ ક્લિનિકના ડોક્ટર મિલન ઉઘરેજાને ઇન્ડિયન સોસાયટી ઓફ ડેન્ટિસ્ટ્રી તરફથી સમગ્ર ગુજરાતના ડેન્ટિસ્ટોમાંથી પસંદગી કરીને "ઈમર્જીંગ પ્રેક્ટિસનર ઓફ ધ યર"નો એવોર્ડ એનાયત કરવામાં આવેલ છે.જેમાં કિંગ જ્યોર્જ મેડિકલ યુનિવર્સિટીના વાઇસ ચાન્સલેસર ડો.જી.બી.કપૂર અને ડેન્ટલ કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના ગુજરાતના પ્રમુખ ડો.વિરલ પટેલના હસ્તે ડો.મિલન ઉઘરેજાને આ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો.અત્રે નોંધનીય છે કે ગત વર્ષે જ ભારત સરકારના કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીજીના હસ્તે ડો.મિલન ઉઘરેજાને સમગ્ર ગુજરાતમાં શ્રેષ્ઠ ડેન્ટલ પ્રેક્ટિસનરનો એવોર્ડ પણ એનાયત કરવામાં આવ્યો હતો તેમજ ડો.મિલન ઉઘરેજા આર્મી પ્રત્યે પણ સારી ભાવના ધરાવતા હોય અનેક વખત આર્મીમેનોને કોઈપણ જાતની ફી લીધા વિના પણ સેવા આપતા હોય છે માટે મોરબીનું ગૌરવ વધારવા બદલ તેમના ડોક્ટર મિત્રો, શુભેચ્છકો અને સગાં-સ્નેહીઓ દ્વારા ડો. મિલન ઉઘરેજાને તેઓની આ સીધી બદલ શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી.




Latest News