હાઈ એલર્ટ: શનિવારે વહેલી સવારે ૪ વાગ્યે મચ્છુ-૨ ડેમના દરવાજા ખોલીને નદીમાં ૪૯૦૦૦ ક્યુસેક પાણી છોડશે મોરબીનો ઘોડાધ્રોઈ ડેમ 100 ટકા ભરાઈ જતા 2 દરવાજા 3 ફૂટ ખોલ્યા ભારે વરસાદની અગમચેતીના ભાગરૂપે આવતીકાલે મોરબી જિલ્લાની તમામ શાળાઓ અને કોલેજોમાં શૈક્ષણિક કાર્ય બંધ રહેશે: વિદ્યાર્થીઓ માટે રજા જાહેર યુ ટર્ન: મોરબીના વોર્ડ નં-2 માં ચોમાસા પછી પ્રાથમિક સુવિધાના કામ નહિ થાય તો હું રાજીનામું આપીશ: કોર્પોરેટર સીતાબેન હુંબલ મોરબી જીલ્લામાં 3 કોઝવે ઉપર પાણી આવી જવાથી અને 1 ડાયવર્ઝન ધોવાઈ જતાં રસ્તાઓને બંધ કરાયા મોરબી જીલ્લામાં વરસાદી પાણીનો નિકાલ સહિતની બાબતોને લઈને કલેક્ટરની અધિકારીઓએ સાથે બેઠક યોજાઈ મોરબીનો મચ્છુ-3 ડેમ 100 ટકા ભરાયો: 2 દરવાજા 1 ફૂટ  ખોલ્યા: 2 તાલુકાના 21 ગામોને એલર્ટ કરાયા વાંકાનેરમાં નેશનલ હાઈવે અને સર્વિસ રોડ ઉપર વરસાદી પાણી ભરાઈ જતા વાહનોની અવરજવર બંધ
Breaking news
Morbi Today

મોરબીના સોમનાથ પેપર મિલના સેન્સર ગેઇટમાં દબાઈ જતા ઇજા પામેલ બાળકીને રાજકોટ લઈ જતા રસ્તામાં મોત


SHARE







મોરબીના સોમનાથ પેપર મિલના સેન્સર ગેઇટમાં દબાઈ જતા ઇજા પામેલ બાળકીને રાજકોટ લઈ જતા રસ્તામાં મોત

મોરબીના નવાગામ-લીલાપર રોડ ઉપર આવેલ પેપર મિલના સેન્સર ગેઇટમાં દિવાલ અને લોખંડના દરવાજા વચ્ચે દબાઈ જતા એક વર્ષની નાની બાળકીને માથાના ભાગે ઇજા પહોંચી હતી જેથી મોરબી બાદ તેણીને વધુ સારવાર અર્થે રાજકોટ લઈ જવામાં આવી રહી હતી ત્યારે રસ્તામાં બાળકીનું મોત નીપજ્યું હોવાનું જાણવા મળેલ છે.

મોરબી તાલુકા પોલીસ મથકના સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ મોરબીના નવાગામ-લીલાપર રોડ ઉપર આવેલ સોમનાથ પેપરમીલ નામના યુનિટના ગેઇટ પાસે રમતા રમતા દરવાજામાં દબાઈ જવાથી આરતી જીતેન્દ્રભાઈ બીહા નામની એક વર્ષની બાળકીને માથાના ભાગે ગંભીર ઇજાઓ થઈ હતી જેથી સારવાર માટે તેણીને અત્રેની ક્રિષ્ના હોસ્પિટલે લાવવામાં આવી હતી અહીં પ્રાથમિક સારવાર આપીને બાળકીને વધુ સારવાર માટે રાજકોટ લઈ જવામાં આવતી હતી ત્યારે રસ્તામાં જ આ ફૂલ જેવી નાની આરતી જીતેન્દ્રભાઈ (ઉમર ૦૧) નામની બાળકીનું પ્રાણ પંખેરૂ ઉડી ગયું હતું જેથી તેણીના મૃતદેહને પુનઃ મોરબી સિવિલ ખાતે પીએમ માટે લાવવામાં આવ્યો હતો અને હોસ્પિટલ સત્તાવાળાઓ દ્વારા મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવેલી હોય તાલુકા પોલીસ મથકના મણીભાઈ ગામેતીએ તપાસ હાથ ધરી હતી.તેમના જણાવ્યા પ્રમાણે, સોમનાથ પેપર મિલના સેન્સર ગેઇટ પાસે માતા-પિતા બેઠેલા હતા અને ત્યારે આ આરતી નામની બાળકી ત્યાં રમી રહી હતી.દરમ્યાનમાં સેન્સર ગેઇટ બંધ થતો હોય બંધ થતા દરવાજા અને દિવાલની વચ્ચે બાળકી આવી જતા માથાના ભાગે તેણીને ઈજાઓ પહોંચી હતી જેથી આરતી નામની બાળકીને અહિંની ક્રિષ્ના હોસ્પિટલે લાવવામાં આવી હતી અને અહીંથી વધુ સારવાર માટે તેને રાજકોટ લઈ જવામાં આવતા રસ્તામાં જ તેણીનું મોત નીપજ્યું હતું.

વાહન અકસ્માતમાં ઈજા

મોરબીના જેતપર રોડ ઉપર રંગપર ગામની પાસે આવેલા એબીસી સીરામીક નામના કારખાના પાસે વાહન અકસ્માતનો બનાવ સર્જાયો હતો.જે બનાવની અંદર ઈજા પામેલા રાહુલ નામના આશરે ત્રીસેક વર્ષના યુવાનને ૧૦૮ વડે સારવાર માટે અત્રેની સિવિલે લાવવામાં આવ્યો હતો જેથી સિવિલ હોસ્પિટલના સત્તાવાળાઓ દ્વારા તાલુકા પોલીસને જાણ કરવામાં આવી હતી અને હાલ તાલુકા પોલીસ મથકના ફિરોજભાઈ સુમરા આ બનાવની આગળની તપાસ ચલાવી રહ્યા છે.જ્યારે વાંકાનેર તાલુકાના કણકોટ ગામના રહેવાસી હલુબેન રસુલભાઈ બાદી નામના ૫૫ વર્ષીય આધેડ મહિલા બાઇકના પાછળના ભાગે બેસીને જતા હતા ત્યારે કણકોટ ગામ નજીક તેઓનું બાઈક અકસ્માતે પલ્ટી મારી જતા કાંડાના ભાગે ફેક્ચર જેવી ઈજાઓ સાથે હલુબેન બાદીને શહેરના સામાકાંઠે આવેલી શિવમ હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યા હતા જેથી બનાવ સંદર્ભે હોસ્પિટલ સત્તાવાળાઓ દ્વારા બી ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવી હતી અને હાલ બી ડિવિઝન પોલીસ મથકના જગદીશભાઈ ડાંગર આ અંગે આગળની તપાસ ચલાવી રહ્યા છે..






Latest News