મોરબીમાં વરિયા પ્રજાપતિ જ્ઞાતિના 39 માં સમૂહલગ્ન સંપન્ન, 24 નવદંપતીઓએ પ્રભુતામાં પગલાં પાડ્યા ટ્રાફિકની અંધાધૂંધી થાય તેવી શક્યતા: મોરબીના પાડાપુલને રિપેરિંગ કામ માટે ગુરુવારે રાતથી બંધ કરશે માળિયા (મી) ખાતે એસિડ પી ગયેલ મહિલાનું સારવાર દરમિયાન મોત મોરબી જીલ્લામાં આવેલ રામપરા વન્યપ્રાણી અભ્યારણ્યમાં સિહ, દીપડા સહિત ૧૦૦થી વધુ પ્રજાતિના વન્યપ્રાણીઓનો વસવાટ મોરબી નજીક કારખાનામાં આગ લાગતા મશીનરી-શેડમાં 32.72 લાખથી વધુનું નુકસાન મોરબીમાં કરોડોના ખર્ચે બનેલ અંડર ગ્રાઉન્ડ ભૂગર્ભ ગટરના પમ્પિંગ સ્ટેશન વર્ષો સુધી બંધ રહ્યા તેના માટે જવાબદાર કોણ ?: પુષ્પરાજસિંહ જાડેજા મોરબીમાં અજાણ્યા શખ્સે 16 વર્ષના સગીરને છરીનો ઘા ઝીકયો મોરબીના લાલપર નજીક સર્વિસ રોડ ઉપર અજાણ્યા વાહન ચાલકે બાઇકને હડફેટે લેતા માથામાં ઇજા થવાથી આધેડનું મોત
Breaking news
Morbi Today

મોરબીના લાલપર પાસે ટ્રક ચાલકે બાઇકને હડફેટે લેતા યુવાનનો ચુંદાઈ ગયેલ પગ કાપવો પડ્યો


SHARE













મોરબીના લાલપર પાસે ટ્રક ચાલકે બાઇકને હડફેટે લેતા યુવાનનો ચુંદાઈ ગયેલ પગ કાપવો પડ્યો

મોરબી વાંકાનેર હાઇવે ઉપર લાલપર ગામ પાસે આવેલ કોરલ સિરામિક નજીક રોડ સાઈડમાં બાઈક લઈને પસાર થઈ રહેલા યુવાનના બાઈકને પાછળથી ટ્રક ચાલકે ઠોકર મારી હતી જેથી કરીને યુવાનના જમણા પગના ઢીંચણની નીચેના ભાગને ગંભીર રીતે ઇજા થઈ હતી માટે તેને પ્રથમ સારવારમાં મોરબી અને ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટ લઈ ગયા હતા જોકે રાજકોટ સારવાર દરમિયાન યુવાનના જમણા પગને ઢીંચણની નીચેના ભાગે ઓપરેશન કરીને કાપવો પડ્યો છે જેથી કરીને હાલમાં ભોગ બનેલા યુવાન દ્વારા મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે અકસ્માત સર્જનાર ટ્રક ચાલક સામે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ વાંકાનેરની મહાવીરનગર સોસાયટીમાં રહેતા વિવેકભાઈ યશવંતભાઈ સોઢા જાતે રજપૂત (૨૭)એ હાલમાં મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ટ્રક નં. જીજે ૪ એડબલ્યુ ૧૩૭૪ ના ચાલક સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યુ છે કે મોરબીના માટેલ રોડ ઉપર આવેલ લેનિસ સિરામિક કારખાનેથી તે સવારે દસ વાગ્યાના અરસામાં પોતાનું બાઈક નં. જીજે ૩૬ એમ ૮૮૫૦ લઈને કારખાનાના ડિજિટલ મશીનનું ફિલ્ટર લેવા માટે મોરબી તરફ આવતો હતો ત્યારે મોરબી વાંકાનેર રોડ ઉપર લાલપર નજીક નેશનલ હાઈવે રોડ ઉપર કોરલ સિરામિક નામના કારખાના સામેના ભાગમાં ટ્રક આગળના ભાગે વળાંક લેતો હતો જેથી કરીને ફરિયાદી યુવાને પોતાનું બાઈક ધીમુ કર્યું હતું અને ડાબી બાજુ બાઈક ચલાવતો હતો દરમિયાન પાછળથી આવી રહેલ ટ્રકના ચાલકે તેના બાઇકને હડફેટે લીધું હતું અને પાછળથી ઠોકર મારી હતી જેથી બાઇક ચાલક વિવેકભાઈ સોઢાને જમણા પગમાં ગંભીર ઇજા થઈ હતી અને ઢીંચણની નીચેનો ભાગ ચુંદાઈ ગયો હતો જેથી કરીને તેને તાત્કાલિક સારવાર માટે પ્રથમ મોરબીના સનાળા રોડ ઉપર આવેલ ક્રિષ્ના હોસ્પિટલ ખાતે લઈ ગયા હતા અને ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટની ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો જોકે સારવાર દરમિયાન ફરિયાદીનો જમણો પગ ઢીંચણથી નીચેના ભાગે ઓપરેશન કરીને કાપવો પડેલ છે અને અકસ્માત કરનાર ટ્રક ચાલક પોતાનો ટ્રક સ્થળ ઉપર મૂકીને નાસી ગયો હતો જેથી કરીને હાલમાં ભોગ બનેલ યુવાન દ્વારા મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ગુનો નોંધીને ટ્રકના ચાલકને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે






Latest News