માળીયા (મી)ના ખાખરેચી ગામે જૈન દેરાસરમાં ધોળા દિવસે તસ્કરના ધામા, ભગવાનની મૂર્તિ ઉપરથી આભૂષણની ચોરી મોરબીમાં ઈંડા-નોનવેજની લારીઓ તથા કતલખાનાઓ ચાલુ !: કમિશનરે પ્રસિદ્ધ કરેલ જાહેરનામાની ઐસીતૈસી મોરબી જીલ્લામાં નકલી વિદેશી દારૂ બનાવવાના ગુનામાં પકડાયેલા 5 આરોપીના 8 દિવસના રિમાન્ડ મંજૂર મોરબી મહાનગરપાલિકા કાલે બાળકોને હવાલે: મેયર-ડેપ્યુટી મેયર સહિતની જવાબદારી બાળકો જ સંભાળશે મોરબીમાં પર્યુષણ પર્વ ઉપર કતલખાના બંધ રાખવા અને માંસ-મટન વિગેરેનું વેચાણ બંધ રાખવા જાહેરનામું પ્રસિદ્ધ મોરબી જીલ્લામાં અપમૃત્યુના 3 બનાવ: નર્મદાની કેનાલમાં જુદીજુદી જગ્યાએ ડૂબી જવાથી બે યુવાન અને છાતીમાં દુખાવો ઉપડયા બાદ એક યુવાનનું મોત હળવદમાં પોસ્ટના બચત ખાતામાં મોબાઈલ નંબર અપડેટ કરવા માટે દીકરીની ખોટી સહી કરનાર માતા સામે ગુનો નોંધાયો હળવદના ટીકર ગામે ઘરમાં અને મોરબીમાં જાહેરમાં જુગારની 2 રેડમાં કુલ 6 આરોપી પકડાયા
Breaking news
Morbi Today

ટંકારાના વાછકપર ગામેથી યુવતીને ભગાડી ગયેલા યુવાનના માતા-પિતાને મહિલા સહિત ચાર લોકોએ મારમાર્યો


SHARE





ટંકારાના વાછકપર ગામેથી યુવતીને ભગાડી ગયેલા યુવાનના માતા-પિતાને મહિલા સહિત ચાર લોકોએ મારમાર્યો

ટંકારા તાલુકાના વાછકપર ગામેથી મહિલાનો દીકરો એક શખ્સની ભત્રીજીને ભગાડી ગયો હતો જેથી કરીને યુવાનના ઘર પાસે આવીને યુવતીના કાકા ગાળો બોલતા હતા જેથી યુવાનની માતા અને પિતા તેને સમજાવવા માટે ગયા હતા ત્યારે યુવતીના કાકા અને એક મહિલા સહિત કુલ મળીને ચાર વ્યક્તિઓ દ્વારા તેને ઢીકાપાટુ અને લાકડી વડે માર મારીને ગાળો આપવામાં આવી હતી જેથી હાલમાં બનેલ મહિલા દ્વારા ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે મહિલા સહિત ચારની સામે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે 

બનાવની જાણવા મળતી માહિતી મુજબ ટંકારા તાલુકાના છતર ગામે રહેતા મધુબેન ધીરુભાઈ દારોદરા જાતે કોળી (૪૦)એ હાલમાં રણજીતભાઈ બાબુભાઈ દારોદરા, ભાણજીભાઈ સીદીભાઈ દારોદરા, દિનેશભાઈ સીદીભાઈ દારોદરા અને કંચનબેન ઉમેશભાઈ ઝીંઝવાડીયા રહે. ચારેય વાછકપર તાલુકો ટંકારા વાળાની સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેણે જણાવ્યું છે કે આરોપી રણજીતભાઈ દારોદરાની ભત્રીજીને ફરિયાદી મહિલાનો દીકરો ભગાડી ગયેલ છે જેથી આરોપી રણજીત તેના ઘર પાસે આવીને ગાળો બોલતો હતો જેથી ફરિયાદી મધુબેન તથા તેના પતિ ધીરુભાઈની સાથે તેને સમજાવવા માટે વાછકપર ગયા હતા ત્યારે મહિલા સહિતના ચારેય વ્યક્તિઓ દ્વારા તમે કુટુંબની જ દીકરીઓ ભગાડી જાવ તો તેમ કહીને એકદમ ઉસકેરાઈ ગયા હતા અને ગાળો આપી હતી ત્યારબાદ ભાણજીભાઈ દારોદરાએ લાકડી વડે માર માર્યો હતો અને દિનેશભાઈ તથા ભાણજીભાઈએ ઢીકાપાટુનો દંપતીને માર માર્યો હતો જેથી ભોગ બનેલ મહિલા અને તેના પતિને સારવાર માટે લઈને ગયા હતા અને સારવાર લીધા બાદ મહિલાએ ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે




Latest News