હાઈ એલર્ટ: શનિવારે વહેલી સવારે ૪ વાગ્યે મચ્છુ-૨ ડેમના દરવાજા ખોલીને નદીમાં ૪૯૦૦૦ ક્યુસેક પાણી છોડશે મોરબીનો ઘોડાધ્રોઈ ડેમ 100 ટકા ભરાઈ જતા 2 દરવાજા 3 ફૂટ ખોલ્યા ભારે વરસાદની અગમચેતીના ભાગરૂપે આવતીકાલે મોરબી જિલ્લાની તમામ શાળાઓ અને કોલેજોમાં શૈક્ષણિક કાર્ય બંધ રહેશે: વિદ્યાર્થીઓ માટે રજા જાહેર યુ ટર્ન: મોરબીના વોર્ડ નં-2 માં ચોમાસા પછી પ્રાથમિક સુવિધાના કામ નહિ થાય તો હું રાજીનામું આપીશ: કોર્પોરેટર સીતાબેન હુંબલ મોરબી જીલ્લામાં 3 કોઝવે ઉપર પાણી આવી જવાથી અને 1 ડાયવર્ઝન ધોવાઈ જતાં રસ્તાઓને બંધ કરાયા મોરબી જીલ્લામાં વરસાદી પાણીનો નિકાલ સહિતની બાબતોને લઈને કલેક્ટરની અધિકારીઓએ સાથે બેઠક યોજાઈ મોરબીનો મચ્છુ-3 ડેમ 100 ટકા ભરાયો: 2 દરવાજા 1 ફૂટ  ખોલ્યા: 2 તાલુકાના 21 ગામોને એલર્ટ કરાયા વાંકાનેરમાં નેશનલ હાઈવે અને સર્વિસ રોડ ઉપર વરસાદી પાણી ભરાઈ જતા વાહનોની અવરજવર બંધ
Breaking news
Morbi Today

મોરબીમાં ઝૂલતા પૂલની દુર્ઘટનામાં પકડાયેલા સાત આરોપીઓની જામીન અરજી મુકાઇ : કાલે સુનાવણી


SHARE







મોરબીમાં ઝૂલતા પૂલની દુર્ઘટનામાં પકડાયેલા સાત આરોપીઓની જામીન અરજી મુકાઇ : કાલે સુનાવણી


મોરબીમાં જુલતો પુલ તૂટી પડવાની ઘટનાને પગલે પોલીસ તંત્ર દ્વારા પુલનું મેનેટમેંટ  અને મેંટેનન્સ કરતી એજન્સી સામે ગુનો નોંધવામાં આવેલ હતો અને બંને એજન્સીના સ્ટાફમાંથી કુલ મળીને નવ આરોપીને પકડવામાં આવ્યા હતા જેની સામે મોરબીની કોર્ટમાં ચાર્જ સીટ પણ મુકાઈ ગયું છે ત્યારબાદ અગાઉ પકડાયેલા નવ આરોપી પૈકીના સાત આરોપીઓ દ્વારા મોરબી ડિસ્ટ્રીક કોર્ટમાંથી જામીન મેળવવા માટે થઈને વકીલ મારફતે અરજી કરેલ છે જેની આવતીકાલે મોરબીની ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં સો નવન હાથ ધરવામાં આવશે.

મોરબીમાં ઝુલતો પુલ તૂટી પડવાની ઘટનામાં મોરબી સીટી બી ડિવિઝન પીઆઇ પી.એ. દેકાવડીયા દ્વારા ફરિયાદી નોંધાવવામાં આવી હતી અને પુલનું મેન્ટેનન્સ કરનાર એજન્સી તેમજ જુલતા પુલનું મેનેજમેન્ટ સંભાળતી એજન્સી અને તપાસમાં જે કોઈ ખુલે તેની સામે આઇપીસીની કલમ ૩૦૪, ૩૦૮ (માનવવધ) અને ૧૧૪ (મદદગારી) મુજબ ફરિયાદ નોંધવામાં આવી હતી અને પછી બે કલમનો ઉમેરો પણ તેમાં કરવામાં આવ્યો હતો આ ગુનામાં પોલીસે દીપકભાઇ નવીનચંદ્ર પારેખ (૪૪), દિનેશભાઈ મહાસુખરાય દવે (૪૧), મનસુખભાઇ વાલજીભાઈ ટોપિયા (૫૯), મહાદેવભાઈ લાખાભાઈ સોલંકી, પ્રકાશભાઈ લાલજીભાઈ પરમાર (૬૩), દેવાંગભાઇ પ્રકાશભાઈ પરમાર (૩૧), અલ્પેશભાઈ ગલાભાઈ ગોહિલ (૨૫), દિલીપભાઈ ગલાભાઈ ગોહિલ (૩૩) અને મુકેશભાઈ ચૌહાણ (૨૭)ની ધરપકડ કરેલ હતી જેની સામે નું ચાર્જ સીટ મોરબીની કોર્ટમાં મુકાઈ ગઈ છે ત્યારબાદ અગાઉ પકડાયેલા નવ આરોપીઓમાંથી સાત આરોપીઓ દ્વારા મોરબીની ડીસ્ટ્રીક કોર્ટમાંથી જામીન મેળવવા માટે થઈને તેના વકીલ મારફતે જામીન અરજી મુકવામાં આવેલ છે જેની આવતીકાલે મોરબીની ડિસ્ટ્રીક કોર્ટમાં સુનાવણી હાથ ધરવા આવશે વધુમાં સુત્રોના કહેવા મુજબ હાલમાં આરોપીઓ દીપકભાઇ નવીનચંદ્ર પારેખ, દિનેશભાઈ મહાસુખરાય દવે, મહાદેવભાઈ લાખાભાઈ સોલંકી, પ્રકાશભાઈ લાલજીભાઈ પરમાર, અલ્પેશભાઈ ગલાભાઈ ગોહિલ, દિલીપભાઈ ગલાભાઈ ગોહિલ અને મુકેશભાઈ ચૌહાણના જામીન માટે અરજી મુકાયેલ છે.






Latest News