લાયન્સ કલબ ઓફ મોરબી સીટીના ચાર્ટર્ડ સભ્યો તથા સેવાભાવી સક્રિય લાયન સભ્યોનુ શિલ્ડ દ્વારા સન્માન કરાયું મોરબીના ઘૂંટુ ગામે આવેલ પ્રાથમિક શાળામાં ઇનોવેટિવ કાર્યક્રમ યોજાયો મોરબીના નીચી માંડલ ગામે ખેડૂતના ખેતરમાં વધુ એક વખત જેટકોની 220 કેવીની વીજ લાઈનમાંથી વાયર તૂટી પડ્યો મોરબી જિલ્લા ભાજપ પ્રમુખ અને ડ્રેનેજ સમિતિના ચેરમેને STP પમ્પિંગ સ્ટેશન-નંદીધરની લીધી મુલાકાત મૌલા સાહેબ ડો. સૈયદના આલીકાદર મુફદ્દલ સૈફુદ્દીન (TUS) કાલે સાંજે મોરબીમાં: દાઉદી વ્હોરા સમાજમાં અનેરો ઉત્સાહ મોરબીના કલેક્ટરે જિલ્લા માર્ગ અને મકાન વિભાગ અને કાર્યપાલક ઈજનેર કચેરીની લીધી આકસ્મિક મુલાકાત વડનગર શ્રાવણોત્સવ ૨૦૨૬: રીલ સ્પર્ધામાં ભાગ લેવાની છેલ્લી તારીખ ૧૧ સપ્ટેમ્બર મોરબીની પીએમશ્રી માધાપરવાડી શાળામાં આરોગ્ય અને પર્યાવરણ જાગૃતિ વર્કશોપ યોજાયો
Breaking news
Morbi Today

ટંકારાના બંગાવડી ગામે રિસામણે બેઠેલ ભત્રીજી માટે કાકીને બે મહિલા સહિત ત્રણ વ્યક્તિએ માર માર્યો


SHARE





ટંકારાના બંગાવડી ગામે રિસામણે બેઠેલ ભત્રીજી માટે કાકીને બે મહિલા સહિત ત્રણ વ્યક્તિએ માર માર્યો

ટંકારાના બંગાવડી ગામે આવેલ બંગાપીરની દરગાહે મોરબીના મહિલાને તેની ભત્રીજી રિસામણે બેઠેલ છે તે બાબતનો ખાર રાખીને માર મારવામાં આવ્યો હતો અને તેના સગાઓએ જ માર માર્યો હોવાથી હાલમાં મહિલાએ ટંકારા તાલુકા પોલીસ સ્ટેશને બે મહિલા સહિત ત્રણ વ્યક્તિઓની સામે ફરિયાદ નોંધાવતાં પોલીસે આગળની કાર્યવાહી કરેલ છે

મોરબીની ઘાંચી શેરીમાં રહેતા સાદીકાબેન કાદરભાઈ ગાલબ તેની ભત્રીજી સાથે ટંકારાના બંગાવડી ગામ પાસે આવેલ બંગાપીરની દરગાહે ઉર્ષમાં ગયા હતા ત્યારે મદીનાબેન હુસેનભાઈ ગાલબ, રોજમીનબેન આસિફભાઈ રહે. બંને મોરબી અને હનીફભાઈ નૂરભાઈ માડકીયા રહે. ટંકારા વાળાઓએ સાદીકાબેનની સાથે રહેલા સરતાજબેનને તુ રીસામણે ગયેલ છો તે વાત સારી નથી તેવું કહ્યું હતું ત્યારે ફરિયાદી સાદીકાબેને વડીલો સાથે વાત કરવા મત કહ્યું હતુ જેથી કરીને બંને મહિલા સહિત ત્રણેય આરોપીઓ ગાળો આપી હતી અને થપાટ મારીને તેમજ લાકડી વડે માર માર્યો હતો. જેથી મહિલાએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરી છે

એક બોટલ દારૂ

મોરબીના મહેન્દ્રનગર નજીક આવેલ હરિગુણ સોસાયટીમાંથી નીકળતા યુવાનને રોકીને પોલીસે ચેક કર્યો હતો ત્યારે તેની પાસેથી દારૂની એક બોટલ મળી આવી હતી જેથી પોલીસે મિતુલ નવનીતભાઈ ભડાણીયા (૨૯) નામના શખ્સની પોલીસે ૧૫૦૦ રૂપિયાની બોટલ સાથે ધરપકડ કરેલ છે અને આગળની કાર્યવાહી કરલે છે




Latest News